તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • The Video, Released 255 Days After His Death, Shows The Former LJP Supremo Saying, "I Want Chirag To Reach The Summit."

LJPમાં ફુટ પછી સામે આવ્યો રામવિલાસ પાસવાનનો વીડિયો:નિધનના 255 દિવસ પછી બહાર આવેલા આ વીડિયોમાં LJP સુપ્રીમો કહે છે- મારી ઈચ્છા છે ચિરાગ શિખર પર પહોંચે

પટના3 મહિનો પહેલાલેખક: બૃજમ પાંડેય
  • વીડિયોમાં રામવિલાસ પાસવાને શુભકામનાઓ આપતા કહ્યું હતું કે મેં ચિરાગનું નામ રાખતા પહેલા ખૂબ વિચાર્યું હતું

રાજકીય કારણોથી લોક જનશક્તિ પાર્ટી(LJP)ના પૂર્વ અધ્યક્ષ અને સ્વર્ગસ્થ કેન્દ્રીય મંત્રી રામવિલાસ પાસવાનના પરિવારમાં તિરાડ પડી છે. પાર્ટી પણ તૂટી ગઈ છે. કાકા-ભત્રીજા સામ-સામે છે.

LJP પર દાવેદારીની લડાઈ ઈલેક્શન કમીશન સુધી પહોંચી ગઈ છે. આ દરમિયાન રામ વિલાસ પાસવાનનો એક જૂનો વીડિયો પ્રકાશમાં આવ્યો છે. જે સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે. રામવિલાસનું નિધન થયાને 255 દિવસ પસાર થઈ ગયા છે. એવામાં આ વીડિયો વાઈરલ થવાના ટાઈમિંગ પર સવાલ ઉઠી રહ્યાં છે.

એક સપ્તાહની અંદર LJPની અંદર તિરાડ, 5 સાંસદો પારસ ગ્રુપમાં ગયા, ચિરાગ-પારસ વિવાદ, પાર્ટી પર દાવેદારીની લડાઈ અને તે પછી અચાનક આ વીડિયો વાઈરલ થવાથી ઘણા સવાલો ઉત્પન્ન થઈ રહ્યાં છે.

વીડિયોમાં પત્ની રીના પાસવાન પણ સાથે
આ વીડિયોમાં રામવિલાસની સાથે તેમની પત્ની રીના પાસવાન પણ છે. તેઓ પોતાના પુત્ર ચિરાગ પાસવાનને શુભકામનાઓ આપી રહ્યાં છે. કદાચ આ વીડિયો એ સમયનો છે, જ્યારે રામવિલાસ સંપૂર્ણ રીતે સ્વસ્થ હતા.

સાથે જ આ વીડિયો પરથી એ વાતનો પણ ખ્યાલ આવે છે કે તે સમયે રામવિલાસે પોતાની જવાબદારી સંપૂર્ણ રીતે પોતાના પુત્રને સોંપી દીધી હતી. એટલે કે ચિરાગ પાસવાનને LJPના રાષ્ટ્રીય અધ્યક્ષ બનાવવામાં આવ્યા હતા.

દેશ, વિશ્વમાં નામ રોશન કરે ચિરાગઃ રામવિલાસ
વીડિયોમાં રામવિલાસ પાસવાને શુભકામનાઓ આપતા કહ્યું હતું કે મેં જ્યારે ચિરાગનું નામ રાખ્યું હતું તો ખુબ વિચારીને રાખ્યું હતું. આજે એ વાતની ખુશી છે કે ચિરાગ માત્ર મારો ચિરાગ છે એવું નથી, તે સમગ્ર દેશ અને વિશ્વનો ચિરાગ બની ગયો છે.

દરેક પિતાની હાર્દિક શુભકામના હોય છે કે તેનો પુત્ર, તેનુ સંતાન તેનાથી આગળ વધે. મારો ચિરાગ આગળ વધી રહ્યો છે. અમને એ વાતની ખુશી છે કે ચિરાગ જે છે, તેનાથી ઉચ્ચ જગ્યા પર પહોંચે. દેશ અને વિશ્વમાં પોતાનુુ અને દેશનું નામ રોશન કરે.

સોશિયલ મીડિયા પર ઝડપથી થઈ રહ્યો છે વાઈરલ
પૂર્વ કેન્દ્રીય મંત્રીનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ કરવામાં આવ્યો છે. જોકે દૈનિક ભાસ્કર એ વાતની પુષ્ટિ કરતુ નથી કે જે એકાઉન્ટ પરથી સ્વર્ગસ્થ રામવિલાસ પાસવાનનો આ વીડિયો વાઈરલ થઈ રહ્યો છે, તે ચિરાગ પાસવાનનું અધિકારિક એકાઉન્ટ છે કે નહિ. જોકે આ એકાઉન્ટમાં ચિરાગનો પણ ફોટો છે અને તેની પર FAN PAGE એમ લખેલુ છે.

આ વીડિયોને પોસ્ટ કરતા લખવામાં આવ્યું છે કે આજે પપ્પા ભલે આ વિશ્વમાં નથી, જોકે તેમના આર્શીવાદ અને પ્યાર હમેશા મારી સાથે છે. આ કારણે મને વિશ્વની કોઈ પણ તાકાત નમાવી અને પાડી શકે તેમ નથી. પપ્પાએ મને કઠિન પરિસ્થિતિઓ સામે લડવાનું શીખવ્યું છે, હું સિંહનું બચ્ચું છું, ગંભરાવું તેવો નથી.