તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Bihar News; Lalu Prasad Yadav To Join Virtual Meeting With 144 RJD Leaders At 2 Pm Today

લાલુ સાડા 3 વર્ષ પછી 3 મિનિટ બોલ્યા:વર્ચ્યૂઅલ મીટિંગમાં RJD સુપ્રીમોનું ઓક્સિજન લેવલ ઘટ્યું, કહ્યું- સ્વાસ્થ્યમાં સુધારો આવશે ત્યારે તમારી સમક્ષ આવીશ

3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • લાલુપ્રસાદ યાદવની પ્રથમ વર્ચ્યૂઅલ મીટિંગ આશરે 45 મિનિટ મોડી શરૂ થઈ હતી
  • આ મીટિંગ પર CBIની પણ બાજ નજર હતી

લાલુપ્રસાદ યાદવે સાડા 3 વર્ષો પછી RJDનાં નેતાઓ સાથે વર્ચ્યૂઅલ મુલાકાત લીધી. મીટિંગમાં લાલુનું ઓક્સિજન લેવલ ડાઉન થઈ ગયું હતું. સ્વાસ્થ્ય કથળી જતાં તેઓએ કહ્યું હતું કે હું જ્યારે સાજો થઈ જઈશ ત્યારે તમારી સમક્ષ આવીશ. તેજસ્વી યાદવે પણ પહેલા જણાવી દીધું હતું કે લાલુની તબિયત ઠીક ન હોવાથી તે વધારે વાત કરી શકશે નહીં અને આજ વસ્તુ થઈ હતી.

પ્રચંડ અવાજ નહોતો, પરંતુ હિંમત પહેલા જેવી હતી
મીટિંગમાં લાલુ ટી-શર્ટ પહેરીને આવ્યા હતા, એમનો અવાજ ભારે હતો અને શ્વાસ પણ ફૂલતો હતો. ઘણીવાર તેઓ બોલતા બોલતા અટકી જતા હતા. તેઓ એટલું ધીરે બોલતા હતા કે જેમ પહેલા રેલીઓમાં ભાષણ આપી શકતા હતા તેમ હવે એટલી તાકાત નહોતી રહી. તેમ છતાં તેમનો વિશ્વાસ જોવા લાયક હતો.

ઘણા વર્ષોપછી લાલુને જોઈને એમના શુભચિંતકો ખુશ થઈ ગયા હતા. પરંતુ જે પ્રમાણે તેઓ બોલતા બોલતા અટકી જતા હતા, એ જોઈને તેઓ નિરાશ પણ થઈ ગયા હતા.

મીટિંગ 45 મિનિટ મોડી શરૂ થઈ
લાલુનું સ્વાસ્થ્ય પણ નબળું હતું અને ઘણી ટેકનિકલ ખામીઓ સર્જાતા આ મીટિંગ 2 વાગ્યાની જગ્યાએ 2:45એ શરૂ થઈ હતી. એમને ભાષણ દરમિયાન હાંફ ચઢતા લોકો સમક્ષ રજા લઈને ઓફલાઈન થયા હતા.

લાલુ એક, પાત્ર અનેક: ઝૂંપડપટ્ટીથી લઈને લોકસભા સુધીનો સફર, IIM અને હાર્વડમાં લેક્ચર પણ લીધા; આજે જીવનની પહેલી વર્ચ્યુઅલ બેઠકમાં ભાગ લીધો હતો

પ્રથમ વર્ચ્યૂઅલ મીટિંગમાં લાલુએ શું શું કહ્યું
લાલુએ મીટિંગમાં આવીને પહેલા તો દરેક લોકોને નમસ્કાર કર્યા હતા, ત્યારપછી બિહારનાં લોકો અંગે ચિંતા પ્રગટ કરી હતી. લાલુએ જણાવ્યું હતું કે અત્યારે કોરોના મહામારીનાં કારણે સમગ્ર દેશ મુશ્કેલ સમયમાંથી પસાર થઈ રહ્યો છે. તમારી ફરજ બને છે કે તમે લોકોની સેવા કરો. હું અત્યારે બીમાર છું એટલે નહીં આવી શકું, પરંતુ જ્યારે પણ સ્વસ્થ થઈશ એવો તમારી જોડે આવી જઈશ.

