અભિનેતા સલમાન ખાન અને પિતા સલીમ ખાનને કોઈ અજાણ્યા શખસ દ્વારા ધમકી આપવામાં આવી છે. બાંદ્રા પોલીસે આ મામલે FIR નોંધી દીધી છે અને વધુ તપાસ ચાલુ થઈ ગઈ છે.
આજના અન્ય મોટા સમાચાર...
તમિલનાડુના કુડ્ડલોર ડેમમાં 7 છોકરીઓ ડૂબી ગઈ
તમિલનાડુના કુડ્ડલોરમાં એક મોટી દુર્ઘટના ઘટી છે. અહીં ગડીલમ નદીમાં ડૂબી જવાથી 7 છોકરીઓના મોત થયા છે. આ ઘટના બાદ રાજ્યના કૃષિ મંત્રીએ કહ્યું કે તેઓ તેની તપાસ કરશે.
બાંગ્લાદેશ બોર્ડર પર BSF જવાનો પર દાણચોરોએ હુમલો કર્યો હતો
પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદમાં ભારત-બાંગ્લાદેશ બોર્ડર પર ડ્રગ સ્મગલરોએ BSFના જવાનો પર હુમલો કર્યો હતો. જોકે, જવાબી કાર્યવાહીમાં એક તસ્કરનું મોત થયું હતું. ઘટના બાદ વિસ્તારમાં સતર્કતા વધારી દેવામાં આવી છે.
કોંગ્રેસે રાજ્યસભાની ચૂંટણી માટે નિરીક્ષકની નિમણૂક કરી
10 જૂને 4 રાજ્યોની 16 બેઠકો પર રાજ્યસભાની ચૂંટણી યોજાવાની છે. ભાજપ બાદ હવે કોંગ્રેસે પણ આ રાજ્યો માટે નિરીક્ષકની નિમણૂંક કરી છે. મહારાષ્ટ્ર માટે મલ્લિકાર્જુન ખડગેની નિમણૂક કરવામાં આવી છે. જ્યારે પવન કુમાર બંસલ અને ટીએસ સિંહદેવને રાજસ્થાન માટે, ભૂપેશ અને રાજીવ શુક્લાને હરિયાણા માટે નિયુક્ત કરવામાં આવ્યા છે.
બેંગ્લોરમાં હિઝબુલ કમાન્ડર તાલિબ હુસૈન જીવતી ધરપકડ
જમ્મુ-કાશ્મીર પોલીસને મોટી સફળતા મળી છે. પોલીસે બેંગ્લોરમાંથી હિઝબુલ મુજાહિદ્દીનના કમાન્ડર તાલિબ હુસૈનની ધરપકડ કરી છે. તેને આતંકવાદીઓની A યાદીમાં સામેલ કરવામાં આવ્યો હતો. 17 રાષ્ટ્રીય રાઈફલ્સ અને જમ્મુ-કાશ્મીર પોલીસના સંયુક્ત ઓપરેશનમાં આ સફળતા મળી છે. તાલિબ હુસૈન સૌથી લાંબો સમય સુધી જીવીત રહેતો આતંકવાદી છે. હિઝબુલ મુજાહિદ્દીને કિશ્તવાડ વિસ્તારમાં નવી ભરતી કરીને તેની કેડરનું પુનર્ગઠન અને મજબૂતીકરણ કરવાનું શરૂ કર્યું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.