તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Bihar, Rajasthan And Bengal Have Highest Vaccination Shortages, Kerala And Delhi Have Improved Conditions

વેક્સિનેશનમાં ઘટાડો:બિહાર, રાજસ્થાન અને બંગાળમાં ટાર્ગેટથી સૌથી ઓછું વેક્સિનેશન, કેરળ અને દિલ્હીમાં સ્થિતિમાં સુધારો

નવી દિલ્હી22 દિવસ પહેલા
  • વેક્સિનેશનમાં ઘટાડો ચિંતાજનક
  • ગુજરાત, કર્ણાટક જેવા રાજ્યોમાં સ્થિતિ સારી છત્તા વેક્સિનેશન ટાર્ગેટથી દૂર

દેશમાં કોરોના વાઇરસનાં નવા-નવા વેરિએન્ટ્સએ ચિંતામાં વધારો કર્યો છે. આ સ્થિતિમાં વેક્સિનેશનમાં થઇ રહેલો ઘટાડો મુશ્કેલિઓમાં વધારો કરી રહ્યો છે. અત્યાર સુધી ટાર્ગેટથી 54% ઓછા ડોઝ લગાવવામાં આવ્યા છે. કેટલાક સૌથી મોટા રાજ્યોમાં રોજના વેક્સિનેશનનો રેકોર્ડ સૌથી ખરાબ છે. આ રાજ્યોની કુલ વસતિ 59 કરોડ છે. ડેટા પ્રમાણે, કેરળ અને દિલ્હીમાં વેક્સિનેશન ટાર્ગેટથી 22 % ઓછું છે, ત્યાજ બિહારમાં વેક્સિનેશન ટાર્ગેટથી 71%, અને રાજસ્થાન અને બંગાળમાં 66% ઓછુ છે.

શુક્રવારે દેશમાં કોરોનાના કેસોમાં થોડો ઘટાડો નોંધાયો છે. 42,648 નવા દર્દીઓ નોંધાયા છે, 45,159 સાજા થયા અને 1,206 લોકોએ જીવ ગુમાવ્યા હતા. આ રીતે, સક્રિય કેસની સંખ્યા એટલે કે સારવાર લઈ રહેલા દર્દીઓની સંખ્યામાં 3,732 ઘટાડો થયો છે. હવે 4,49,478 દર્દીઓની સારવાર કરવામાં આવી રહી છે. આ 105 દિવસમાં સૌથી ઓછા આંકડા છે. અગાઉ 26 માર્ચે 4,49,449 સક્રિય કેસ નોંધાયા હતા.

આ રાજ્યોમાં સ્થિતિ કંટ્રોલમાં છે
કેરળ અને દિલ્હીની સાથે-સાથે પંજાબ, કર્ણાટક અને ગુજરાતમાં વેક્સિનેશનનો અભાવ ત્યાંની વસ્તી પ્રમાણે વધારે નથી. પંજાબમાં વેક્સિનેશનની અછત 26%, કર્ણાટકમાં 30% અને ગુજરાતમાં 37% છે. દિલ્હી અને કેરળમાં અત્યાર સુધીમાં સૌથી વધુ રસીકરણના રેકોર્ડ્સ છે, પરંતુ બંને રાજ્યો ડિસેમ્બર સુધીમાં 60% વસ્તીને રસી આપવાના તેમના લક્ષ્યાંકથી ઘણા દૂર છે.

આ પાંચ રાજ્યોમાં વેક્સિનેશનની અછત સૌથી વધુ
બિહાર, રાજસ્થાન અને બંગાળની સાથે ઉત્તર પ્રદેશ અને ઝારખંડમાં વેક્સિનેશન ટાર્ગેટથી સૌથી ઓછુ થયુ છે. ઉત્તર પ્રદેશમાં આ ઘટાડો 64% છે, અને ઝારખંડમાં આ ઘટાડો 62% છે.

36 કરોડથી વધુ લોકોને લાગી ચૂકી છે વેક્સિન
શુક્રવારે સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યુ છે કે દેશમાં વેક્સિનેશન કવરેજ 36 કરોડથી વધુ થઇ ગયેલ છે. 18 થી 44 વર્ષના લોકોને અત્યાર સુધી 11 કરોડથી વઘુ ડોઝ અપાઇ ગયા છે. નિષ્ણાંતોનુ કહેવુ છે કે દુનિયાભરમાં કોરોના વાઇરસનાં નવા-નવા વેરિએન્ટ્સ પર ધ્યાન રાખવામાં આવી રહ્યુ છે. આ સ્થિતિમાં વેક્સિનેશનમાં તેજી લાવવાની જરુર છે. ભારતમાં સૌ પ્રથમ દેખવામાં આવેલ ડેલ્ટા વેરિએન્ટ કોરોનાના સૌથી ઘાતક વેરિએન્ટમાં ગણવામાં આવે છે.

પાંચ રાજ્યો જ્યાં વેક્સિનેશનની અછત સૌથી વધુ છે

રાજ્ય

ટાર્ગેટથી કેટલું ઓછુ વેક્સિનેશન
બિહાર71%
રાજસ્થાન66%
પશ્ચિમ બંગાળ66%
ઉત્તર પ્રદેશ64%
ઝારખંડ62%

પાંચ રાજ્યો જ્યાં વેક્સિનેશનની અછત સૌથી ઓછી છે

રાજ્ય

ટાર્ગેટથી કેટલુ ઓછુ વેક્સિનેશન
કેરળ22%
દિલ્હી22%
પંજાબ26%
કર્ણાટક30%
ગુજરાત37%
અન્ય સમાચારો પણ છે...