આની પહેલા તેજસ્વી યાદવે મીટિંગની શરૂઆતમાં જણાવ્યું હતું કે અત્યારે બિહારની સરકારી હોસ્પિટલોની હાલત એટલી ખરાબ છે કે લોકો ત્યાં જવા ઈચ્છતા નથી. સરકાર દરેક પાસામાં નિષ્ફળ રહી છે. રાષ્ટ્રીય જનતા દળ દરેક રીતે જનતાની સેવા કરવા ઈચ્છે છે. વધુમાં તેઓએ જણાવ્યું હતું કે પટનાની બહાર બાકીનાં બિહારમાં કોઈપણ પ્રકારની સુવિધાઓ નથી.

આ મીટિંગમાં લાલુ સાથે વાત કરવા 144 નેતા આવ્યા
આ મીટિંગમાં તેજસ્વી યાદવ સહિત RJDનાં વિધાયક, કાઉન્સિલર, પાર્ટીનાં હારેલા ઉમેદવારો સહિત કુલ 144 નેતા સામેલ થયા હતા. પાર્ટીનાં દરેક નેતા આ મીટિંગની રાહ જોતા હતા, કારણ કે લાંબા સમયથી લાલુએ એમની સાથે વાત કરી નહોતી.

જામીન મળ્યા પછી દરેક લોકો એ વાતની રાહ જોઈને બેઠા હતા કે ક્યારે લાલુપ્રસાદ યાદવ રાજનીતિમાં ફરીથી કાર્યરત થાય છે. અત્યારે તો લાલુપ્રસાદ યાદવ માત્ર ખાસ નેતાઓ સાથે જ જોડાયા હતા પરંતુ આગામી મીટિંગમાં તેઓ પાર્ટીનાં અન્ય અધિકારીઓ સાથે પણ જોડાશે.

લાલુની મીટિંગ પર CBIની નજર
લાલુપ્રસાદ યાદવ ઘણા વર્ષો પછી કોઈ રાજકીય ગતિવિધિમાં જોડાયા હતા. ધારાસભ્યો સાથેની વાતચીતને રાજકીય બેઠક જ ગણી શકાશે. તેઓ હમાણાં ઝારખંડની હાઈકોર્ટમાંથી બહાર આવ્યા છે. આ મીટિંગ પર CBIની પણ નજર હતી. લાલુનાં આ પ્રકારનાં રાજકીય નિવેદનોનાં આધારે CBI એમના જામીન રદ કરાવવા માટે કોર્ટમાં પણ જઈ શકે છે.

શનિવારે વર્ચ્યુઅલ મીટિંગનું ટ્રાયલ કરાયું હતું
રવિવારે 2 વાગ્યે આ મીટિંગનું ટ્રાયલ પણ કરવામાં આવ્યું હતું, જેમાં ટેકનિકલ એરરનાં પરિણામે મોટાભાગનાં નેતાઓ જોડાઈ શક્યા નહોતા. આ નેતાની તમામ ખામીઓ દૂર કરીને મુખ્ય બેઠક માટે સંપૂર્ણ આયોજન કરવામાં આવ્યું હતું. ટ્રાયલની જાણકારી ઘણા નેતાઓએ સોશિયલ મીડિયામાં શેર પણ કરી હતી.

રણવિજય સાહૂએ સોશિયલ મીડિયામાં પોસ્ટ કરીને જણાવ્યું હતું કે લાલુપ્રસાદ યાદવનાં આવવાથી રાષ્ટ્રીય જનતા દળમાં નવી ઊર્જા પ્રસરી જવા પામી હતી. કાઉન્સિલર રામબલી ચંદ્રવંશીએ કહ્યું હતું કે લાલુપ્રસાદ યાદવ એક વિચારધારાનું નામ છે. તેથી જ તો એમના સંદેશાનું રાષ્ટ્રીય મહત્ત્વ પણ છે. દેશની રાજનીતિ જે દિશામાં આગળ વધી રહી છે, એમાં લાલુપ્રસાદ યાદવનો એક એક શબ્દ મહત્ત્વપૂર્ણ છે.

અન્ય સમાચારો પણ છે...