તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • Bihar Assembly Elections: The Average Farmer's Monthly Income Is 3500 But The Leader Who Considers Himself A Farmer Is A Millionaire

બિહાર વિધાનસભા ચૂંટણી:સામાન્ય ખેડૂતની માસિક આવક 3500 પણ પોતાને ખેડૂત ગણાવતા નેતા કરોડપતિ

પટણા10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 5 રાજ્યમાં ખેડૂતોની આવક સરેરાશથી પણ ઓછી

ખેડૂતોની માસિક આવક અંગેના નેશનલ સેમ્પલ સરવે ઓફિસ (એનએસએસઓ)ના વર્ષ 2012-13ના સર્વેક્ષણ મુજબ બિહારના ખેડૂતોની સરેરાશ માસિક આવક માત્ર 3,558 રૂ. છે જ્યારે રાષ્ટ્રીય સરેરાશ 6,426 રૂ. છે. બિહાર-ઝારખંડ સહિત 5 રાજ્ય એવાં છે કે જ્યાં ખેડૂતોની આવક રાષ્ટ્રીય સરેરાશથી ઓછી છે. પંજાબના ખેડૂતોની આવક સૌથી વધુ 18,059 રૂ. છે.

પ્રથમ તબક્કામાં 1,065 ઉમેદવાર મેદાનમાં છે. ઉમેદવારોની એફિડેવિટથી સામે આવ્યું કે 42 ઉમેદવાર વ્યવસાયે ખેડૂત છે. અન્ય 93 ઉમેદવારે અન્ય વ્યવસાય સાથે ખેતીને પણ વ્યવસાય તરીકે દર્શાવી છે. ખેતી કરતા 42 ઉમેદવારમાંથી ખેતીની સૌથી વધુ 29.39 એકર જમીન ઔરંગાબાદના ભાજપના ઉમેદવાર રામાધાર સિંહ પાસે છે.

કોંગ્રેસના જમાલપુરના ઉમેદવાર અજયસિંહ 27.75 એકર જમીન સાથે બીજા ક્રમે અને મોકામાના જદયુના ઉમેદવાર રાજીવ લોચન નારાયણ સિંહ 22.5 એકર જમીન સાથે ત્રીજા ક્રમે છે. બીજી તરફ બે ઉમેદવાર તબરેજ અન્સારી તથા રાકેશ સિંહનો વ્યવસાય ખેતી છે પણ તેમની પાસે જમીન જ નથી. કોઇ સ્થાવર મિલકત પણ નથી. 42 ઉમેદવાર પાસે સરેરાશ ખેતીલાયક જમીન 4.47 એકર છે પણ સરેરાશ સંપત્તિ 1.25 કરોડ રૂ. છે. અતરીના રાલોસપાના ઉમેદવાર અજય સિન્હાની સંપત્તિ સૌથી વધુ 9,09,72,000 રૂ. છે.

બિહારના ત્રણ ધનિક ખેડૂત નેતા

નેતાકુલ સંપત્તિ રૂપિયામાં
રાજીવ લોચન મોકામા, જદયુ9,09,72,000
અજય સિન્હા અતરી, રાલોસપા6,75,45,000
રામાધાર સિંહ ઔરંગાબાદ, ભાજપ4,89,65,599

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે કોઇ સમાજ સેવા કરતી સંસ્થા કે કોઇ પ્રિય મિત્રની મદદમાં સમય પસાર થશે. ધાર્મિક તથા આધ્યાત્મિક કાર્યોમાં પણ તમારો રસ જળવાશે. યુવા વર્ગ પોતાની મહેતન પ્રમાણે શુભ પરિણામ પ્રાપ્ત કરશે. તમારા લક્...

વધુ વાંચો