ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે દિલ્હીના પ્રવાસે છે. આ દરમિયાન તેઓ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને મળ્યા હતા. ત્યાર બાદ તેઓ ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુ અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને પણ મળ્યા હતા.
મુખ્યમંત્રી બન્યા પછી ભૂપેન્દ્ર પટેલની દિલ્હીની આ પ્રથમ મુલાકાત છે. આ દરમિયાન તેઓ ભાજપના વરિષ્ઠ નેતાઓને પણ મળશે. સાંજે તેઓ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને પણ મળશે.
તેઓ રક્ષામંત્રી રાજનાથ સિંહ અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નડ્ડાને પણ મળવાના છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.