તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Bihar News; Villagers Hostage A Young Man Who Went To A Second Marriage In Triveniganj, Supaul, Watch Video

લગ્નના મંડપમાં પહોંચી પ્રેમીકા:પહેલી પત્નીને દગો આપીને બીજા લગ્ન કરવા જતો હતો યુવક, 3 બાળકોની માતાના હાઈવોલ્ટેજ ડ્રામાથી લગ્ન અટક્યા, વરરાજા-વરઘોડિયા બંધક બનાવાયા

16 દિવસ પહેલા
  • કૉપી લિંક

બિહારના સુપૌલમાં લગ્ન કરવા પહોંચેલા યુવક અને તેના પરિવારજનોને પ્રેમીકાના કહેવાથી ગ્રામીણોએ બંધક બનાવી દીધા હતા. પ્રેમીકાએ લગ્ન અટકાવ્યા પછી હાઈવોલ્ટેજ ડ્રામા કર્યા અને પરિણામે યુવકના લગ્ન અટકી ગયા હતા.

ગ્રામીણોના જણાવ્યા પ્રમાણે ત્રણ બાળકોની માતા સાથે 6 મહિના પહેલાં યુવકે લગ્ન કર્યા હતા અને તેને દગો આપીને યુવક અન્ય યુવતી સાથે લગ્ન કરવા પહોંચ્યો હતો. સોમવારે રાતે મંડપમાં યુવક પહોંચ્યો હોવાની જાણ થતાં જ પ્રેમમાં દગો મળેલી પ્રેમીકા વરમાળાના કાર્યક્રમ પહેલાં જ ત્યાં પહોંચી ગઈ હતી. મંડપમાં પ્રેમીકાએ તેની પ્રેમ કહાની ગામના લોકોને કહી સંભળાવી હતી. ત્યારપછી ગ્રામીણો પણ મહિલાના સમર્થનમાં આવ્યા હતા. જોકે હજી પોલીસે આ વિશે કોઈ ફરિયાદ નોંધી નથી.

પતિ છોડીને પ્રેમી સાથે કર્યા લગ્ન
કુશહા પંચાયતના મચહા ગામમાં બેટન યાદવે તેની દીકરી કંચન કુમારીના લગ્ન રાધોપુરમાં રહેતા સુરેશ યાદવ સાથે કરાવ્યા હતા. પરિણિતાને થોડા દિવસ પછી જ તેના પડોશમાં રહેતા અરુણ સાહ સાથે પ્રેમ થઈ ગયો હતો. જેની જાણ સાસરિયાને થતાં તેમણે મહિલાને ઘરેથી કાઢી મુકી હતી. પરિણામે મહિલા તેના 3 બાળકો સાથે પીયર રહેતી હતી. છ મહિના પછી મહિલાએ તેના રાધોપુર વાળા પ્રેમી સાથે લગ્ન કરી લીધા હતા.

દહેજની રકમ અને ખાધા-ખોરાકીની માંગણી કરી
કંચનને દગો આપીને અરુણ બીજા લગ્ન કરવા સોમવારે રાતે કુશહા પંચાયતમાં રહેતા મહેશ સાહના ઘરે પહોંચ્યો હતો. હવે લગ્ન નહીં કરવા અને હોબાળા પછી છોકરી પક્ષે અરુણ સાહા અને તેના ભાઈ-પિતાને ઘેરી લીધા અને દહેજમાં લીધેલી રકમ પરત કરવા અને ખાધા ખોરાકી આપવાની માંગણી કરી રહ્યા છે. પરણિત મહિલાએ પણ લગ્ન મંડપમાં ધામા નાખ્યા છે. આ વિશે તે વિસ્તારના પોલીસ અધ્યક્ષ સંદીપ કુમાર સિંહે જણાવ્યું છે કે, અમને આ વિશે કોઈ માહિતી આપવામાં આવી નથી, ફરિયાદ મળતાં જ કાર્યવાહી કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...