તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Bihar Ara Bag Trader Murder 10 Including Notorious Khurshid Qureshi Hanged Imran Khan Was Murdered

બેગ વેપારીની હત્યા:ગેંગસ્ટર ખુર્શીદ કુરૈશી સહિત 10ને ફાંસીની સજા, ડિસેમ્બર 2018ના રોજ ઈમરાનની થઈ હતી હત્યા

3 મહિનો પહેલા
  • કૉપી લિંક
10 આરોપીઓને ફાંસીની સાથે આર્થિક દંડ પણ કરાયો - Divya Bhaskar
10 આરોપીઓને ફાંસીની સાથે આર્થિક દંડ પણ કરાયો

બિહારના આરામાં ચર્ચિત બેગ વેપારી ઈમરાન ખાન હત્યાકાંડમાં કોર્ટે આજે ચુકાદો આપી દીધો છે. એડીજે-9 મનોજ કુમારની કોર્ટે કુખ્યાત ખુર્શીદ કુરૈશી સહિત 10 આરોપીઓને ફાંસીની સજા આપી છે. કોર્ટે દરેક આરોપીને એક લાખનો આર્થિક દંડ પણ આપ્યો છે. કોર્ટની સુનાવણી સિવિલ કોર્ટના વીસી રુમમાં વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા કરવામાં આવી છે.

ફાંસીની સજા સાથે કોર્ટે 1 લાખનો દંડ પણ કર્યો
કોર્ટમાં સુનાવણી દરમિયાન બચાવ પક્ષના વકિલ ભુનેશ્વર તિવારી, અમિત કુમાર ગુપ્તા, શિવજી સિંહ અને પબ્લિક પ્રોસીક્યુર નાગેન્દ્ર સિંહ પણ હાજર રહ્યા હતા. આ હત્યાકાંડ 6 ડિસેમ્બર 2018ના રોજ થયો હતો. ત્યારે ખૂબ જ ભીડવાળા વિસ્તાર ધર્મન ચોકની પાસે બેગ અને બેલ્ટના વેપારી ઈમરાનની ધોળે દિવસે ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. તે દરમિયાન બેગ વેપારીનું મોત ઘટના સ્થળે જ થઈ ગયું હતું.

ધોળા દિવસે ફાયરિંગના કારણે આખું શહેર ધ્રૂજી ઉઠ્યું હતું.
ધોળા દિવસે ફાયરિંગના કારણે આખું શહેર ધ્રૂજી ઉઠ્યું હતું.

આ ઘટના ત્યારે થઈ હતી જ્યારે ઈમરાન અને તેનો ભાઈ અકીલ ધર્મન ચોકમાં આવેલી તેમની દુકાન પર બેઠા હતા. તે સમયે જ આરોપીઓએ ખૂબ નજીકથી એક ડઝલ જેટલી ગોળીઓ તેમને મારી દીધી હતી. આ ઘટનામાં ઈમરાનના ભાઈ અને બાજુમાં કામ કરતાં એસએનએલના એક કર્મચારીને પણ ગોળી વાગી હતી. ધોળા દિવસે ફાયરિંગના કારણે આખું શહેર ધ્રૂજી ઉઠ્યું હતું.

હત્યાનું કારણ શું હતું?
ફાયરિંગમાં ઈમરાનનું મોત થયું હતું અને બે લોકો ઘાયલ થયા હતા. પ્રાથમિક તપાસમાં એવું કહેવામાં આવ્યું હતું કે, આરોપીઓએ ઈમરાન પાસેથી રૂ. 10 લાખની ખંડણી માંગી હતી. ઈમરાને પૈસા આપવાનો ઈનકાર કર્યો હોવાથી તેના પર ફાયરિંગ કરવામાં આવ્યું હતું.
જ્યારે હકીકતમાં આરા શહેરના મુખ્ય ચાર રસ્તા પર આવેલા એક મોટા માર્કેટ પર કબજો કરી લેવાની વાતે સમગ્ર વિવાદ થયો હતો અને તેના કારણે ઈમરાનની હત્યા કરવામાં આવી હતી. ખુર્શીદ કુરૈશી પર ગેરકાયદેસર રીતે માર્કેટ પર કબજો કરવાનો આરોપ લગાવવામાં આવ્યો હતો.

આરોપીઓ પર કઈ કલમ લગાવવામાં આવી
બંને પક્ષોની સુનાવણી પછી જસ્ટિસ મનોજ કુમારે કલમ 387/34, 302/34, 307/34,120 (B) અને 27 આર્મ્સ એક્ટ અંતર્ગત ખુર્શીદ કુરૈશી, તેના ભાઈ અબ્દુલા કુરૈશી, નજીરગંજના રાજુ ખાન, રૌજા મોહલ્લાના અનવર કુરૈશી, મિલ્કી મોહલ્લાના અહમદ મિયાં, ખેતવાડી મોહલ્લાના બબલી મિયાં, તૌશિફ આલમ અને ફુચન ઉર્ફે ફુકન મિયાં, રોજાના ગુડ્ડુ મિયાં અને અબરપુલ મોહલ્લાના શમશેર મિયાંને દોષિત જાહેર કરવામાં આવ્યા છે. દરેકને ફાંસીની સજા આપવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...