• Gujarati News
  • National
  • Bio bubble Cover Protection From The Time Tourists Land At Any Place In The State Till Departure

કેરળ ટુરિઝમની પહેલ:પ્રવાસીઓ રાજ્યમાં કોઈપણ સ્થળે ઉતરે તે સમયથી લઈને પ્રસ્થાન કરે ત્યાં સુધી બાયો બબલ કવરની સુરક્ષા

તિરુવનંતપુરમએક મહિનો પહેલા
  • કૉપી લિંક
આંતરરાષ્ટ્રીય હવાઈમથક, ત્રિવેન્દ્રમ (તિરુવનંતપુરમ) - ફાઇલ તસવીર - Divya Bhaskar
આંતરરાષ્ટ્રીય હવાઈમથક, ત્રિવેન્દ્રમ (તિરુવનંતપુરમ) - ફાઇલ તસવીર

મહામારી દરમિયાન દેશ માટે પ્રવાસનનું ટકાઉ મોડેલ સેટ કર્યા પછી કેરળ સ્વચ્છ, સલામત અને વ્યવસ્થિત વાતાવરણમાં હવા ફેરફારની તક શોધી રહેલા મુલાકાતીઓ માટે એક આદર્શ સ્થળ તરીકે વધુ આગળ વધવા માટે તૈયાર છે.

સલામતી પ્રોટોકોલનું કડક પાલન થશે
મહામારીને કારણે ઊભા થયેલા ગંભીર પડકારો છતાં વિવિધ સ્વરૂપો અને જોખમમાં રહેવા છતાં પ્રવાસનને ટકાઉ પ્રવૃત્તિ તરીકે કેવી રીતે આગળ લઈ જઈ શકાય તે રાજ્યે દેખાડ્યું છે. રાજ્યની મુલાકાતે આવેલા પ્રવાસી લોકો દ્વારા સલામતી પ્રોટોકોલના કડક પાલન અને રાજ્યના પ્રવાસન વિભાગ અને ઉદ્યોગના સેવા પ્રદાતાઓ દ્વારા મહેમાનોની સલામતી માટે દેખાડવામાં આવતી યોગ્ય કાળજીથી ખૂબ પ્રભાવિત થઈને પાછા ફર્યા હતા.

પ્રવાસન કેન્દ્રોમાં રસીકરણની સુવિધા
પ્રવાસીઓ રાજ્યમાં કોઈપણ જગ્યાએ ઉતરે તે ક્ષણથી લઈને તેમના પ્રસ્થાન સમયે તેમની સંપૂર્ણ સલામણી માટે બાયો બબલ કવર બનાવાયું છે. રાજ્યએ તમામ પ્રવાસન કેન્દ્રોમાં તમામ હિસ્સેદારોને આવરી લેવા માટે કોરોના રસીકરણ અભિયાન ચલાવવામાં પણ દેશમાં પહેલ કરી હતી. મહામારી પછીના પ્રવાસન પર સલામતી અને સ્વસ્ચ્છતાની અંતિમ માગ હોવાની સાથે કેરળની તંદુરસ્ત, તાજગી આપતી અને ઓછી ભીડવાળી જગ્યાઓ વધુને વધુ ફેમિલી હોલિડેઝ અને તંદુરસ્ત વેકેશન માટે પસંદગીનો વિકલ્પ બની રહી છે.

અન્ય સમાચારો પણ છે...