• Gujarati News
  • National
  • Bihar Chief Minister Calls A Meeting Of Party MLAs MPs, Bans Talking To Media And Carrying Phones

આજે 2 વાગે શપથ લેશે નીતિશ:7 પક્ષના 164 ધારાસભ્યનું સમર્થન હોવાનો દાવો; RJDને નાયબ મુખ્યમંત્રીનું પદ મળી શકે છે

પટના2 મહિનો પહેલાલેખક: પટનાથી બ્રીજમ, પ્રણય, શંભુ
  • લાલુની પુત્રીએ કહ્યું- રાજતિલકની કરો તૈયારી, આવી રહ્યા છે લાલટેનધારી
  • ​​​​​​રાજીનામુ આપ્યા પછી ​રાજભવનથી સીધા રાબડીના ઘરે મળવા પહોંચ્યા હતા

બિહારમાં JDU અને BJPનું ગઠબંધન 5 વર્ષ પછી ફરી તૂટી ગયા બાદ નવી સરકારની રચના માટે હવે ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે. બુધવારે સાંજે 2 વાગે નીતિશ કુમાર ફરી વખત મુખ્યમંત્રી તરીકે શપથ ગ્રહણ કરશે. RJD નેતા તેજસ્વી યાદવ અને તેમના પત્ની રાજશ્રીનું નામ નાયબ મુખ્યમંત્રી પદ માટે ચર્ચામાં છે. મંગળવારે સાંજે નીતિશ કુમારે રાજ્યપાલ ફાગૂ ચૌહાણને 7 પક્ષના 164 ધારાસભ્યનું સમર્થનનો દાવો કરતો પત્ર સોંપ્યો હતો. આ પ્રસંગે તેજસ્વી યાદવ પણ તેમની સાથે રાજભવનમાં ઉપસ્થિત હતા.

દરમિયાન તેજસ્વીએ કહ્યું હતુ કે ભાજપનું કોઈ ગઠબંધન સહયોગી નથી. ઈતિહાસ દર્શાવે છે કે ભાજપ એવા પક્ષોને નષ્ટ કરી દે છે કે જેમની સાથે તેઓ ગઠબંધન કરે છે. અમે જોયુ છે કે પંજાબ તથા મહારાષ્ટ્રમાં શું થયું.

160 ધારાસભ્યોનું સમર્થન દર્શાવતો પત્ર રજૂ કર્યો
CM નીતીશ કુમારે મંગળવારે સાંજે 4 વાગે રાજ્યપાલ ફાગુ ચૌહાણને તેમનું રાજીનામું આપી દીધું છે. નીતીશે તુરંત જ નવી સરકાર બનાવવાનો દાવો પણ રજૂ કરી દીધો છે. તેમની પાસે કુલ 164 ધારાસભ્યોનો સપોર્ટ છે. પહેલીવાર નીતીશે રાજ્યપાલને 160 ધારાસભ્યોનું સમર્થન દર્શાવતો પત્ર રજૂ કર્યો હતો.

મુખ્યમંત્રી આવાસ પર JDUના સાંસદો અને ધારાસભ્યોની મીટિંગમાં ગઠબંધન તૂટવાની જાહેરાત કરવામાં આવી હતી. સૂત્રોના જણાવ્યા પ્રમાણે JDUની મીટિંગમાં નીતીશ કુમારે કહ્યું હતું કે, ભાજપ હંમેશા અમને નબળી કરવાનો પ્રયત્ન કરતી હતી. ભાજપે મને ઘણીવાર અપમાનીત કર્યો. 2013થી લઈને અત્યાર સુધી ભાજપે અમને માત્ર દગો જ આપ્યો છે.

JDU મીટિંગ પછી નીતીશ કુમાર સીધા રાજભવન પહોંચ્યા હતા. જ્યાં તેમણે રાજીનામુ રાજ્યપાલ ફાગુ ચૌહાણને સોંપ્યું છે. નીતીશે આ સાથે જ સરકાર બનાવવાનો દાવો કર્યો છે. તેમણે 164 ધારાસભ્યોનો સમર્થન પત્ર રાજ્યપાલને સોંપ્યો છે.

રાજભવનની બહાર પત્રકારો સાથે વાત કરતા નીતીશ કુમારે કહ્યું કે તમામ ધારાસભ્યો અને સાંસદોએ એક સ્વરમાં એનડીએ ગઠબંધનમાંથી બહાર રહેવાનું સૂચન કર્યું હતું, ત્યારબાદ મેં રાજીનામું આપ્યું છે.

