તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • Bihar Assembly Session Update; 13334 People Challan By Nitish Kumar Govt In Just Two Days, But MLA Not Follow The Law

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભાસ્કર એક્સપોઝ:જે બિહાર વિધાનસભાએ દારૂબંધી જેવો કડક કાયદો આપ્યો, ત્યાં કાયદો તોડીને 213 વ્યક્તિ ધૂસી; તેમા મંત્રી અને તેજસ્વી પણ

પટના2 મહિનો પહેલાલેખક: મનીષ મિશ્રા
  • કૉપી લિંક
બિહાર વિધાનસભામાં બુધવારે નંબર વગરની કાર આવી હતી, પરંતુ પોલીસે તેને જવા દીધી હતી. - Divya Bhaskar
બિહાર વિધાનસભામાં બુધવારે નંબર વગરની કાર આવી હતી, પરંતુ પોલીસે તેને જવા દીધી હતી.

બિહાર માટે જેઓના માથે કાયદો બનાવવાની જવાબદારી છે તેઓ જ નિયમને તોડીને વિધાનસભાની કાર્યવાહીમાં સામેલ થવા માટે આવી રહ્યા છે. જે સદને દારૂબંધી જેવો કડક કાયદો આપ્યો, ત્યાં બુધવારે સ્પીકરની ચૂંટણી માટે પ્રોટેમ સ્પીકર સહિતના 241 ધારાસભ્યો (243માંથી 2 ગેરહારજ રહ્યા)માંથી 213 ધારાસભ્ય MV એક્ટ (મોટર વ્હીકલ એક્ટ) તોડીને આવ્યા.

નિયમ તોડનારમાં મંત્રી પણ સામેલ હતા અને નિયમ પાલન સામે અવાજ ઉઠાવી શકે તે તેજસ્વી યાદવ પણ હતા. બસ, મુખ્યમંત્રીની કારની એન્ટ્રી નિયમો મુજબ થઈ. MV એક્ટ મુજબ કારની બહારની ડિઝાઈનમાં કોઈ ફેરફાર ન કરી શકાય, બંપર ક્રેશ ગાર્ડ પણ ન લગાવી શકાય. સીટ બેલ્ટ જરૂરી છે. કાચને બ્લેક ન રાખી શકાય. સ્ટાઈલિશ નંબર પ્લેટ પણ ન લગાવી શકાય. નંબર વગરની ગાડી પણ રોડ પર ન દોડી શકે. નવી સરકારે કોવિડ ગાઈડલાઈન મુજબ માત્ર બે દિવસમાં 13 હજાર 334 લોકોને દંડ કર્યો તેમાં મોટા ભાગનાઓએ માસ્ક અને સોશિયલ ડિસ્ટેંસિંગનું પાનલ કર્યું ન હતું.

48 નેતાઓએ નંબર પ્લેટનો નિયમ તોડ્યો
સુપ્રીમ કોર્ટની વારંવાર ટકોર બાદ બિહારમાં એપ્રિલ 2012થી સ્ટાઈલિશ નંબર પ્લેટ વાળી ગાડી પર 2500 રૂપિયાનો દંડ કરાય છે. હાઈ સિક્યોરિટી રજિસ્ટ્રેશન પ્લેટ જરૂરી છે. પરંતુ બુધવારે 48 ધારાસભ્યોની ગાડીમાં હાઈ સિક્યોરીટી પ્લેટ ન હતી. તેમા મંત્રીની ગાડીઓ પણ હતી અને વિપક્ષમાં સૌથી મોટા નેતા તેજસ્વી યાદવની ગાડી પણ સામલ હતી.

નંબર વગરના સ્કોર્પિયોને પણ ન રોકાયો
એક ધારાસભ્ય સવારે 9.50 વાગ્યે નંબર પ્લેટ વગરની સ્કોર્પિયો ગાડી લઈને વિધાનસભા પહોંચ્યા હતા. મોટર અધિનિયમ 2019ની કલમ 41 મુજબ નંબર વગરની ગાડી રસ્તા પર નિકળી શકે નહીં. 11 વાગ્યા સુધી આવી બે ગાડી ભાસ્કર ટીમે વિધાનસભા પરિસરમાં દેખાઈ હતી.

બ્લક ફિલ્મ વાળી (કાચ ટ્રાન્સપરન્ટ ન હોય તેવી) કાર પણ આવી
કારમાં બ્લેક ફિલ્મ લગાવવી ગેરકાયદેસર છે. તે અંતર્ગત 100/2 મોટર એક્ટ 177 મુજબ 500 રૂપિયા દંડ થાય છે. બુધવારે બ્લેક ફિલ્મ વાળી BR09R1050 અને WB10A4315 એમ બે કાર વિધાનસભા પહોંચી હતી, જેના પર પોલીસે ધ્યાન ન આપ્યું.

બંપર ક્રેશ ગાર્ડ માત્ર 30 કારમાં ન હતા, બાકીનાઓએ નિયમ તોડ્યા
મોટર એક્ટ 1988ના સક્શન 190-191 મુજબ કોઈ કારમાં ક્રેશ ગાર્ડ અને બુલ બાર લગાવી શકાશે નહીં. પરંતુ બુધવારે CM નીતીશ કુમાર સહિત 30 કાર એવી હતી જેમા બંપર ક્રેશ ગાર્ડ ન હતા. મોટાભાગની કારમાં આગળ-પાછળ ક્રેશ ગાર્ડ લાગેલ હતા.

19 કારમાં આગળની સીટ પર બેસેલા વ્યક્તિએ સીટ બેલ્ટ લગાવ્યું ન હતું
19 કાર એવી જોવી મળી જેમાં આગળ બેસેલા વ્યક્તિએ સીટ બેલ્ટ લગાવ્યો ન હતો. આ કારમાં ડ્રાઈવિંગ કરનાર વ્યક્તિએ પણ સીટ બેલ્ટ લગાવ્યો ન હતો. સીટ બેલ્ટ ન લગાવવા બદલ 500 રૂપિયાનો દંડ છે.

બે દિવસમાં 13 હજાર 334 લોકોને કોવિડ ફાઈન, અહીં 19 કારમાં લોકો માસ્ક વગર આવ્યા
નવી સરકાર કોરોનાના સંક્રમણને રોકવા માટે માસ્ક અને સોશિયલ ડિસ્ટેસિંગનું પાલન કરાવી રહી છે. બે દિવસમાં બે દિવસમાં 13 હજાર 334 લોકોને દંડ ફટકારાયો છે. તેમા 6 લાખ 66 હજાર 700નો દંડ વસુલાયો છે. પરંતુ વધાનસભામાં આવેલી 19 કારમાં લોકો માસ્ક વગર આવ્યા હતા. પરંતુ પોલીસે તેઓને રોક્યા ન હતા.

(અમિત જયસવાલના ઈનપુટ સાથે)

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કાર્ય સંપન્ન થશે. કોઇ વિશ્વસનીય વ્યક્તિની સલાહ અને સહયોગથી તમારું આત્મબળ અને આત્મવિશ્વાસ વધશે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘરમાં સુખનું વાતાવરણ પણ રહેશે....

વધુ વાંચો

Open Divya Bhaskar in...
  • Divya Bhaskar App
  • BrowserBrowser