તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ભોપાલ ડિસ્ટ્રીક્ટ કોર્ટમાં 8 વર્ષ જૂના રેગિંગ અને આત્મહત્યા માટે ઉશ્કેરવાના કેસમાં 4 છોકરીઓને 5 વર્ષની સજા આપવામાં આવી છે. કોર્ટે તેમના પર 2 હજારનો દંડ પણ લગાવ્યો છે. 2013માં ભોપાલમાં એક ખાનગી એન્જિનિયરિંગ કોલેજમાં રેગિંગથી કંટાળીને અનિતા શર્મા નામની વિદ્યાર્થીનીએ આત્મહત્યા કરી લીધી હતી. કોર્ટના નિર્ણય પછી ચારેય દોષિત છોકરીઓ નિધિ, દિપ્તી, કીર્તિ અને દેવાંશીને જેલ મોકલી દેવામાં આવ્યા છે. પુરાવાના અભાવના કારણે કોલેજના શિક્ષણ મનીષને છોડી દેવામાં આવ્યા છે.
સરકારી વકીલ મોહમ્મલ ધાલિક કુરૈશીએ જણાવ્યું કે, ભોપાલમાં પહેલીવાર રેગિંગના કેસમાં દોષિત સાબીત થતાં 4 છોકરીઓને સજા સંભળાવવામાં આવી છે. RKDF કોલેજમાં બી-ફાર્મા સેન્ડર યરની વિદ્યાર્થીની અનિતા શર્માએ 6 ઓગસ્ટ 2013ના રાત્રે તેના ઘરે ફાંસી લગાવીને આત્મહત્યા કરી લીધી હતી. તે પોતાની સાથે થતાં રેગિંગથી પરેશાન હતી. અનિતાએ કોલેજના શિક્ષણ મનિષને રેગિંગવાળી વાત જણાવી હતી. પરંતુ તેમણે કાર્યવાહી કરવાની જગ્યાએ અનિતાને ચૂપ રહેલાની સલાહ આપી હતી.
સુસાઈડ નોટમાં લખ્યા હતા ચાર છોકરીઓના નામ
ઘટનાની તાપસ કરતી કમલા નગર પોલીસને અનિતાના રૂમમાંથી સુસાઈડ નોટ મળી હતી. તેમાં લખ્યું હતું કે, હું અનિતા શર્મા બી-ફાર્મા સેકન્ડ યરની વિદ્યાર્થીની છું. જ્યારથી મેં કોલેજ શરૂ કરી ત્યારથી મારી સાથે રેગિંગ થઈ રહ્યું છે. આ ચારેય છોકરીઓ નિધિ, દિપ્તી, કીર્તિ અને દેવાંશી ખૂબ ગંદી છે. મેં એક વર્ષ તેમને કેવી રીતે સહન કર્યા તે હું જ જાણુ છું. તેમણે મારી પાસે મિડ સેમિસ્ટરની કોપી પણ લખાવી હતી. ફરિયાદ કરી તો મનીષ સરે મને કહ્યું કે, કોલેજમાં રહેવું હોય તો સિનિયર્સની વાત માનવી પડે.
પરિવારને કહ્યું- પિંક ડ્રેસમાં મારા અંતિમ સંસ્કાર કરજો
અનિતાએ સુસાઈડ નોટમાં પરિવારને લખ્યું હતું કે, મોમ એન્ડ ડેડ, આઈ લવ યુ. તમે મને મિસ ના કરતા. ભાઈ, તુ સૌથી વધારે રોવાનો છે, કારણકે તારી બેસ્ટ ફ્રેન્ડ જઈ રહી છે. હું ના ગંદી બની શકું છું , ના સ્ટ્રોંગ. મને પીંક ડ્રેસ પહેરાવીને મારા અંતિમ સંસ્કાર કરજો. પપ્પા મને ખબર છે હું તમારી ફેવરિટ છું. ઈચ્છા હતી કે ભણી-ગણીને ખૂબ પૈસા કમાઈશ અને એક મોટું ઘર બનાવીશ.
અનિતાએ બહેનને રેગિંગની વાત કહી હતી
અનિતાએ ભોપાલમાં જીવન વિહાર સોસાયટીમાં રહેતી હતી. તેના પિતા મુંબઈની એક ખાનગી કંપનીમાં લાઈઝનિંગ ઓફિસર હતા. અનિતાએ સુસાઈડ પહેલાં તેની મોટી બહેન સરીતાને રેગિંગની વાત કહી હતી. ઘટના સમયે તેની સાત વર્ષની ભાણી જ ઘરમાં હતી.
કોર્ટે કહ્યું- રેગિંગ માટે સજા કડક હોવી જોઈએ
કોર્ટે તેમનો નિર્ણય લખતા કહ્યું કે, વધતા જતા રેગિંગના કેસને ધ્યાનમાં રાખીને સજા એટલી કડક હોવી જોઈએ કે બીજા લોકો એવું કરતાં ડરવા જોઈએ. આગામી સમયમાં કોલેજમાં એડ્મિશન લેનાર કોઈ વિદ્યાર્થીને આત્મહત્યા કરવા માટે મજબૂર ન થવું પડે.
પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.