તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
બિહારમાં નીતીશકુમાર જ મુખ્યમંત્રી બનશે. રવિવારે યોજાયેલી એનડીએ વિધાનસભા પક્ષની બેઠકમાં નીતીશકુમારને નેતા તરીકે ચૂંટી કાઢવામાં આવ્યા હતા. આ પ્રસંગે સંરક્ષણમંત્રી રાજનાથસિંહ અને બિહારના ભાજપના નિરીક્ષક દેવેન્દ્ર ફડણવીસ પણ હાજર રહ્યા હતા. સોમવારે 16મી નવેમ્બરે તેઓ 7મી વખત અને સતત 4થી વાર મુખ્યમંત્રી પદના શપથ લેશે. ડેપ્યુટી સીએમના પદને લઈને હજી માડાગાંઠ ચાલુ છે. વિધાનસભા પક્ષના નેતા તરીકે ચૂંટાયા પછી નીતીશકુમારે રાજભવન જઇને સરકાર બનાવવાનો દાવો રજૂ કર્યો હતો. તેમની સાથે જીતનરામ માંઝી, મુકેશ સહાની, સુશીલ મોદી પણ હતા.
સુશીલ મોદી ડેપ્યુટી સીએમ, મુકેશ ચૌધરી અધ્યક્ષ બને તેવી શક્યતા
નીતીશ કુમાર મુખ્યમંત્રી, સુશીલકુમાર મોદી નાયબ મુખ્યમંત્રી અને વિજય કુમાર ચૌધરી વિધાનસભા અધ્યક્ષ હશે, આ ત્રણ નામ નક્કી માનવામાં આવી રહ્યાં છે. બિહાર વિધાનસભા ચૂંટણીમાં ભાજપને એનડીએમાં સૌથી વધુ બેઠકો મળી હતી. જ્યારે જદયુને 43 બેઠક મળી હતી. એનડીએના સાથી વિકાસશીલ ઇન્સાન પાર્ટી અને હમને 4-4 બેઠક મળી હતી. આ બંને પક્ષમાંથી પણ 1-1 પ્રતિનિધિને મંત્રીમંડળમાં સ્થાન આપવામાં આવે તેમ મનાય રહ્યું છે. નીતીશની સાથે 16 મંત્રીઓ પણ શપથ લે તેવી સંભાવના છે.
બેઠકમાં સુપરવાઈઝર તરીકે રાજનાથ સિંહ, બિહારના ભાજપના ચૂંટણી પ્રભારી દેવેન્દ્ર ફડણવીસ અને બિહાર ભાજપના પ્રભારી ભૂપેન્દ્ર યાદવ હાજર રહ્યાં.ડેપ્યુટી સીએમ અંગે હાલ દાવપેચ ફસાયેલો છે. તો આ તરફ નીતિશે બેઠક પછી રાજ્યપાલ ફાગુ ચૌહાણ સાથે મળીને સરકાર બનાવવાનો દાવો રજુ કરી દીધો છે.
અપડેટ્સ..
નીતિશ, સુશીલ અને ચૌધરી તો નક્કી, પણ...
નીતિશ કુમાર મુખ્યમંત્રી, સુશીલ કુમાર મોદી નાયબ મુખ્યમંત્રી અને વિજય કુમાર ચૌધરી વિધાનસભા અધ્યક્ષ હશે, આ ત્રણ નામ નક્કી માનવામાં આવી રહ્યાં છે. નીતિશનું નામ NDA તરફથી, સુશીલ કુમાર મોદી અને ચૌધરીનું નામ નીતિશ તરફથી સામે આવી રહ્યું છે. પણ બેઠકમાં ભાજપના ડેપ્યુટી સીએમ અંગે કોઈ નવું સ્ટેન્ડ પણ સામે આવી શકે છે.
નીતિશ તેમના ડેપ્યુટી સુશીલ કુમાર મોદીને કાયમ રાખવા માટે જીદે ચડ્યાં છે, પણ આ અંગે ભાજપમાં બે નવા ચહેરાઓની ચર્ચા ચાલી રહી છે. ચર્ચા તો એવી પણ છે કે ભાજપ બે ડેપ્યુટી સીએમ ઈચ્છી રહી છે. બીજી બાજુ, NDA નેતાઓને મહાગઠબંધન તરફથી અમને પ્રમુખ જીતનરામ માંઝી અને VIP પ્રમુખ મુકેશ સહનીને નાયબ મુખ્યમંત્રી પદની ઓફર હોવાની પણ માહિતી છે. જેની સ્થિતિ પણ બેઠકમાં સ્પષ્ટ થઈ જશે.
પોઝિટિવઃ- આજે તમે કોઇ વિશેષ વસ્તુ પ્રાપ્ત કરવા માટે મહેનત કરશો. ઘરમાં કોઇ નવી વસ્તુની ખરીદદારી પણ શક્ય છે. કોઇ સંબંધીની પરેશાનીમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકો...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.