તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Arrested For Violating Corona Guidelines, 4 Days Ago BJP MP Rudy Reveals About Ambulance Parked In Village

પૂર્વ સાંસદ પપ્પુ યાદવ અરેસ્ટ:કોરોના ગાઇડલાઇન્સ તોડવાના આરોપમાં ધરપકડ, 4 દિવસ પહેલાં BJP સાંસદ રૂડીએ ગામમાં ઢાંકીને રાખવામાં આવેલી એમ્બ્યુલન્સ અંગે ઘટસ્ફોટ કર્યો

પટના3 મહિનો પહેલા
પટનાના મંદિરી સ્થિત રહેઠાણ પર પોલીસ અધિકારી સાથે વાત કરતા પપ્પુ યાદવ.
  • મેજિસ્ટ્રેટના નિવેદન પર પૂર્વ સાંસદ પપ્પુ યાદવની વિરુદ્ધ પટનાના પીરબહોર પોલીસ સ્ટેશનમાં પણ FIR નોંધાશે

બિહારમાં પૂર્વ સાંસદ પપ્પુ યાદવની ધરપકડ કરવામાં આવી છે. તેમની પર કોરોના ગાઈડલાઈન્સને તોડવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. તેમની ધરપકડ કરવા માટે પટના કોતવાલી DSP સહિત પાંચ પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ તેમના નિવાસસ્થાને પહોંચ્યા હતા. પપ્પુએ પોલીસને આશ્વાસન આપ્યું કે કોરોનાકાળમાં તેઓ ઘરની બહાર નીકળશે નહિ. તેમણે આ અંગેની લેખિત કોપી પણ કોતવાલી DSPને સોંપી છે. જોકે પટના પોલીસે તેમની ધરપકડ કરી લીધી છે અને ગાંધી મેદાન પોલીસ સ્ટેશને લઈને આવી છે.

ધરપકડના સમયે પપ્પુ તેમના સમર્થકોની સાથે બેસીને રણનીતિ બનાવી રહ્યા હતા કે આજે કયા-કયા વિસ્તારોમાં અને કઈ-કઈ હોસ્પિટલોમાં જશે. જોકે પપ્પુ યાદવ સતત કોરોનાકાળમાં હોસ્પિટલ, સ્મશાન અને અલગ-અલગ જિલ્લાઓમાં ફરીને કોરોના પીડિતોની મદદ કરી રહ્યા હતા. સરકારનાં કામ પર સવાલ ઉઠાવી રહ્યા હતા. 7 મેની સાંજે છપરા પહોંચીને તેમણે BJP સાંસદ રાજીવ પ્રતાપ રૂડીના રહેઠાણ પર 25થી વધુ એમ્બ્યુલન્સ ઢાંકીને રાખવાનો મામલો ઉજાગર કર્યો હતો, જે ઘણો ચર્ચામાં રહ્યો હતો.

પપ્પુએ રૂડી પર કેસ નોંધવાની માગ કરી હતી. પછીથી છાપરામાં પપ્પુ પર જ કેસ નોંધાઈ ગયો. એ પછી પટનામાં પણ કોરોના ગાઈડલાઈન્સને લઈને પપ્પુ પર FIR નોંધાઈ. એ પછી મંગળવારે સવારે તેમની ધરપકડ કરવામાં આવી. તેમની પર પહેલેથી પણ ઘણા કેસ ચાલી રહ્યા છે.

પપ્પુ પર વધુ એક FIR નોંધાશે
મેજિસ્ટ્રેટના નિવેદન પર પૂર્વ સાંસદ પપ્પુ યાદવની વિરુદ્ધ પટનાના પીરબહોર પોલીસ સ્ટેશનમાં પણ FIR નોંધાશે. પટનના SSP ઉપેન્દ્ર કુમાર શર્માના જણાવ્યા અનુસાર, આજે પણ પપ્પુ PMCHના કોવિડ વોર્ડમાં જતા રહ્યા હતા. જોકે તેમણે આમ કરવાનું નથી. તેઓ સતત વગર પાસે ફરી રહ્યા હતા. તેમનું બીજા જિલ્લામાં પણ આવવા-જવાનું ચાલુ હતું. હવે તેઓ પટનાથી મધેપુર જવાના હતા. ત્યાંના SPએ ગઈકાલે જ આ મામલાની વાત કરી હતી. આ કારણે આજે આ કાર્યવાહી કરવામાં આવી.