તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Bhumi Pujan Completed With 22.6 Kg Rock, Saryu Saw This Way Endless Stream Of Tears Of Love, Diwali Across The Country

શ્રીરામ મંદિર નિર્માણના શ્રીગણેશ:22.6 કિલોની શિલા સાથે ભૂમિપૂજન સમ્પન્ન, સરયુએ આ રીતે જોઈ પ્રેમના અશ્રુઓની અવિરત ધારા, દેશભરમાં દિવાળી

અયોધ્યાએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભૂમિ પૂજન પહેલા મોદીએ રામલલ્લાના અસ્થાયી મંદિરમાં સાષ્ટાંગ પ્રણામ કર્યા. બીજી તસવીર ‘કોદંડ રામ’ની પ્રતિમાની જે યોગી આદિત્યનાથે PM મોદીને ભેટ આપી હતી. - Divya Bhaskar
ભૂમિ પૂજન પહેલા મોદીએ રામલલ્લાના અસ્થાયી મંદિરમાં સાષ્ટાંગ પ્રણામ કર્યા. બીજી તસવીર ‘કોદંડ રામ’ની પ્રતિમાની જે યોગી આદિત્યનાથે PM મોદીને ભેટ આપી હતી.
  • સૌહાર્દ અને એકતાના રામ- રાષ્ટ્રચરિતમાનસ્

ત્રેતાયુગમાં ઇક્ષ્વાકું વંશની રાજધાની રહેલું અયોધ્યા બુધવારે નવા ઇતિહાસનું સાક્ષી બન્યું. ભગવાન રામની જન્મભૂમિ અંગે 5 સદી સુધી ચાલેલા સંઘર્ષ પછી શાંતિપૂર્ણ રીતે નવા ભવ્ય મંદિરના નિર્માણની ઔપચારિક શરૂઆત થઈ ગઈ. ટીવી કેમેરાના માધ્યમથી તેના સાક્ષી બનેલા દેશ-વિદેશના કરોડો લોકોની ભાવનાઓના જુવાળ વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંદિરનો શિલાન્યાસ કર્યો હતો. 200થી વધુ ચેનલો પર જીવંત પ્રસારણ કરાયું. ભારતની સાથે જ અનેક દેશોમાં રહેતા પ્રવાસી ભારતીયોએ આ કાર્યક્રમ જોયો અને ઘરમાં દીપ પ્રગટાવી શ્રદ્ધા વ્યક્ત કરી હતી. વડાપ્રધાને કહ્યું કે રામ જન્મભૂમિ આજે મુક્ત થઈ છે અને સમગ્ર ભારત રામમય થઈ ગયું છે. મોદી અયોધ્યામાં રામલલ્લા-હનુમાન ગઢીના દર્શન કરનાર અને ભૂમિપૂજન જેવા કાર્યક્રમમાં જનાર પ્રથમ વડાપ્રધાન છે.

સાષ્ટાંગ પ્રણામ
ભૂમિ પૂજન પહેલા મોદીએ રામલલ્લાના અસ્થાયી મંદિરમાં સાષ્ટાંગ પ્રણામ કર્યા. તેમાં માથુ, હાથ, પગ, હૃદય, આંખ, જાગ, વચન અને મન આ આઠને ભેગા કરી જમીન પર સીધા સુવાનું હોય છે. યોગ શાસ્ત્રમાં આ 6 અંગથી ચક્ર બને છે. આ સંપૂર્ણ સમર્પણનું પ્રતિક છે.

યજુર્વેદના આ ‘પ્રતિષ્ઠા મંત્ર’ના ઉચ્ચારણ સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પૂજિત નવ શિલા સ્થાપિત કરી. મુખ્યશિલા 22.6 કિલોની છે. 9 પૂજિત શિલાઓના નામ છે - નંદા, જયા, ભદ્રા, રિક્તા, પૂર્ણા અને અજિતા, અપરાજિતા, શુક્લા અને સૌભાગિની. મોદીએ સોનાનો નાનો કળશ પણ પાયામાં અર્પિત કર્યો.

