બિહારના ગોપાલગંજના DSP જ્યોતિ કુમાપીનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહ્યો છે. બિહારમાં થઈ રહેલી હિંસા વચ્ચે સુરક્ષા અને વ્યવસ્થાની તપાસ કરવા માટે DSP જ્યોતિ કુમારી રસ્તા ઉપર ઉતર્યા હતા. આ દરમિયાન તે વ્હીકલની ચકાસણી કરવા લાગ્યાં. ચેકિંગ દરમિયાન જે પણ યુવક હેલ્મેટ વગર દેખાયા તેને લાફાવાળી અને દંડાથી મારવાનું શરૂ કરી દીધું.
વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે DSPએ લાફાવાળી કર્યા પછી એક યુવકે બેગમાંથી પોતાની નોટબુક નિકાળીને પોતે વિદ્યાર્થી હોવાનું જણાવ્યું હતું. એવું કહેવામા આવી રહ્યું છે કે આ વીડિયો ગોપાલગંજના આંબેડકર ચોકનો છે. જે યુવાનો પાસે મેમો ના પૈસા ન હતા તેમના વાહનોની હવા કાઢીને પોલીસ સ્ટેશનમાં જમા કરી દેવામાં આવ્યા હતાં.
વાયરલ થઈ રહેલા આ વીડિયો પર હવે સોશિયલ મીડિયામાં લોકો પોતાની પ્રતિક્રિયા આપી રહ્યાં છે. એક યુઝરે પુછ્યું કે, વર્દી તો સરકારે આપી છે પરંતુ મારવાનો હક કોણે આપ્યો? વિજય પાલ સિહે લખ્યું કે, આમને મારવાનો અધિકાર કોણે આપ્યો, હેલ્મેટ નથી પહેર્યું તો મેમો આપો. વધારેમાં વધારે વ્હીકલ જમા કરી લો. મારવાનો શું મતલબ? પોલીસ વાળા પણ પોતે હેલ્મેટ વગર નિકળે છે. તો તેમને પણ આવી રીતે જ મારશો મેડમ?
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.