• Gujarati News
  • National
  • Bhaskar Live Updates Corona Vaccine Jammu Kashmir Encounter, Ukraine Attack On Russian Air Base

ભાસ્કર અપડેટ્સ:જમ્મુ-કાશ્મીરમાં ભૂકંપના ઝટકા, 4.1 તીવ્રતા નોંધાઈ

એક મહિનો પહેલા
  • કૉપી લિંક

જમ્મુ-કાશ્મીરમાં બપોરે 1.45 વાગે ભૂકંપના ઝટકા નોંધાયા હતા. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 4.1 નોંધવામાં આવી હતી. જોકે તેમાં કોઈ જ પ્રકારનું નુકસાન નોંધાયું નથી. ભૂકંપનું કેન્દ્ર જમ્મુ-કાશ્મીરથી 289 કિમી પૂર્વોત્તર દિશામાં જમીનામં 15 કિમી ઉંડું નોંધવામાં આવ્યું છે.

આજના અન્ય મોટા સમાચાર

કોવીશીલ્ડ અથવા કોવેક્સિનના બે ડોઝ લગાવી ચૂકેલા લોકોને આપી શકાશે કોર્બેવેક્સ, 18+ માટે બૂસ્ટર ડોઝ તરીકે મજૂરી

કેન્દ્ર સરકારે બાયોલોજિકલ ઈ કોર્બેવેક્સ બૂસ્ટર ડોઝને મંજૂર આપી દીધી છે. આ ડોઝ 18 વર્ષથી ઉપરના લોકોને આપવામાં આવશે. સૂત્રોના જણાવ્યા પ્રામણે કોર્બેવેક્સ તે જ લોકોને આપવામાં આવશે જેમણે કોવિશિલ્ડ અથવા કોવેક્સિનના બંને ડોઝ લઈ લીધા છે.

જમ્મુ-કાશ્મીર, બડગામમાં સેના અને આતંકી વચ્ચે અથડામણ શરૂ

જમ્મુ-કાશ્મીરના બડગામમાં વોટરહેલ વિસ્તારમાં સેના અને આતંકીઓ વચ્ચે અથડામણ શરૂ થઈ છે. ADGP કાશ્મીર વિજય કુમારે જણાવ્યું કે, આ વિસ્તારમાં લતીફ રાથર સહિત આતંકી સંગઠન લશકર-એ-તોઈબાના ત્રણ આતંકી ફસાયેલા છે. તેઓ રાહુલ ભટ અને અમરીન ભટ સહિત ઘણાં નાગરિકોની હત્યામાં સામેલ છે. ADGPના જણાવ્યા પ્રમાણે સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે.

UNમાં ભારતનો અવાજ- આતંકવાદ સામે લડવા માટે બમણું વલણ

સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના સ્થાયી પ્રતિનિધિ રુચિરા કમ્બોઝે આતંકવાદ મુદ્દા પર દેશમાં કોઈ ચોક્કસ નીતિ ના હોવાની વાત કરી છે. સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની એક મહત્વની બેઠકમાં કમ્બોઝે કહ્યું છે કે, આતંકવાદ દુનિયા માટે સૌથી મોટું જોખમ છે. તે વિશે બમણું વલણ ના અપનાવી શકાય. આ બિલકુલ સ્પષ્ટ છે કે, આતંકવાદથી જોખમ વધી રહ્યું છે અને તેનાથી દુનિયાનો કોઈ ભાગ અછૂત નથી. કમ્બોઝ દુનિયામાં આતંકવાદના જોખમ વિષય પર બોલ્યા હતા. તેમણે કહ્યું કે, જો આપણે આતંકવાદને માત્ર આતંકવાદ જ ના માનીએ અને અલગ-અલગ જોવાનું બંધ નહીં કરીએ તો તેનું જોખમ વધી જશે. પોતાની સુવિધા પ્રમાણે આ સમસ્યાને જોવી જોખમી છે. આતંકવાદ વિરુદ્ધ આખી દુનીયાએ એકજૂથ થઈને કાર્યવાહી કરવી પડશે.

24 કલાકમાં કોરોનાના 14,317 નવા કેસ, 47ના મોત, દિલ્હી અને હિમાચલમાં પોઝિટિવ રેટ 15% પાર
દેશમાં છેલ્લાં 24 કલાકમાં કોરોનાના 14,317 કેસ નોંધાયા છે. જ્યારે 47 લોકોના મોત થયા છે. દિલ્હી, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ અને મેઘાલયમાં પોઝિટિવ રેટ 13થી 16% વચ્ચેનો છે. જે ચિંતાની વાત છે. છેલ્લાં 24 કલાકમાં દિલ્હીમાં 7 અને હિમાચલ પ્રદેશમાં 9 લોકોના મોત થયા છે. દિલ્હીમાં 15.41%, હિમાચલ પ્રદેશમાં 16.04%, ઉત્તરાખંડમાં 13.61% અને મેઘાલયમાં 14.65% પોઝિટિવ રેટ નોંધાયો છે. દિલ્હીમાં સરકાર તરફથી આદેશ જાહેર કરવામાં આવ્યો છે કે, માસ્ક નહીં પહેરનારને રૂ. 500નો દંડ કરવામાં આવશે.

રશિયાના એરબેઝ પર યુક્રેનનો હુમલો, 1 સૈનિકનું મોત, 5 ઘાયલ

યુક્રેન પર સતત બોમ્બ વરસાવતા રશિયા માટે મંગળવારે ખૂબ મોટા નુકસાનના સમાચાર છે. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે યુક્રેનની એરફોર્સે ક્રીમિયામાં આવેલા રશિયાના એરબેઝ પર બોમ્બમારો કર્યો છે. આ હુમલામાં એક રશિયન સૈનિકનું મોત થયું છે જ્યારે પાંચ ઘાયલ થયા છે. જોકે રશિયા તરફથી આ વિશે કોઈ ઓફિશિયલ નિવેદન આપવામાં આવ્યું નથી. બીજી બાજુ યુક્રેનની સેનાએ કન્ફર્મ કર્યું છે કે, તેમના ફાઈટર જેટ્સે મંગળવારે પબોરે ક્રીમિયાના આ એરબેઝપર હુમલો કર્યો હતો. આ એરબેઝ વિશે કહેવામાં આવે છે કે, તેના બર્બાદ થવાથી રશિયાને ઘણું નુકસાન થયું છે.

અન્ય સમાચારો પણ છે...