તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • If The Girl Fell Unconscious Twice Before The Investigation Of Kovid, People Took Care Of Her, After The Positive Report Came, No One Was Ready To Touch Her.

મોતનો ડર:છોકરી કોવિડની તપાસ પહેલા 2 વખત બેભાન થઈને પડી તો લોકોએ સંભાળી, પોઝિટિવ રિપોર્ટ આવ્યા પછી કોઈ અડવા પણ તૈયાર નહિ

પટના2 મહિનો પહેલા
  • કૉપી લિંક
ખગોલ PHCમાં છોકરીને જેવી એ વાતની જાણ કરવામાં આવી કે તે કોરોના પોઝિટિવ છે, તે બેભાન થઈ પડી ગઈ. - Divya Bhaskar
ખગોલ PHCમાં છોકરીને જેવી એ વાતની જાણ કરવામાં આવી કે તે કોરોના પોઝિટિવ છે, તે બેભાન થઈ પડી ગઈ.
  • છોકરીને ઉભી કરીને હોસ્પિટલમાં લઈ જવા માટે કોઈ કર્મચારીઓ પણ આગળ આવ્યા ન હતા
  • છોકરી સવારે 9 વાગ્યાથી જ PHC પરિસરમાં પોતાનો કોવિડ ટેસ્ટ કરાવવા માટે ઉભી હતી

બિહારના પટનાના ખગોલ PHCમાં સોમવારે એક ખૂબ જ ડરાવનારી તસ્વીર પ્રકાશમાં આવી છે. ખગોલના જ સૈદપુરની એક કોરોના સંક્રમિત છોકરી હોસ્પિટલમાં જ બેભાન થઈને ત્રણ-ત્રણ વખત પડી ગઈ હતી. જ્યારે તે ત્રીજી વખત પડી તો તેને ઉભી કરવા માટે પણ કોઈ આવ્યું ન હતું. આવું એટલા માટે બન્યું કે ત્યાં સુધીમાં તેનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવી ગયો હતો. છોકરી લગભગ એક કલાક સુધી હોસ્પિટલમાં બેભાન સ્થિતિમાં પડી રહી હતી. જોકે આ દરમિયાન કોઈ તેને ઉઠાવવા આવ્યું ન હતું. હોસ્પિટલનો કોઈ કર્મચારી પણ નહી. લગભગ એક કલાક પછી તેનો પરિવાર આવ્યો અને તેને લઈ ગયો.

છોકરી સવારે 9 વાગ્યાથી જ PHC પરિસરમાં પોતાનો કોવિડ ટેસ્ટ કરાવવા માટે ઉભી હતી. ટેસ્ટ કરાવનારાઓની લાઈન ખૂબ લાંબી હતી. તાપ ખૂબ હતો. છોકરી બેભાન થઈ ગઈ અને પડી ગઈ. ત્યાં હાજર લોકોએ તેના ચહેરા પર પાણી નાંખીને તેને ઉઠાવી. પછીથી તે ફરીથી લાઈનમાં ઉભી રહી ગઈ.

થોડી વાર પછી તે ફરીથી પડી ગઈ. લોકોએ તેને ફરીથી ઉઠાવી અને છાયડાવાળી જગ્યાએ બેસાડી દીધી. આ દરમિયાન કેટલાક લોકોએ તપાસ કરવામાં લાગેલા સ્વાસ્થ્ય ક્રર્મચારીઓને છોકરીની તપાસ પહેલા કરવાનો આગ્રહ કર્યો. છોકરીનું સેમ્પલ લેવામાં આવ્યું. થોડીવારમાં રિપોર્ટ પણ આવી ગયો. તે પોઝિટિવ આવી. છોકરીને આ અંગે માહિતી આપતાની સાથે જ તે ફરીથી બેભાન થઈને પડી ગઈ. આ વખતે તેને કોઈ ઉભુ કરવા આવ્યું ન હતું.

ત્યાં ઉભેલા લોકો તેનાથી અંતર બનાવીને ઉભા રહી ગયા. લોકોએ હોસ્પિટલના કર્મચારીઓને પણ આગ્રહ કર્યો કે છોકરીને ઉઠાવીને હોસ્પિટલની અંદર લઈ જવામાં આવે, જોકે તેને ઉભી કરવા કોઈ કર્મચારીઓ આવ્યા ન હતા. તે લગભગ એક કલાક સુધી હોસ્પિટલના કેમ્પસમાં બેભાન પડી રહી હતી. આ દરમિયાન છોકરીના પરિવારના સભ્યો આવી ગયા અને તેને લઈ ગયા.

અન્ય સમાચારો પણ છે...