• Gujarati News
  • National
  • 'Bind The Ashes To The Rape Victim, Bail Will Be Granted', Petition Filed In The Supreme Court Against The High Court

સુનાવણી:‘દુષ્કર્મ પીડિતા પાસે રાખડી બંધાવો, જામીન મળી જશે’, હાઈકોર્ટ સામે સુપ્રીમમાં અરજી

નવી દિલ્હીએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

મધ્યપ્રદેશ હાઈકોર્ટ દ્વારા છેડતીના આરોપીને પીડિતા પાસે રાખડી બંધાવવાની શરતે જામીન આપવા વિરુદ્ધ દાખલ અરજી પર સુપ્રીમકોર્ટે સુનાવણી હાથ ધરી હતી. જસ્ટિસ એ.એમ.ખાનવિલકરના નેતૃત્વ હેઠળની બેન્ચે આ મામલે કાનૂની સલાહ માટે એટર્ની જનરલના કાર્યાલયને નોટિસ મોકલાવી છે. કોર્ટે સ્પષ્ટતા કરી કે એટર્ની જનરલ તરફથી જવાબ મળ્યાં પછી 2 નવેમ્બરે સુનાવણી હાથ ધરાશે.

ઈન્દોરમાં એક મહિલાના ઘરમાં ઘૂસી છેડતી કરવાના આરોપીને હાઈકોર્ટે એ શરતે જામીન આપ્યા હતા કે તે પીડિતા પાસે રાખડી બંધાવવાનો આગ્રહ કરશે. રાખડી બંધાવ્યા પછી 11 હજાર રૂપિયા આપશે. તે પીડિતાને ભાઈની જેમ જીવનભર રક્ષા કરવાનું પણ વચન આપશે. આદેશ પર અમલના પુરાવા તરીકે રાખી બંધાવવાનો ફોટો કોર્ટમાં જમા કરાવવો પડશે. આ વિચિત્ર શરત સામે સુપ્રીમમાં અરજી થઈ હતી.

અન્ય સમાચારો પણ છે...