બિહારમાં 5 વર્ષ બાદ નીતીશ કુમારની પાર્ટી JDU અને BJP વચ્ચેનું ગઠબંધન તૂટ્યું છે. નીતીશ કુમાર રાજ્યપાલ ફાગુ સિંહને મળવા રાજભવન પહોચી ગયા હતા.​​​​​​સૂત્રોના જણાવ્યા પ્રમાણે જેડીયુની બેઠકમાં નીતિશ કુમારે કહ્યું કે ભાજપે હંમેશા અમને નબળા પાડવાનો પ્રયાસ કર્યો છે. ભાજપે મારું અપમાન કર્યું છે. 2013થી અત્યાર સુધી ભાજપે માત્ર છેતરપિંડી જ કરી છે.

મુખ્યમંત્રી નિવાસસ્થાને જેડીયુના સાંસદો અને ધારાસભ્યોની બેઠકમાં આ જાહેરાત કરવામાં આવી છે. કોંગ્રેસના ધારાસભ્ય શકીલ અહેમદ ખાને કહ્યું છે કે નીતીશ કુમાર મહાગઠબંધનના મુખ્યમંત્રી હશે. બધું નક્કી થઈ ગયું છે.

લાલુની પુત્રી રોહિણી આચાર્યએ ટ્વીટ કર્યું
લાલુની પુત્રી રોહિણી આચાર્યએ ટ્વીટ કરીને લખ્યું છે કે રાજતિલકની કરો તૈયારી, આવી રહ્યા છે લોલટેનધારી.

નીતીશ જી, આગળ વધો, દેશ તમારી રાહ જોઈ રહ્યો છેઃ ઉપેન્દ્ર કુશવાહા
JD(U)ના નેતા ઉપેન્દ્ર કુશવાહાએ ટ્વિટ કર્યું કે નવા સ્વરૂપમાં નવા ગઠબંધનના નેતૃત્વની જવાબદારી માટે શ્રી નીતીશ કુમારજીને અભિનંદન. નીતીશ જી, આગળ વધો. દેશ તમારી રાહ જોઈ રહ્યો છે. આ ટ્વિટ પરથી લાગે છે કે નીતીશ કુમાર દેશની રાજનીતિ માટે મોખરે રહેશે.

તેજસ્વી યાદવે ગૃહ મંત્રાલયની માગણી કરી
કહેવામાં આવી રહ્યું છે કે નીતીશ કુમારની જેડીયુ અને આરજેડીમાં સરકાર બનાવવાની ફોર્મ્યુલા પર ચર્ચા થઈ રહી છે. આરજેડી નેતા તેજસ્વી યાદવે ગૃહ મંત્રાલયની માગણી કરી છે, સાથે જ તેજ પ્રતાપને પણ સરકારમાં સ્થાન મળી શકે છે.

મુખ્યમંત્રી નિવાસની બહાર સુરક્ષા વધારી દેવામાં આવી છે.
મુખ્યમંત્રી નિવાસની બહાર સુરક્ષા વધારી દેવામાં આવી છે.

મંગળવારે ધારાસભ્યો અને સાંસદોની તાકીદની બેઠક બોલાવવામાં આવી હતી. બેઠકમાં ભાજપ સાથે ગઠબંધન તોડવા અંગે નિર્ણય લેવામાં આવ્યો છે. ધારાસભ્યોને મીડિયા સાથે વાત કરવા અથવા મીટિંગમાં ફોન લઈ જવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો.

રાજકીય ઊથલપાથલનાં મોટાં અપડેટ્સ...

  • મુખ્યમંત્રી નીતીશ કુમારના સત્તાવાર નિવાસસ્થાને JDU ધારાસભ્યો-સાંસદોની બેઠક ચાલી રહી છે. બેઠકમાં પહોંચેલા આરસીપી સિંહના નજીકના સહયોગી શીલા મંડલે કહ્યું હતું કે હું સીએમની સાથે છું.
  • રાબડીના નિવાસસ્થાને આરજેડી નેતાઓની બેઠક યોજાઈ રહી છે. બેઠકમાં કોંગ્રેસ અને ડાબેરી પક્ષોના ધારાસભ્યોને પણ બોલાવવામાં આવ્યા છે. બેઠક માટે પહોંચેલા તમામ નેતાઓના મોબાઈલ ગેટ પર જ જમા કરવામાં આવ્યા હતા.
  • કોંગ્રેસે પ્રદેશ અધ્યક્ષ મદન મોહન ઝાના ઘરે બપોરે 1 વાગ્યે તમામ ધારાસભ્યોની બેઠક બોલાવી છે. કોંગ્રેસે જેડીયુને શરતી સમર્થન જાહેર કર્યું છે.
રાબડી નિવાસસ્થાને બેઠકમાં પહોંચેલા ધારાસભ્યોના ફોન બહાર મૂકવામાં આવ્યા હતા.
રાબડી નિવાસસ્થાને બેઠકમાં પહોંચેલા ધારાસભ્યોના ફોન બહાર મૂકવામાં આવ્યા હતા.
ડાબેરી પક્ષોના ધારાસભ્યો આરજેડીની બેઠકમાં ભાગ લેવા માટે રાબડીના ઘરે પહોંચ્યા હતા.
ડાબેરી પક્ષોના ધારાસભ્યો આરજેડીની બેઠકમાં ભાગ લેવા માટે રાબડીના ઘરે પહોંચ્યા હતા.

