• Gujarati News
  • National
  • Biker Fleeing After Stealing Mobile Collides With Parked Car On Road; Died On The Spot

મોબાઇલે જીવ લીધો, LIVE વીડિયો:ફોન છીનવીને ભાગવાનું ભયાવહ પરિણામ, બાઈકચાલક કારમાં ઘુસી ગયો, લોકો જોઈ ના શક્યા

2 મહિનો પહેલા

મહારાષ્ટ્રના માલેગાવમાં ભયાનક અકસ્માત સીસીટીવીમાં કેદ થયો. વીડિયોમાં દેખાય છે કે પૂરઝડપે આવી રહેલી બાઈક પાર્ક કરેલી કાર સાથે અથડાઈ જાય છે. આ ટક્કર આટલી ભયંકર હતી કે ટક્કરનો મોટો આવાજ સંભળાય છે અને બાઈક ચાલક ઉછળીને દૂર પડી જાય છે. આ ટક્કર બાદ બાઈક ચાલકનું ઘટનાસ્થળે મોત થયું હતું.

જણાવવામાં આવી રહ્યું છે કે, અકસ્માતમાં મોતને ભેટનાર બાઈકચાલક મોબાઈલ ચોરી કરીને ભાગી રહ્યો હતો. બાઈકની સ્પીડ વધારે હોવાના કારણે તે પાર્ક કરેલી કાર સાથે અથડાયો અને બાઈક પર કાબુ ના રહેતા ઉછળી દૂર પડી ગયો હતો. પોલીસે સીસીટીવીના આધારે તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...