• Gujarati News
  • National
  • Bike Rider Lost Balance While Overtaking Causing Accident, 6 Month Old Innocent Girl

માતાના ખોળામાંથી બાળકી લપસી ગઈ, ટ્રેક્ટરે કચડી VIDEO:ઓવરટેક કરવાના ચક્કરમાં બાઈક સવારે સંતુલન ખોઈ બેસતા અકસ્માત સર્જાયો, 6 મહિનાની હતી માસૂમ બાળકી

2 મહિનો પહેલા

પૂણેના રાજગુરુનગર વિસ્તારમાં શુક્રવારે 6 મહિનાની બાળકીનું ગંભીર અકસ્માતમાં મોત થયું છે. પૂણે-નાસિક હાઈવે ઉપર ખૂબ ઝડપથી બાઈક આગળ રહેલા ટ્રેક્ટરને ઓવરટેક કરવાના ચક્કરમાં બાઈક ફસડાઈ ગઈ હતી. બાઈકની પાછળ બેઠેલી મહિલાના ખોળામાં તેની 6 મહિનાની બાળકી લપસી જવાથી રોડ ઉપર પટકાઈ હતી અને ટ્રેક્ટરનું વ્હીલ તેના ઉપરથી નીકળી ગયું હતું. બાળકીનું ઘટનાસ્થળે જ મોત થયું હતું.

આ પૂરી ઘટના એક દુકાનમાં લાગેલા CCTV કેમેરામાં કેદ થઈ ગઈ હતી. આ ફૂટેજ ઉપરથી ખબર પડે છે કે બાઈક ટ્રેક્ટરને ઓવરટેક કરવાના ચક્કરમાં ફસડાઈ ગઈ હતી.

આ ગંભીર અકસ્માત ત્યાંની દુકાનમાં લાગેલા એક CCTV કેમેરામાં કેદ થઈ ગયો હતો.
આ ગંભીર અકસ્માત ત્યાંની દુકાનમાં લાગેલા એક CCTV કેમેરામાં કેદ થઈ ગયો હતો.

આડાઅવળા પાર્કિંગના કારણે અકસ્માત થયો

ઘટના પછી પોલીસ તપાસમાં એ વાત સામે આવી હતી વાહનોએ આડુંઆવળું પાર્કિંગ કર્યું હતું. જેના કારણે ભીડભાડવાળા રસ્તા ઉપર ચાલાવતા બાઈક સવારે બેલેન્સ ગુમાવ્યું હતું અઇને બાઈક લપસી ગઈ હતી. આ પછી બાળકીના પિતા કૈલાશ ચિંતામણી આધલે ટ્રેક્ટર ચાલાક સામે કેસ દાખલ કર્યો છે.

પોલીસ નીરિક્ષક સતીશ કુમાર ગુરવે જણાવ્યું હતું કે ફરિયાદના આધારે ટ્રેક્ટર ચાલાક વિશાલ ભાંબુરે સામે કેસ દાખલ થયો છે. તે ખેડ તાલુકાના ભંબૂરવાડીનો રહેવાસી છે.

રોડ અકસ્માતથી જોડાયેલા અન્ય ન્યૂઝ પણ વાંચો...

જોધપુરના નાડસર ગામની પાસે રોડ અકસ્માતમાં પિતા-પુત્રીનાં મોત

જોધપુરના ભોપાલગઢના નાડસર ગામની નજીક એક અકસ્માતમાં પિતા-પુત્રીનાં મોત થયાં હતાં.
જોધપુરના ભોપાલગઢના નાડસર ગામની નજીક એક અકસ્માતમાં પિતા-પુત્રીનાં મોત થયાં હતાં.

જોધપુર જિલ્લાના ભોપાલગઢના નાડસર ગામની પાસે ગુરુવારે સાંજે એક રોડ અકસ્માતમાં પિતા-પુત્રીનાં મોત થયાં હતાં. પિતા-પુત્રી બાઈક પર પોતાના ગામ પરત ફરી રહ્યાં હતાં. ગામની પાસે એક અજાણ્યા વાહને તેમની બાઈકને ટક્કર મારી હતી. જેમાં પિતા-પુત્રીને ભોપાલગઢ હોસ્પિટલ લઈ જતાં હતાં, જ્યાં રસ્તામાં બન્નેનાં મોત થયાં હતાં.

બરનાલામાં બે ભાઈઓને અકસ્માત નડ્યો, જેમાં એકનું મોત

પંજાબના બરનાલામાં ટ્રકે સ્કૂટર પર સવાર બે વૃદ્ધ ભાઈને ટક્કર મારી હતી. જેમાં એકનું મોત થયું હતું.
પંજાબના બરનાલામાં ટ્રકે સ્કૂટર પર સવાર બે વૃદ્ધ ભાઈને ટક્કર મારી હતી. જેમાં એકનું મોત થયું હતું.

પંજાબના સરહિંદી ગેટ પર ટ્રાફિક લાઈટ પાસે એક ટ્રકે સ્કૂટર પર સવાર બે વૃદ્ધ ભાઈને ટક્કર મારી હતી. જેમાં એક ભાઈનું ટ્રકના ટાયરની નીચે આવવાથી ઘટના સ્થળે જ મોત થયું હતું. જ્યારે અન્યને ગંભીર ઈજા પહોંચી હતી.