તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Sports
  • Bhavinaben Patel Of Gujarat Made History, Won A Silver Medal In The Women's Singles Match Of Table Tennis

ટોક્યો પેરાલિમ્પિકમાં જીત્યો પ્રથમ મેડલ:ભાવિનાબેન પટેલે ઇતિહાસ રચ્યો, પેરાલિમ્પિકમાં સિલ્વર મેડલ જીત્યો; ગુજરાત સરકારે ત્રણ કરોડ આપવાની જાહેરાત કરી

ટોક્યોએક મહિનો પહેલા
ગુજરાતની ભાવિનાબેન પટેલે ટેબલ ટેનિસમાં ભારતનો પ્રથમ મેડલ જીત્યો છે.
  • ભાવિનાબેન પટેલે ટેબલ ટેનિસની મહિલા સિંગલ્સ મેચમાં સિલ્વર મેડલ જીત્યો

ટોક્યો પેરાલિમ્પિકમાં ભાવિનાબેન પટેલે ટેબલ ટેનિસના મહિલા સિંગલ્સમાં વર્ગ-4 કેટેગરીમાં ભારતને પ્રથમ મેડલ અપાવ્યો છે. ફાઇનલમાં વિશ્વની નંબર 1 ચીનની ખેલાડી ઝોઉ યિંગ સામે ભાવિનાનો મુકાબલો હતો. યિંગે ભાવનાને 11-7, 11-5 અને 11-6થી હરાવીને ગોલ્ડ જીત્યો. ભાવિનાને સિલ્વર મળ્યો છે. તે ટેબલ ટેનિસમાં મેડલ જીતનાર ભારતીય ખેલાડી પણ છે. ગુજરાતની આ ખેલાડીને ગુજરાત સરકાર રૂ. ત્રણ કરોડ આપશે.

તેણે સેમી ફાઈનવમાં ચીનની ઝાંગ મિયાઓને 7-11, 11-7, 11-4, 9-11, 11-8થી હરાવી હતી. આ પહેલા તે ક્વાર્ટર ફાઈનલમાં સર્બિયાની બોરિસ્લાવા રેંકોવિચ પેરિચને 11-5, 11-6, 11-7થી હરાવીને સેમી ફાઈનલમા પહોંચી હતી.

ભાવિનાબેન પટેલે અગાઉ પ્રી-ક્વાર્ટર ફાઇનલમાં બ્રાઝિલની જોયજ ડી ઓલિવિયરાને 12-10, 13-11, 11-6થી હરાવિ હતી. તેણે પેરાલિમ્પિક્સમાં ટેબલ ટેનિસ મેડલ સુનિશ્ચિત કરનાર પ્રથમ ભારતીય ખેલાડી બની ગઈ છે. ભાવિનાબેન પટેલે સિલ્વર મેડલ મળતા તેના વતનમાં ઉજવણી કરવામાં આવી હતી.

ભાવિનાબેન પટેલે સિલ્વર મેડલ મળતા તેના વતન સુંઢિયા ગામમાં ઉજવણી કરવામાં આવી હતી.
ભાવિનાબેન પટેલે સિલ્વર મેડલ મળતા તેના વતન સુંઢિયા ગામમાં ઉજવણી કરવામાં આવી હતી.

ભાવિના પટેલના મહેસાણા જિલ્લામાં આવેલા સુંઢિયા ગામે ગરબા રમી જશ્ન મનાવ્યો.

ભાવિના મહેસાણા જિલ્લાના સુંઢિયા ગામની વતની
ભાવિના પટેલ મહેસાણા જિલ્લામાં આવેલા સુંઢિયા ગામમાં રહેતા એક સામાન્ય ખેડૂત પરિવારમાંથી આવે છે. ભાવિનાના પિતા ગામમાં નાનકડી સ્ટેશનરી અને કટલરીની દુકાન ચલાવી પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે.

ભાવિનાને બાળપણથી હતી પોલિયોની અસર
મહેસાણા જિલ્લાના સુંઢિયાની યુવતીને બાળપણથી પોલિયોની અસર થતાં તેના બન્ને પગ કામ કરતા બંધ થઈ ગયા હતા. જો કે મક્કમ મન ધરાવતી ભાવિના પટેલે સ્નાતક સુધી અભ્યાસ કર્યો છે. કમ્પ્યુટરનો અભ્યાસ કરવા માટે અંધજનમંડળ, અમદાવાદ ખાતે તેને મૂકવામાં આવી હતી, જ્યાં તેણે ટેબલ ટેનિસ રમતા ખેલાડીઓ જોઇને આ સ્પોર્ટ્સમાં કંઇક કરવાની ઇચ્છા જાગી હતી.

વર્ગ -4 કેટેગરી શું છે
વર્ગ-4 કેટેગરીના રમતવીર યોગ્ય બેઠક સંતુલન જાળવે છે અને તેના હાથ યોગ્ય હોય છે. તેમની દિવ્યાંગતા નીચી સ્પાઇનની સમસ્યાઓને કારણે હોઈ શકે છે અથવા તેઓ મગજનો લકવાના શિકાર હોય છે. પેરા ટેબલ ટેનિસના વર્ગ 1 થી 5 ના ખેલાડીઓ વ્હીલચેર પર રમે છે. 6 થી 10 ના વર્ગના ખેલાડીઓ ઉભા રહીને રમી શકે છે.

જ્યારે, વર્ગ 11ના રમતવીરોમાં માનસિક સમસ્યા છે. વ્હીલચેર સ્ટેન્ડિંગ પોઝિશનમાં વર્ગોની સંખ્યા જેટલી ઓછી હોય છે, તેમની શારીરિક ક્ષમતા વધુ પ્રભાવિત હોય છે. એટલે કે, વર્ગ -1 ના ખેલાડીની શારીરિક ક્ષમતા સૌથી વધુ પ્રભાવિત થાય છે.

અન્ય સમાચારો પણ છે...