સોનાની ખાણ:બિહારમાં સોનાનો દેશનો સૌથી મોટો ભંડાર મળ્યો

પટણાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસવીર
  • જમુઈમાં 22 કરોડ ટન કાચું સોનું

બિહાર સરકારે જમુઈ જિલ્લામાં દેશના સૌથી મોટા સોના ભંડારમાં ખનન કરવાની મંજૂરી આપવાનો નિર્ણય કર્યો છે. એક વરિષ્ઠ અધિકારીએ શનિવારે આ માહિતી આપતા કહ્યું કે, જિયોલોજિકલ સરવે ઓફ ઈન્ડિયાના મતે જમુઈ જિલ્લામાં 37.6 ટન ખનીજયુક્ત કાચા સોનાના 22.28 કરોડ ટન સોનાના ભંડાર મોજુદ છે.

એડિશનલ ચીફ સેક્રેટરી અને આસિસ્ટન્ટ માઈન્સ કમિશનર હરજોત કૌર બમ્હરાએ કહ્યું કે, બિહારનો ખાણ વિભાગ જમુઈમાં સોનાના ભંડારની શોધ માટે જીએસઆઈ અને રાષ્ટ્રીય ખનીજ વિકાસ નિગમ સહિત સંશોધન કરતી એજન્સીઓ સાથે ચર્ચાવિમર્શ કરી રહ્યો છે.

જીએસઆઈના વિવિધ તારણો પછી આ પ્રક્રિયા શરૂ કરાઈ છે, જેમાં જમુઈ જિલ્લાના કરમાટિયા, ઝાઝા અને સોના જેવા ક્ષેત્રોમાં સોનાની હાજરીના પુરાવા મળ્યા હતા. હવે બિહાર સરકાર એક મહિનાની અંદર ત્રણ તબક્કામાં સંશોધન માટે કેન્દ્રીય એજન્સીઓ સાથે એક સમજૂતી કરશે.

ટૂંક સમયમાં ખોદકામ શરૂ કરવામાં આવશે
આ અંગે કેન્દ્રીય ખાણ મંત્રી પ્રહલાદ જોશીએ ગયા વર્ષે લોકસભામાં કહ્યું એક લેખિત જવાબમાં તેમણે કહ્યું હતું કે, બિહારમાં 22.28 કરોડ ટન સોનુ છે, જે દેશના કુલ સોના ભંડારના 44% જેટલું છે. કાચા સોનાના કુલ સ્રોત 654.74 ટન તેમજ સોનાની ધાતુ 50.18 કરોડ ટન હોવાનું અનુમાન છે.

અન્ય સમાચારો પણ છે...