શું છે નીતીશનો એક્શન પ્લાન?

1. તમામ ધારાસભ્યો-સાંસદો સાથે બેઠક
શાસક પક્ષ જેડીયુએ પોતાના ધારાસભ્યો અને સાંસદો સાથે બેઠક યોજવાનો નિર્ણય કર્યો હતો. પટનાના મુખ્યપ્રધાનના નિવાસસ્થાને 11 વાગ્યે તમામ ધારાસભ્યો અને સાંસદોને બોલાવવામાં આવ્યા હતા. પ્રથમ રાઉન્ડમાં જેડીયુના તમામ 16 સાંસદ સાથે સીએમ નીતીશ કુમાર એક બેઠક યોજી હતી.

2. બીજા રાઉન્ડની બેઠકમાં NDA અંગે નિર્ણય
બેઠકનો બીજો રાઉન્ડ ફક્ત ધારાસભ્યો સાથે હતો. આ બેઠકમાં બિહારની વર્તમાન રાજકીય સ્થિતિ પર ચર્ચા કરવામાં આવી.આ બેઠકમાં સંગઠનના કેટલાક વરિષ્ઠ નેતાઓને પણ બોલાવવામાં આવ્યા હતા.

3. ફ્લોર ટેસ્ટ માટે તૈયારી
આ બેઠકમાં જો એનડીએમાં ન હોવાની વાત થશે તો આગામી સરકાર કોની સાથે બનાવવી એ નક્કી કરવામાં આવશે. હવે તમામ ધારાસભ્યોને આગામી 72 કલાક સુધી પટનામાં જ રહેવાની સૂચના આપવામાં આવશે, કારણ કે ગઠબંધન તૂટ્યા પછી આગામી ગઠબંધન માટે ફ્લોર ટેસ્ટમાંથી પસાર થવું પડશે. આવી સ્થિતિમાં તમામ ધારાસભ્યો માટે પટનામાં રહેવું ફરજિયાત છે.

4. સરકાર પડી તો ભાજપના મંત્રીઓને બરતરફ કરવામાં આવશે
સૂત્રોના જણાવ્યા અનુસાર, જો નીતીશ કુમાર બિહારમાં એનડીએ ગઠબંધનથી અલગ થવાનો નિર્ણય કરે છે તો ભાજપના ક્વોટાના તમામ મંત્રીઓ કેબિનેટમાંથી બરતરફ કરવામાં આવશે. નીતીશ કુમારે 2013માં પણ આવું જ કર્યું હતું.

છેલ્લા 24 કલાકમાં આવેલાં કેટલાંક વધુ મહત્ત્વનાં નિવેદનો...

જીતનરામ માંઝી, પૂર્વ મુખ્યમંત્રી - બિહારમાં સમીકરણ ગમે તે હોય. અમે નીતીશ કુમારની સાથે મજબૂતીથી ઊભા છીએ.

ભક્ત ચરણદાસ, કોંગ્રેસ પ્રભારી- ભાજપ સામે નીતીશ કુમાર સાથે જવા તૈયાર છીએ. તેજસ્વી યાદવ જે પણ નિર્ણય લેશે અમે તેમની સાથે છીએ.

ઉપેન્દ્ર કુશવાહ, જેડીયુ- બિહારમાં એનડીએ ગઠબંધનમાં બધું બરાબર ચાલી રહ્યું છે. જોકે ભવિષ્યમાં શું થશે એ કોઈ કહી શકતું નથી.

નીતીશની 22 વર્ષની રાજકીય સફર, 7 વાર CM બન્યા

અન્ય સમાચારો પણ છે...