રામલલ્લા આ જગ્યાએ બિરાજમાન થશે
પૂજન કરનારા પુરોહિત આચાર્ય દુર્ગા ગૌતમે કહ્યું કે - 32 સેકન્ડના મુહૂર્તમાં મોદી, સીએમ યોગી આદિત્યનાથ, સંઘ વડા મોહન ભાગવત અને રાજ્યપાલ આનંદીબેને મંદિરના પાયામાં સોના-ચાંદીના સિક્કા અર્પણ કર્યા હતા.

‘કોદંડ રામ’ની પ્રતિમા ભેટ આપી
યોગી આદિત્યનાથે કર્ણાટકથી આવેલી લાકડાની બનેલી ‘કોદંડ રામ’ની પ્રતિમા વડાપ્રધાન મોદીને ભેટ આપી હતી. મોદીએ રામ મંદિર પર આધારિત 5 રૂપિયાની પોસ્ટ ટિકિટ જારી કરી હતી.

નવા અયોધ્યાનો પ્રથમ દિવસ: સરયુએ આ રીતે જોઈ પ્રેમના અશ્રુઓની અવિરત ધારા
શાંત વહેતી સરયૂની ધારા અયોધ્યાના ઇતિહાસની મૂકસાક્ષી છે. બુધવારે સરયૂ ફરી સાક્ષી બની... અયોધ્યામાં દરેકના મનમાં ઉમટેલા પ્રેમ અને ઉલ્લાસના અશ્રુઓની અવિરલ ધારાની. સાક્ષી... 500 વર્ષ પછી રામલલ્લા મંદિરના નિર્માણનો શુભારંભ થયો. બુધવારે અહીં બધું ઐતિહાસિક હતું. સવારે પૂજાપાઠ જ્યારે સાંજે દીપોત્સવમાં પ્રગટેલા હજારો દીવાનું પ્રતિબિંબ સરયૂની ધારામાં એ રીતે મળી ગયું જાણે અયોધ્યા અને સરયૂ ભેટી રહ્યાં હોય. આ વિશેષ દિવસની શરૂઆત અતિ વિશિષ્ટ મહેમાનો સાથે થઈ તો સાંજ થતાં રામમંદિરનું ભૂમિપૂજન જનોત્સવમાં ફેરવાઈ ગયો. સવારથી રાત સુધી અયોધ્યામાં ભાવનાઓનો જુવાળ આવતો રહ્યો. ભૂમિ પૂજન સમ્પન્ન થતાં જ વિહવળ ભક્તોની આંખમાંથી અશ્રુધારા વહેવા લાગી. દિવસે પ્રતિબંધ હતા, લોકો ટીવી પર ભૂમિ પૂજન જોઈ રહ્યાં હતા. પૂજન સ્થળે જયસીયારામનો ઉદઘોષ થતો ત્યારે લોકો ઘરની બહાર આવી જતા હતા.

અયોધ્યામાં દરેક ઘરમાં મંદિર છે અને દરેક મંદિરમાં ઘર છે. સાંજે દીપોત્સવમાં નાગેશ્વરનાથ મંદિરથી લઈ હનુમાન ગઢી સુધી દરેક મંદિર, દરેક ઘાટ દીવાથી ઝગમગી ઉઠ્યા. રાત થતા આસ્થાનો ઉલ્લાસ ઘટવાને બદલે વધ્યો. લોકો રસ્તા પર આવી ગયા. અનેક સ્થળે ટ્રાફિકજામ થયો. આનંદના આ ઉત્સવમાં રાજનીતિ, રાજનેતા અને આંદોલનના નેતા નહોતા. બસ દરેક મનમાં રામ અને દરેક કંઠમાં રામધૂન હતી. નવા અયોધ્યાનો પ્રથમ દિવસે વિશ્વએ અયોધ્યાના રામની અલગ છબી જોઈ. રામ જે બહુ શાંત છે. આક્રમક નથી, કરુણામયી છે. સૌહાર્દનું પ્રતીક છે.

અન્ય સમાચારો પણ છે...