• Gujarati News
  • National
  • Big Announcement Of BJP In Rajasthan: Not Vasundhara But The Party Will Enter The Election Field In The Face Of Modi

ભાસ્કર LIVE અપડેટ્સ:ઓસ્ટ્રેલિયામાં પ્રધાનમંત્રી સ્કોટ મોરિસન ચૂંટણી હાર્યા, લેબર પાર્ટીના એન્થની અલ્બનીઝ નવા PM બનશે

નવી દિલ્હીએક મહિનો પહેલા
  • કૉપી લિંક

ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન સ્કોટ મોરિસન ચૂંટણી હારી ગયા છે. ચૂંટણીમાં જીત નોંધાવનાર લેબર પાર્ટીના એન્થની અલ્બનીઝ હવે ઓસ્ટ્રેલિયાના નવા વડાપ્રધાન બનશે. ચૂંટણી પરિણામ આવ્યા બાદ મોરિસને કહ્યું કે લિબરલ પાર્ટીના નેતા તરીકે રાજીનામુ આપશે. તેમણે કહ્યું કે મારી પાર્ટીની હાર માટે હું જવાબદારી સ્વીકારું છું.

આસામમાં ગુસ્સે ભરાયેલી ભીડે પોલીસ સ્ટેશનને આગ લગાડી દીધી

​​​​​​​આસામના નાગાંવના બટાડરાવામાં ગુસ્સે ભરાયેલી ભીડે શનિવારે એક પોલીસ સ્ટેશનને આગ લગાડી દીધી હતી. હકીકતમાં આ વિસ્તારમાં પોલીસે માછલીના કારોબાર સાથે સંકળાયેલ એક વેપારીને અટકમાં લીધો હતો. તેની પાસેથી રૂપિયા 10 હજાર લાંચની માગ કરવામાં આવી હતી. બાદમાં તેનું મોત નિપજ્યું હતું. પોલીસ પર વેપારીને પ્રતાડિત કરવાનો આરોપ છે. તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ તેનું મોત થયું હતું.

હરિયાણાના પૂર્વ CM ઓમપ્રકાશ ચૌટાલા દોષી
આવકથી વધારે સંપત્તિના કેસમાં હરિયાણાના પૂર્વ CM ઓમપ્રકાશ ચૌટાલા દોષી જાહેર થયા છે. કોર્ટ 26 મે ના રોજ ચુકાદો સંભળાવશે. દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટે બે દિવસ પહેલા આ કેસમાં બન્ને પક્ષની દલિલ સાંભળ્યા બાદ ચુકાદાના સુરક્ષિત રાખ્યો હતો.

CBIએ 26 માર્ચ 201માં પૂર્વ CM ઓમપ્રકાશ ચૌટાલા સામે કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરી હતી. જેમા કહેવાયું હતું કે ચૌટાલાએ 1993થી 2006 વચ્ચે તેમણે તેમની કાયદેસરની આવક કરતા 6.09 કરોડની સંપત્તિ વધારે ભેગી કરી હતી.

NSE કો-લોકેશન કેસમાં CBIએ 10 જગ્યાએ દરોડા પાડ્યા
CBIએ નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE)કો-લોકેશન કેસમાં મની લોંડ્રિંગની તપાસ અંતર્ગત આજે ઘણી જગ્યાએ દરોડા પાડ્યા છે. CBIએ દિલ્હી, મુંબઈ, કોલકાતા, ગાંધીનગર, નોઈડા અને ગુરુગ્રામ સહિત 10થી વધારે સ્થળો પર તપાસ કરી છે. વર્ષ 2015માં એક વ્હિસલબ્લોઅરે માર્કેટ રેગ્યુલેટર SEBIને કો-લોકેશન સ્કેમની ફરિયાદ કરી હતી.

રાજસ્થાનમાં ભાજપની મોટી જાહેરાત- વસુંધરા નહીં પણ મોદીના ચહેરા સાથે પાર્ટી ચૂંટણી મેદાનમાં ઉતરશે

રાજસ્થાનમાં આવતા વર્ષે યોજાનારી વિધાનસભા ચૂંટણીમાં પૂર્વ મુખ્યમંત્રી વસુંધરા રાજે સિંધિયા ભાજપનો ચહેરો નહીં હોય. પાર્ટી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ચહેરા પર ચૂંટણી મેદાનમાં ઉતરશે. રાજસ્થાનમાં પાર્ટી અધ્યક્ષ સતીશ પુનિયાએ શનિવારે આ જાણકારી આપી છે. પાર્ટીમાં ચાલી રહેલા જૂથવાદને જોતા મોદીના ચહેરા પર ચૂંટણી લડવાની જાહેરાત કરવામાં આવી છે.

આજના મોટા સમાચાર...

નવાબ મલિક અને દાઉદની બહેન વચ્ચે મુલાકાત થઈ હતી, અંડરવર્લ્ડ સાથે જોડાયેલા ઘણા લોકો સાથે સંબંધો હતા અંડરવર્લ્ડ ડોન 'દાઉદ' ઈબ્રાહિમની બહેન હસીના પારકર પાસેથી જમીન ખરીદવાના આરોપમાં રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના વરિષ્ઠ નેતા નવાબ મલિક પર મુશ્કેલીઓ વધી શકે છે. મની લોન્ડરિંગ કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ની ચાર્જશીટમાં નવાબ મલિક અને તેનો ભાઈ અસલમ મલિક, દાઉદ ઈબ્રાહિમની બહેન હસીના પારકર અને 1993ના મુંબઈ સિરિયલ બ્લાસ્ટના ગુનેગાર સરદાર ખાન વચ્ચે કુર્લામાં ગોવાવાલા કોમ્પ્લેક્સ અંગે અનેકવાર બેઠકો યોજાઈ હતી.

અન્ય સમાચારો પણ છે...