સેનાપ્રમુખ જનરલ મનોજ પાંડેએ કહ્યું કે સેનાએ મહિલા અધિકારીઓ માટે પ્રગતિના સમાન અવસરનો માર્ગ મોકળો કર્યો છે. હવે તે જે પણ સપનું જુએ છે તે મુકામ સુધી પહોંચી શકે છે. જનરલ પાંડેએ આ જવાબ ભાસ્કરના એ સવાલ પર આપ્યો જેમાં પૂછાયું હતું કે રાષ્ટ્રીય રક્ષા અકાદમીમાં મહિલાઓ માટે તકનો દરવાજો ખોલાયા બાદ મહિલા અધિકારીઓ આર્મી ચીફ બની શકે છે? જો હા હોય તો સેના આ માટે કઇ રીતે તૈયારી કરી રહી છે.
જનરલ પાંડેએ જણાવ્યું કે, જુલાઇથી એનડીએમાં 19 મહિલા કેડેટ છે. તેમાંથી 10 તો સેનામાં સામેલ થવા ઇચ્છુક છે. સેનામાં અત્યારે 1700 મહિલાઓ છે અને તેમાંથી 600થી વધુને કાયમી કમિશન મળી ચૂક્યું છે. તેઓ માટે પ્રગતિનો માર્ગ પુરુષ અધિકારીઓની બરાબર જ ખૂલ્યો છે.
જનરલ પાંડેએ સેનાપ્રમુખનું પદ ગ્રહણ કર્યા બાદ પત્રકારો સાથે વાતચીત કરી હતી. તેઓએ જણાવ્યું કે, સેના મિલિટરી પોલીસમાં પણ 1700થી વધુ મહિલા અધિકારીઓની ભરતી થઇ રહી છે. સૈન્ય પોલીસમાં 100 મહિલાઓની ભરતી થઇ ચૂકી છે.
ચીન વિવાદનું નિરાકરણ નથી ઇચ્છતું: સેનાપ્રમુખે ચીનના વલણ પર સવાલ ઉઠાવતા કહ્યું હતું કે, ભારત તો સરહદ પરના વિવાદનું નિરાકરણ ઇચ્છે છે, પરંતુ ચીન આ વિવાદને સળગતો રાખવા માંગે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.