• Gujarati News
  • National
  • If The Girl Does Not Make Tea, The Father Kills Her By Tying Her Legs, The Daughter Does The Housework After The Death Of The Mother

વિકૃત પિતા:છોકરીએ ચા ન બનાવી તો પિતાએ તેના પગ બાંધી લાકડીથી મારી, માતાના મોત પછી દિકરીએ સંભાળી છે ઘરની જવાબદારી

હિન્ડોન2 મહિનો પહેલા
  • ઘરમાં લોટ ખલાસ થઈ જતા દિકરી ઘઉં સાફ કરવા લાગતા ચા બનાવવાનું ભૂલ ગઈ હતી

રાજસ્થાનના હિન્ડોન શહેરમાં પિતાએ પુત્રીને ચા બનાવવા માટે કહ્યું હતું. જોકે 13 વર્ષની પુત્રી ચા ન બનાવતા, ઘઉં સાફ કરવા લાગી હતી. આ બાબતે પિતાને એટલો ગુસ્સો આવ્યો કે તેમણે પુત્રીના બંને પગ બાંધી દીધા હતા અને તેને માર માર્યો હતો. વીડિયો પ્રકાશમાં આવ્યા પછી પોલીસ તેમના ઘરે પહોંચી હતી. તેણે જણાવ્યું કે તે ધો.8માં અભ્યાસ કરે છે. તેની માતનું મૃત્યુ 10 વર્ષ પહેલા જ બીમારીના કારણે થયું હતું. રોટલી બનાવવા માટે લોટ નહોતો. આ કારણે તે ઘઉં સાફ કરવા લાગી હતી. પિતાએ ગુસ્સો કરીને તેને લાકડીથી માર માર્યો હતો. દાદી તેને છોડાવવા આવી તો તેને પણ ત્યાંથી ભગાડી મુકી હતી. નિવેદન પછી પોલીસે પિતાને પકડી લીધા છે.

કોતવાલીના પોલીસ સ્ટેશન ઈન્ચાર્જ વીર સિંહ ગુર્જરે જણાવ્યું કે શુક્રવારે સવારે સોશિયલ મીડિયા પર એક નાની છોકરીના પગ બાંધીને તેને માર મારવાનો વીડિયો પ્રકાશમાં આવ્યો હતો. તપાસમાં વીડિયો ખરૈટા રોડ પર બારોલિયા મેરેજ હોમની પાછળ ખારી નાળાની પાસેનો હોવાનું પ્રકાશમાં આવ્યું છે. પોલીસે છોકરીના ઘરે પહોંચીને તેનું નિવેદન લીધું છે.

ધો.8માં ભણે છે છોકરી
છોકરીએ જણાવ્યું કે તે ધો.8માં ભણે છે અને 13 વર્ષની છે. માતાના મૃત્યુ પછી બહેનની સાથે ઘરનું કામ કાજ કરે છે. તે લોટ ખત્મ થઈ ગયો હોવાથી ઘઉં સાફ કરવા લાગી અને ચા બનાવવાનું ભુલી ગઈ. આ બાબતે પિતાએ ખૂબ ગુસ્સો કર્યો અને તેને લાકડીથી માર માર્યો અને બંને પગ બાંધી દીધા હતા. છોકરીએ જણાવ્યું કે રડવા અને બૂમો પાડવાનો અવાજ સંભળીને બાજુમાં રહેતા કાકા અને દાદી આવી ગયા હતા. દાદીએ પિતાને રોક્યા તો તેના પિતાએ આ પોતાના ઘરની બાબત હોવાનું કહીને તેમને ત્યાંથી ભગાડી દીધા હતા. કાકાએ મારામારીનો વીડિયો બનાવ્યો.

પોલીસ સ્ટેશન ઈન્ચાર્જે કહ્યું- નિયમ મુજબ થશે કાર્યવાહી
પોલીસે કાકાની પુછપરછ કરી. તેમણે જણાવ્યું કે વીડિયો તેણે પોતાની બહેનને સેન્ડ કર્યો હતો. ઈન્ચાર્જે જણાવ્યું કે પિતા બકરીઓ ચારવાનું કામ કરે છે. તેમને એક છોકરો અને એક છોકરી છે. છોકરીના નિવેદન પછી તેમની ધરપકડ કરવામાં આવી છે. નિયમ મુજબ કાર્યવાહી કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...