• Gujarati News
  • National
  • Surrounding The Girl And Forcibly Removing The Veil, He Said You Are Defaming Com; Two Accused Arrested

ભોપાલમાં બુરખા પર બબાલનો VIDEO:છોકરીને ઘેરીને જબરજસ્તીથી ઉતરાવ્યો બુરખો, કહ્યું- કોમને બદનામ કરો છો; બે આરોપીની ધરપકડ

ભોપાલએક મહિનો પહેલા

ભોપાલમાં શનિવારે કેટલાક લોકોએ એક છોકરીને રસ્તાની વચ્ચે બળજબરીપૂર્વક તેનો બુરખો ઉતરાવી દીધો. આ છોકરી એક છોકરાની સાથે એક્ટિવા પર જઈ રહી હતી. આ દરમિયાન કેટલાક લોકોએ તેને રોકી દીધી. ભીડે તેની પર કોમને બદનામ કરવાનો આરોપ લગાવ્યો. એક શખ્સે વીડિયો બનાવતા છોકરીનો બુરખો જબરજસ્તીથી ઉતરાવ્યો હતો. જોકે છોકરા-છોકરીએ પોલીસને તેની ફરિયાદ કરી નહોતી. જોકે વીડિયો પ્રકાશમાં આવ્યા પછી બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.

ઈન્ટરખેડી પોલીસ સ્ટેશન ઈન્ચાર્જ સુનીલ ચતુર્વેદીએ જણાવ્યું કે આ ઘટના ઈસ્લામ નગરની છે. અહીં એક્ટિવા સવાર એક યુવક શનિવારે બપોરે એક છોકરી સાથે પહોંચ્યો હતો. એક્ટિવા પર હાર ચઢાવવામાં આવ્યા હતા, જ્યારે તેની સાથે એક છોકરી બુરખો પહેરીને બેઠી હતી. અહીં કેટલાક લોકોએ તેમને રસ્તામાં રોકી દીધા. તે પછી ઘટના સ્થળે લોકો ભેગા થયા હતા.

ભીડે વીડિયો બનાવતા છોકરીને બુરખો ઉતારવાની જીદ કરી. આ દરમિયાન છોકરા-છોકરી તેમને અરજી કરતા રહ્યાં, જોકે તેમને ભીડે ન છોડ્યા. મજબૂરીમાં છોકરાના કહેવા પર છોકરીએ બુરખો ઉતારીને લોકોને આપી દીધો.

એસઆઈ સુનીલ ચતુર્વેદીએ જણાવ્યું કે છોકરા અને છોકરીએ તેની ફરિયાદ કરી નહોતી. જોકે વીડિયોના આધાર પર શોએબ અને અબ્દુલ માજિદ નામના બે યુવકોની ધરપકડ કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...