• Gujarati News
  • National
  • Bhumi Pujan Ritual For Ram Temple Begins From Today, Dispute Between Two State Police To Investigate Sushant's Death

મોર્નિંગ ન્યૂઝ બ્રીફ:આજથી રામ મંદિર માટે ભૂમિપૂજનનું અનુષ્ઠાન શરૂ, સુશાંતના મૃત્યુની ઘટનાની તપાસ કરવા બે રાજ્યની પોલીસ વચ્ચે વિવાદ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

આજે 4 ઓગસ્ટ,2020 અને મંગળવાર છે. સોમવારે રક્ષાબંધનનો તહેવાર હતો. આજે ભાદ્રપદા શરૂ થઈ રહ્યો છે. ભાદ્રપદા એટલે ભગવાન શ્રીકૃષ્ણના જન્મની ઉજવણી અને શ્રી ગણેશનું ઘરે-ઘરે આગમન. આગામી પખવાડિયુ તહેવારોથી ભરપૂર છે. 4 ઓગસ્ટનો પણ એક ઈતિહાસ છે. ગાયક કિશોર કુમારનો જન્મ દિવસ છે. વર્ષ 1935માં આજના દિવસે અંગ્રેજ શાસનમાં ગર્વમેન્ટ ઓફ ઈન્ડિયા એક્ટને મંજૂરી આપવામાં આવી હતી. આ ઉપરાંત વર્ષ 1956માં 4 ઓગસ્ટના રોજ દેશનું પ્રથમ ન્યૂક્લિયર રિસર્ચ રિએક્ટર અપ્સરા શરૂ થયુ હતું.
હવે જોઈએ સમાચાર....
1. અયોધ્યામાં આજે અર્ચના, બુધવારે PM મોદી ભૂમિપૂજન કરશે
ભગવાન શ્રીરામ જન્મભૂમિ પર ભવ્ય મંદિર બનાવવાની શુભ ઘડી નજીક આવી ગઈ છે. સોમવારે ગણેશજીની પૂજા સાથે ત્રણ દિવસનું અનુષ્ઠાન શરૂ થઈ ગયુ છે. ત્યારબાદ માતા સીતાની કુળદેવી નાની દેવકાળી અને ભગવાન રામની કુળદેવીની મોટી દેવકાળીની પૂજા કરવામાં આવી. આજે અયોધ્યાની હનુમાનગઢીમાં સવારે 8 વાગ્યાથી રામ અર્ચના શરૂ થશે. વર્ષમાં એક વખત થતી નિશાન પૂજા પણ થશે. બુધવારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પહેલા હનુમાનગઢી જશે. જ્યાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સાથે વિશેષ પૂજા કરશે. ત્યારબાદ બપોરે 12 વાગે રામ મંદિરનું ભૂમિપૂજન કરશે.
2. મુંબઈ પોલીસનો દાવો-સુશાંતના મૃત્યુની તપાસ યોગ્ય દિશામાં

ફિલ્મ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતે 14 જૂનના રોજ આત્મહત્યા કરી લીધી હતી. તપાસ, સેલિબ્રિટીના નિવેદનો અને રાજકીય બાબતો વગેરેને લઈ નવો વળાંક આવ્યો છે. હવે થોડા દિવસો બાદ કોઈ ફિલ્મ નિર્માતા આ અંગે એક સસ્પેન્સ થ્રિલર બનાવવાની જાહેરાત કરી શકે છે.દરરોજ નવી-નવી વાત સામે આવી રહી છે. સોમવારે મુંબઈ પોલીસ આ કેસને લઈ પ્રથમ વખત મીડિયા સમક્ષ માહિતી આપી હતી.આ કેસમાં બિહારના ક્ષેત્ર અધિકાર પર પ્રશ્ન કરવામાં આવ્યો હતો. બીજી બાજુ તપાસ માટે બિહારથી મુંબઈ પહોંચેલા એક અધિકારીને મહાનગર પાલિકાએ 14 દિવસ માટે ક્વોરન્ટીનમાં મોકલી આપ્યા. એકંદરે ફિલ્મના પ્લોટની તૈયારી થઈ રહી છે.
3. મોટી કંપનીના શેરોમાં તેજીને લીધે બજારમાં રિકવરી આવી
કોરોના વાઈરસને લીધે ફેબ્રુઆરીથી શેરબજારમાં મંદીની અસર જોવા મળતી હતી. વિશ્વ આરોગ્ય સંગઠને (WHO) 11 માર્ચના રોજ કોરોના વાઈરસને મહામારી તરીકે કરી હતી. ત્યારબાદ બજારમાં ભારે અફરા-તફરી જોવા મળી હતી. બજારમાં ઘટાડાનો માહોલ હતો. ભારત સહિત વિશ્વભરના દેશોમાં લોકડાઉન ભારે મંદીનું કારણ બન્યું.
એપ્રિલ બાદ સ્થિતિમાં સુધારો થયો છે. અત્યાર સુધીમાં શેરબજારમાં વ્યાપક પ્રમાણમાં રિકવરી આવી ચુકી છે. જોકે તેનો શ્રેય પણ રિલાયન્સ સહિત દસ મોટી કંપનીઓને જાય છે. ઈન્ડેક્સમાં સુધારાનો સૌથી વધારે લાભ આ કંપનીઓને મળ્યો છે. મિડકેપ અને સ્મોલકેપ સેક્ટરમાં હજુ પણ સુધારો જોવા મળ્યો નથી.
4. લદ્દાખમાં સરહદ પર હજુ પણ તણાવભરી સ્થિતિ
ચીને વિશ્વને કોરોના વાઈરસ આપ્યો અને ભારતને કોરોના ઉપરાંત સીમા પર તણાવભરી સ્થિતિ. દૌલત બેગ ઓલ્ડી અને દેપસાંગના મેદાની વિસ્તારોમાં ચીને 17 હજાર સૈનિક ગોઠવ્યા છે. ભારતે પણ ચીનને ટક્કર આપવા માટે જોશ સાથે સૈનિકો ગોઠવ્યા છે. ભારતે આ વિસ્તારોમાં મોટી સંખ્યામાં સૈનિકો ગોઠવ્યા છે. વાસ્તવિક નિયંત્રણ રેખા કે લાઈન ઓફ એક્ચ્યુઅલ કન્ટ્રોલ (LAC) પર T-90 ટેન્કની રેજીમેન્ટ ગોઠવી છે. ભારત આ પગલા મારફતે ચીનને જડબાતોડ જવાબ આપી શકશે.
5. આજનો દિવસ કેવો રહેશે તે અંગે વાત કરીએ...
એસ્ટ્રોલોજર ડો.અજય ભામ્બીના મતે મંગળવારે ઘનિષ્ઠા નક્ષત્ર છે અને તેને લીધે દિવસભર અશુભ યોગ રહેશે. ટેરો કાર્ડ રીડર શીલા એમ.બજાજનું કહેવું છે કે 12 પૈકી 8 રાશિયો માટે મંગળવારનો દિવસ ખૂબ જ સારો રહેશે.
ટેરો કાર્ડઃ મેષ રાશિની વ્યક્તિને આર્થિક નુકસાન થવાના યોગ છે. માટે સાવચેતી રાખવી.

અન્ય સમાચારો પણ છે...