તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Bhupesh Baghel TS Singhdev Will Meet Rahul In This Afternoon, There Will Be Talk On The Formulas Of Solution

દિલ્હી પહોંચ્યો છત્તીસગઢ સરકારનો વિવાદ:ભૂપેશ બઘેલ અને ટીએસ સિંહદેવને રાહુલ ગાંધી મળશે, અઢી-અઢી વર્ષની CMની ફોર્મ્યુલા પર નિર્ણયની અપેક્ષા

એક મહિનો પહેલા
  • કૉપી લિંક
મુખ્યમંત્રી ભૂપેશ બઘેલ(ડાબે) અને સ્વાસ્થ્યમંત્રી ટીએસ સિંહદેવ-ફાઈલ ફોટો - Divya Bhaskar
મુખ્યમંત્રી ભૂપેશ બઘેલ(ડાબે) અને સ્વાસ્થ્યમંત્રી ટીએસ સિંહદેવ-ફાઈલ ફોટો
  • હાઇપ્રોફાઇલ બેઠક પર સમગ્ર પ્રદેશની નજર

છત્તીસગઢની કોંગ્રેસ સરકારમાં ચાલી રહેલો વિવાદ હવે અંત તરફ આગળ વધી રહ્યો છે. મુખ્યમંત્રી ભૂપેશ બઘેલ અને સ્વાસ્થ્યમંત્રી ટીએસ સિંહદેવ સોમવારે જ દિલ્હી પહોંચી ગયા છે. બંનેની આજે રાહુલ ગાંધી સાથે મુલાકાત થવાની છે. જણાવવામાં આવી રહ્યું છે કે બપોરે મુલાકાતનો સમય નક્કી થયો છે. જોકે બંને નેતા રાહુલ ગાંધીના નિવાસસ્થાને પહોંચી ગયા છે.

પાર્ટીના સૂત્રો અનુસાર, મુખ્યમંત્રી ભૂપેશ બઘેલ અને સ્વાસ્થ્યમંત્રી ટીએસ સિંહદેવે દિલ્હી પહોચ્યા પછી કોંગ્રેસ મહાસચિવ કેસી વેણુગોપાલ અને છત્તીસગઢ કોંગ્રેસના પ્રભારી પીએલ પૂનિયા સાથે વાત કરી છે. પીએલ પૂનિયાએ જ રાહુલ ગાંધી સાથે મુલાકાતનો સમય નક્કી કર્યો છે.

બેઠકમાં ભૂપેશ બઘેલ, ટીએસ સિંહદેવ સાથે પીએલ પૂનિયા અને કેસી વેણુગોપાલ પણ સામેલ થશે. જોકે ગઈકાલે દિલ્હી રવાના થતાં પહેલાં મુખ્યમંત્રી ભૂપેશ બઘેલે કહ્યું હતું કે તેમને કોઈ બીજાની બેઠકમાં સામેલ હોવાની જાણકારી નથી. દિલ્હીમાં થઈ રહેલી આ હાઈપ્રોફાઈલ બેઠકમાં શાંતિનો શું ફોર્મ્યુલા નીકળે છે. પ્રદેશમાં અઢી-અઢી વર્ષની CMની ફોર્મ્યુલા પર અંતિમ નિર્ણયની પણ આશા છે. આ બેઠક પર સમગ્ર પ્રદેશની નજર છે. જણાવવામાં આવી રહ્યું છે કે આ બેઠક કોંગ્રેસના આંતરિક રાજકારણની દિશા પણ નક્કી કરશે.

ગયા મહિને થયેલો વિવાદ
ગયા મહિને વિધાનસભાના ચોમાસુ સત્ર પહેલા ધારાસભ્ય બૃહસ્પત સિંહે ટીએસ સિંહદેવ પર જીવથી મારી નાખવાના પ્રયત્ન કરવાનો આરોપ લગાવ્યો હતો. આ આરોપોથી સિંહદેવ એટલા દુ:ખી થયા હતા કે તેમણે આરોપોના સંબંધમાં સરકારી તરફથી કોઈ નિવેદન આવ્યા વગર જ વિધાનસભાની કાર્યવાહીમાં ભાગ લેવાથી ઈનકાર કરી દીધો હતો.

પછીથી બૃહસ્પત સિંહે આરોપો માટે સદનમાં માફી માગી. સરકાર તરફથી ગૃહમંત્રી તામ્રધ્વજ સાહૂએ કહ્યુ-સિંહદેવ પર લગાવામાં આરોપો પાયા વિહોણા હતા. તેના પછી જ સિંહદેવ પરત ફર્યા. પછી સિંહદેવ દિલ્હી જઈને પોતાની વાત રાખીને આવ્યા હતા. ત્યાર બાદ રાહુલ ગાંધીએ બંને નેતાને બોલાવીને સામ-સામે વાત કરવાનો નિર્ણય લીધો છે.

રાજીવ ભવનના ઉદઘાટનમાં શક્તિપ્રદર્શન
સત્તાધારી કોંગ્રેસના શક્તિ કેન્દ્રોમાં વિવાદ હવે દરેકને દેખાવા લાગ્યા છે. અંબિકાપુરમાં જિલ્લા કોંગ્રેસ કાર્યાલય રાજીવ ભવનના ઉદ્ધાટન દરમિયાન આ સ્પષ્ટ દેખાયું. સરગુજાના પ્રભારી મંત્રીના પદ પર લોકાપર્ણ માટે સંગઠનના પ્રભારી મંત્રી અમરજીત ભગતને મોક્લયા. ટીએસ સિંહદેવના સમર્થકોએ ત્યા રાજીવ ભવનના ધજાગરા પહેલેથી જ કાઢી દીધા.

પ્રદેશમાં અઢી-અઢી વર્ષના CMની ચર્ચા સમાપ્ત નથી થઈ
વિવાદ પ્રદેશમાં મુખ્યમંત્રીપદ પર અઢી-અઢી વર્ષના કાર્યકાળની સમજૂતીને લઈને પણ છે. મુખ્યમંત્રી ભૂપેશ બઘેલ અને ટીએસ સિંહદેવ બંને આવી સમજૂતી માટે હાલ મનાઈ કરી રહ્યા છે, પરંતુ વર્તમાન રાજનીતિક માહોલ જોતાં અઢી-અઢી વર્ષના મુખ્યમંત્રીની ચર્ચાને બળ મળી રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...