અમેરિકાના રાષ્ટ્રપતિ સાઈકલ પરથી પડી ગયા, જુઓ VIDEO:બાઈડન ઊભા થયા અને કહ્યું- મને સારું છે, સાઈકલના પેડલમાં બુટ ફસાઈ ગયું હતું

વોશિંગ્ટન18 દિવસ પહેલા
  • આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.

અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડન શનિવારે સાઇકલ પરથી પડી ગયા હતા. બાઈડન સાયકલ ચલાવી રહ્યા હતા ત્યારે ઉભા રહેવા દરમિયાન તેમણે પોતાનું બેલેન્સ ગુમાવ્યું હતુ અને તેઓ સાયકલ સાથે નીચે પડી ગયા હતા. તેમની સાથે રહેલા સુરક્ષા કર્મચારીઓએ તેમને ઉભા કરવામાં મદદ કરી હતી. ખરેખમાં, તેમના બાઇકિંગ બુટ સાઇકલના પેડલમાં ફસાઈ ગયું હતું, જેના કારણે બાઈડને બેલેન્સ ગુમાવ્યું હતું. ઉભા થયા પછી બાઈડને કહ્યું - 'મને સારું છે.'

બાદમાં વ્હાઇટ હાઉસના એક અધિકારીએ જણાવ્યું કે, જેમ કે રાષ્ટ્રપતિએ કહ્યું હતુ કે ઉતરતી વખતે તેમનું બુટ સાઇકલના પેડલમાં ફસાઇ ગયું હતુ, જેના કારણે તેમણે પોતાનું બેલેન્સ ગુમાવ્યું હતુ. બાઈડનને સારું છે. તેમને કોઈ તબીબી સારવારની જરૂર નથી. બાઈડન પોતાના પરિવારની સાથે રહેશે. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.

સવારે મોર્નિંગ વોક માટે નીકળ્યા હતા બાઈડન
79 વર્ષીય રાષ્ટ્રપતિ બાઈડન અને તેમની પત્ની જીલ બાઈડન સવારે મોર્નિંગ વોક માટે સાઇકલ પર ફરવા નીકળ્યા હતા અને તેઓ પોતાના શુભેચ્છકોને મળવા માટે જઈ રહ્યા હતા. હેલ્મેટ પહેરેલા બાઈડને સાયકલ પરથી ઉતરવાનો પ્રયાસ કરતા સમયે તેમનું બુટ પેંડલમાં ફસાઈ ગયું હતુ અને તેમણે બેલેન્સ ગુમાવતા તેઓ નીચે પડી ગયા હતા.

બાઈડન સાયકલ સાથે નીચે પડી ગયા હતા.
બાઈડન સાયકલ સાથે નીચે પડી ગયા હતા.

બાઈડેન હાલના દિવસોમાં યુએસના ડેલાવેયરમાં રજાઓ મનાવી રહ્યા છે. તેઓ અહીં તેમની પત્ની સાથે રેહોબોથ બીચ પર લગ્નની એનિવર્સરી મનાવવા આવ્યા છે. બાઈડન પત્ની જીલ બાઈડન સાથે સેવન બીચ નજીક સ્ટેટ પાર્કમાં સાયકલ ચલાવી રહ્યા હતા.

બાઈડન ગયા મહિને વિમાનની સીડી પર પડતાં-પડતા બચી ગયા હતા
ગયા મહિને, બાઈડન તેના સત્તાવાર વિમાન એર ફોર્સ વનની સીડીઓ ચડતી વખતે પડતાં-પડતા બચી ગયા હતા.

એટલાન્ટામાં ત્રણ વખત ડગમગી ગયા હતા
ગયા વર્ષે એટલાન્ટામાં આવી જ એક ઘટના બની હતી. જ્યારે બાઈડન વિમાનની સીડી પર ત્રણ વખત ડગમગી ગયા હતા. બાઈડને બાદમાં જણાવ્યું હતું કે આ ઘટના ભારે પવનના કારણે થઈ હતી.

અન્ય સમાચારો પણ છે...