વાત મોંઘવારીની છે. પહેલા પરિવારની એક વ્યક્તિ કમાતી હતી તો આખા ઘરનું પેટ ભરાતું હતું. હવે ક્યાં આવું છે? હવે આખું ઘર કમાય છે છતાં પણ પૈસાની તંગી લાગે છે.
એ કેવા દિવસો હતા, જ્યારે 515ના સ્કેલમાં 875 રૂપિયા સેલરી થતી હતી. એક સ્કૂટર પણ લોકો પાસે રહેતું. આ સિવાય પોતાનું એક ઘર પણ. 50 હજારની ઈન્કમટેક્સ લિમિટ અને પાંચ હજારનું સ્ટાન્ડર્ડ ડિડક્શન હતું, એમ છતાં પણ ટેક્સથી બચી જતા હતા. હવે તો સારી સેલરી હોવા છતાં ઘરનું પૂરું થતું નથી.
મેથી અત્યારસુધીમાં રિઝર્વ બેન્ક રેપો રેટ વધારી ચૂકી છે. મેમાં 0.50, જૂનમાં 0.40 અને શુક્રવારે ફરી 0.50 રેપો રેટ વધારવામાં આવ્યો છે. લોનના વ્યાજદર વધવાના છે. EMI પર જીવન ચલાવવાના આ જમાનામાં એવું કહેવું જોઈએ કે આખું જીવન જ મોંઘું થવા જઈ રહ્યું છે. વાત સાચી છે, એનાથી વ્યાજદરો પણ વધશે અને લોકોને ફાયદો થશે, જોકે આપણી વ્યવસ્થા એને થવા જ દેતી નથી.
રિઝર્વ બેન્ક દ્વારા ફેરફાર કરવામાં આવ્યા પછી તમામ બેન્ક લોન પરનું વ્યાજ તરત જ વધારે છે. જોકે ડિપોઝિટ પર વ્યાજ વધારવાનું નામ લેતા નથી, એટલે કે બેન્કોએ જે વસૂલાત કરવાની હોય છે તરત કરે છે, પરંતુ આપણા જે પૈસા તેની પાસે જમા હોય છે એ જૂના વ્યાજદરે પડ્યા જ રહે છે, આવું કઈ રીતે થઈ શકે. એની પર વ્યાજ વધારવાનું બેન્કોને યાદ આવતું નથી.
રિઝર્વ બેન્ક જે આ બધી બેન્કોને ગવર્ન કરે છે તેને પણ આ બાબતની કોઈ ચિંતા નથી. શું જે લોકોએ બેન્કમાં પૈસા મૂક્યા છે તેમણે કોઈ અપરાધ કર્યો છે? જો જવાબ ના હોય તો તાત્કાલિક વ્યાજ વધારવામાં આવે, ડિપોઝિટ પર વ્યાજ વધારવામાં સ્ફૂર્તિ શા માટે દેખાતી નથી?
તમે ઈન્કમ TDSની તારીખ ચૂકી ન શકો. ઈન્કમટેક્સ રિટર્નની તારીખ તો ખૂબ જ મહત્ત્વની હોય છે. તમારી ડિપોઝિટની તારીખો, મહિનાઓ, વર્ષો સુધી જતી રહે તોપણ કોઈ બેન્ક, કોઈ નાણાં મંત્રાલય કે કોઈ સરકારને કોઈ જ ફરક પડતો નથી.
આ બધી આપણી નબળાઈ છે સામાન્ય માણસોની. સરકારને બધુ ઈમાનદારીથી ચૂકવ્યા છતાં પણ આપણે આપણી બચતને સંભાળવામાં ભૂલ કરીએ છીએ. આ કારણે જ કોઈપણ બેન્કને આપણી પડી નથી. આ સિવાય મોંઘવારી. એપ્રિલ 2022માં રિટેલ મોંઘવારી દર 7.8 ટકા હતો, જે 2014 પછી સૌથી વધુ છે.
એપ્રિલ 2022માં જથ્થાબંધ મોંઘવારી દર 15.08 ટકા પર પહોંચી ગયો હતો, જે ડિસેમ્બર 1998 પછી સૌથી વધુ હતો. જોકે પેટ્રોલ-ડીઝલ પર ટેક્સ ઘટાડવા, સોયાબીન, સનફ્લાવર ઓઈલ પર આયાત દર ઘટાડવા અને વિમાનનું ઈંધણ સસ્તું કરવાથી મોંઘવારીના આંકડા નીચે આવે એવી આશા છે, જોકે રિઝર્વ બેન્કમાંથી આવા સંકેત ખૂબ જ ઓછા મળી રહ્યા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.