તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Bhilwara In Rajasthan Covered With Snow, 224 Roads Closed In Himachal, 701 Power Transformers Shut Down

થથરાવી દે એવી ઠંડી:રાજસ્થાનના ભીલવાડામાં બરફની ચાદર છવાઈ, હિમાચલમાં 224 રસ્તા બંધ, વીજળીનાં 701 ટ્રાન્સફોર્મર ઠપ

8 મહિનો પહેલા
ભીલવાડામાં ઘણી જગ્યાએ બરફ સાથે વરસાદ પડ્યો. અહીં લીંબુના આકાર જેવા બરફના ટુકડા પડ્યા અને ફ્રીઝ થઈ ગયા. - Divya Bhaskar
ભીલવાડામાં ઘણી જગ્યાએ બરફ સાથે વરસાદ પડ્યો. અહીં લીંબુના આકાર જેવા બરફના ટુકડા પડ્યા અને ફ્રીઝ થઈ ગયા.
  • જયપુર સહિત એક ડઝન જગ્યાએ વરસાદ પછી ઠંડી વધી, દિવસનો પારો 3 ડિગ્રી વધુ નીચે આવ્યો, ઠંડીનો કહેર

પશ્વિમ વિક્ષોભના કારણે રાજ્યમાં એકાએક બદલાયેલા હવામાને ઠંડીમાં વધારો કર્યો છે, જેનાથી ઘણાં રાજ્યો થથરી રહ્યાં છે...
જયપુર ગુરુવારે રાતે રાજસ્થાનની રાજધાની જયપુર સહિત એક ડઝનથી વધુ શહેરોમાં વરસાદ પડ્યો. વરસાદ પછી પડી રહેલી ઠંડીએ રાજ્યને કંપાવી દીધું છે. ઘણાં શહેરોમાં દિવસનું તાપમાન 2થી 3 ડિગ્રી સુધી નીચે આવી ગયું છે. બુંદી, સવાઈ માધોપુર અને ચિત્તોડગઢમાં 17 મિમી સુધી વરસાદ પડ્યો હતો. હવામાન વિભાગે 3-4 દિવસ કોલ્ડવેવની સંભાવના વ્યક્ત કરી છે.

આનાથી દિવસ અને રાતનું તાપમાન 2થી 4 ડીગ્રી
માવઠું થવાથી સૌથી વધુ ફાયદો રવી પાકને થશે, સાથે જ હવામાન વિભાગે આગળ હવામાન શુષ્ક રહેવાની સાથે જ આગામી 3-4 દિવસ ભારે કોલ્ડવેવની સંભાવના વ્યક્ત કરી છે. આનાથી દિવસ તથા રાતનું તાપમાન 2થી 4 ડિગ્રી સેલ્સિયસ સુધી નીચે જવાનો અંદાજ છે.

શિમલાઃ બરફવર્ષાને કારણે રાજ્યમાં જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. બરફવર્ષાથી બે નેશનલ હાઈવે સહિત 227 રસ્તા પર વાહનોની અવરજવર ઠપ છે. રસ્તાના અવરોધિત થવાને કારણે પરિવહન વ્યવસ્થા અસ્તવસ્ત થઈ ગઈ છે. બરફવર્ષને કારણે રાજ્યભરમાં 710 વિદ્યુત ટ્રાન્સફોર્મર ઠપ થઈ ગયાં છે. શિમલાના ડોડરા ક્વાર અને રોહડુ સબ ડિવિઝનમાં સૌથી વધુ 567, સિરમૌરમાં 80, કુલુમાં 29, અને ચમ્બામાં 15 ટ્રાન્સફોર્મર ઠપ છે. આનાથી સંબંધિત વિસ્તારોમાં લોકોને વીજળીની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે.

તસવીર હિમાચલના કુફરીની છે.
તસવીર હિમાચલના કુફરીની છે.

કુલુ જિલ્લામાં આઈપીએચની 41 સ્કીમ બરફવર્ષાને કારણે પ્રભાવિત થઈ છે. તાપમાનમાં 6 ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો નોંધાયો છે. શિમલાનું તાપમાન 8 ડીગ્રી સેલ્સિયસ પર પહોંચી ગયું છે, સાથે જ સામાન્ય તાપમાન 2 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે. સુંદરનગરનું મહત્તમ તાપમાન 12 અને સામાન્ય 8, ભૂંતરનું મહત્તમ તાપમાન 6.7 અને સામાન્ય 5, ધર્મશાલાનું મહત્તમ તાપમાન 9.2 અને સામાન્ય તાપમાન 5.2, સોલનનું 17 અને 6.6, કુફરીનું 3.5 અને 0.7 ડિગ્રી સેલ્સિયસ રેકોર્ડ કરાયું છે.

છત્તીસગઢમાં 6 ડીગ્રી સુધી પારો ગગડ્યો, જગદલપુરમાં દિવસનો પારો 22.80
રાયપુરઃ છત્તીસગઢમાં ગુરુવારે ઠંડો પવન ફૂંકાયો, જેની અસરથી દિવસના તાપમાનમાં ત્રણથી છ ડીગ્રીનો ઘટાડો નોંધાયો. રાયપુરમાં જ્યાં દિવસનું મહત્તમ તાપમાન 26 ડીગ્રી રહ્યું, ત્યાં જગદલપુરમાં પારો 22.8 ડીગ્રી પર આવી ગયો છે. રાયપુરમાં તાપમાન સામાન્ય કરતાં ત્રણ તથા જગદલપુરમાં છ ડીગ્રી ઓછું રહ્યું. જગદલપુર તથા પેન્ડ્રારોડમાં હળવો વરસાદ પડ્યો. શુક્રવારે રાજ્યના તમામ ભાગોમાં હળવો વરસાદ પડી શકે છે. શનિવારે વાદળછાયું વાતાવરણ દૂર થશે અને ઠંડી થોડી વધશે.

તસવીર રાજધાની રાયપુરના માના પાસેની છે. આ તસવીર સવારે 9 વાગ્યાની છે, જે વખતે વાદળ છવાયાં હતાં, સૂરજનાં દર્શન પણ નહોતાં થયાં.
તસવીર રાજધાની રાયપુરના માના પાસેની છે. આ તસવીર સવારે 9 વાગ્યાની છે, જે વખતે વાદળ છવાયાં હતાં, સૂરજનાં દર્શન પણ નહોતાં થયાં.

રાયપુરમાં રાતનું તાપમાન 18.4 ડીગ્રીએ પહોંચી ગયું, જે સામાન્ય કરતાં ત્રણ ડિગ્રી વધુ હતું. વાદળના કારણે રાજ્યભરમાં રાતના તાપમાનમાં વધારો થયો. રાયપુરમાં પણ જ્યારે સવારે લોકો ઊઠ્યા તો આકાશમાં વાદળ છવાયાં હતાં. ઠંડો પવન પણ ફૂંકાયો હતો. આખો દિવસ ઠંડો પવન ફૂંકાવાથી ઠંડીનો અનુભવ થયો.