ભાસ્કર ઓપિનિયનલોકશાહીની ખરાબ સ્થિતિ:રશિયામાં તાનાશાહી, નાગરિક અધિકારીનું દમન, આ જ રસ્તે ચીન પણ

એક મહિનો પહેલા
  • કૉપી લિંક

રશિયાની લુકઓઈલ કંપનીના ચેરમેન રવિલ મગનોવ મૃત મળ્યા છે. અહીંની સૌથી મોટી હોસ્પિટલમાં દાખલ હતા. તેઓ તે જ હોસ્પિટલની બારીમાંથી કૂદી પડ્યા હતા. ચોથા માળથી પડ્યા એટલે મૃત્યુ થયું. તેઓ પહેલા રશિયાના ઉદ્યોગપતિ હતા, જેમણે પુતિનનો વિરોધ કર્યો હતો. યુક્રેન સાથેના યુદ્ધને તેમણે માનવતા વિરુદ્ધનું ગણાવ્યું હતું. ત્યારથી તેમની પર વિવિધ પ્રકારના પ્રતિબંધ લગાવવામાં આવી રહ્યાં હતા. અંતે તેઓ મૃત મળ્યા.

લાંબા કાર્યકાળની સત્તા, શાસકને તાનાશાહ બનાવી દે છે. ખાસ કરીને એવા દેશોમાં જ્યાં લોકશાહી પ્રમાણે ચૂંટણી થતી નથી. ચૂંટણીના નામ પર માત્ર ખાનાપૂર્તિ કરે છે. સીમિત મતાધિકારના નામથી આ પ્રક્રિયાને ઓળખવામાં આવે છે. જેવું પહેલા ભારતમાં અંગ્રેજોના કાર્યકાળમાં હતું. કેટલાક કુલપતિ, ન્યાયાધીશ અને ચાના બગીચાના માલિકોને જ મતાધિકાર હતો.

આવા દેશોમાં લોકોને અધિકાર હોતા જ નથી. માત્ર તેમની વાતો જ હોય છે. અને જે કોઈ સરકારની વિરુદ્ધ બોલવાની હિંમ્મત કરે છે અથવા તો સરકારની નીતિઓની ટીકા કરે છે, તે આ જ રીતે કોઈ ભવન કે કોઈ હોસ્પિટલની બારી નીચેથી મૃત મળે છે. રશિયામાં આ પ્રકારની ઘટનાઓ હવે વધી ગઈ છે. આ બાબતોને રોકવા માટે સોવિયત સંઘના તત્કાલીન રાષ્ટ્રપતિ મિખાઈલ ગોર્બાચ્યોવે સતત કોશિશ કરે.

તેઓ વિશ્વમાં શાંતિનો સંદેશ આપવામાં સફળ થયા પરંતુ પોતાના જ દેશમાં ખુલ્લાપણું લાવાનું તેમને મોંઘુ પડ્યું. દેશના ઘણા ટુકડા થયા. તેમાંથી એક રશિયા છે. રશિયાના રાષ્ટ્રપતિ ભલે પછી બોરિસ યેલ્તસિન રહ્યાં હોય કે હાલના રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતિન બંનેએ શાંતિ અને ખુલ્લાપણાના પ્રયત્નોને ખરાબ રીતે કચડી નાંખ્યા છે. જે તાનાશાહીને ખત્મ કરવા માટે ગોર્બાચ્યોવે પોતાનું સંપૂર્ણ જીવન લગાવ્યું, તે જ તાનાશાહીનો સહારો લઈને યેલ્તસિને રાજ કર્યુ અને તેવું જ હાલ પુતિન પણ કરી રહ્યાં છે.

તેમનો કાર્યકાળ ઘણો લાંબો છે. 1999થી 2000 સુધી અને 2008થી 2012 સુધી તે રશિયાના વડાપ્રધાન રહ્યાં, જ્યારે 2000થી 2008 સુધી રાષ્ટ્રપતિ રહ્યાં. હાલનો કાર્યકાળ તેમનો 2012થી શરૂ થયો. ત્યારથી તે સતત રાષ્ટ્રપતિ છે. જ્યારે કાર્યકાળ જ આટલો લાંબો હોય તો વ્યક્તિ તાનાશાહ બની જ જાય. એટલે જ પુતિન તેમના મનમાં આવે તેમ કરી રહ્યાં છે. યુક્રેન સામે યુદ્ધ કરવાની જીંદને દુનિયા હાલ ભોગવી રહી છે. જે તેનો વિરોધ કરે છે, તેને સહન કરવાનો વારો આવે છે.

તેમના માર્ગે જ તેમના ચીની મિત્ર પણ ચાલી રહ્યાં છે. શી જીનપિંગે ગત વર્ષે પોતાની પાર્ટીમાં બે કાર્યકાળથી વધુ રાષ્ટ્રપતિ ન રહેવાના નિયમમાં ફેરફાર કર્યો હતો. હવે ટૂંક સમયમાં જ તે પોતાનો વધુ એક કાર્યકાળ પાક્કો કરવા જઈ રહ્યાં છે. તેમની પાર્ટીની એક મીટિંગમાં ઝડપથી તેમને ફરીથી નેતા ચૂંટવા બાબતે નિર્ણય લેવામાં આવનાર છે. તાનાશાહીનો ખરેખર અંત આવવો જોઈએ. નાગરિક અધિકારો માટે આ દુનિયામાં કોઈ તો કઈંક કરે. કોઈક તો લડે!

અન્ય સમાચારો પણ છે...