3.6 કિલોમીટરનો તિરંગો, 15 હજાર લોકો હાજર:ભાસ્કર ગ્રુપે રચ્યો ઈતિહાસ, એક સાથે 2 વર્લ્ડ રેકોર્ડ બનાવ્યા

પાલી2 મહિનો પહેલા

રાજસ્થાનના પાલીમાં શનિવારનો દિવસ ઘણો જ ખાસ રહ્યો. અહીં આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત ભાસ્કર ગ્રુપ દ્વારા 6 કિલોમીટર લાંબી તિરંગા યાત્રા કાઢવામાં આવી. જેમાં સામેલ થયા શહેરવાસીઓએ 2 રેકોર્ડ બનાવ્યા. પહેલો- 3 હજાર 650 મીટર લાંબા તિરંગાની સાથે યાત્રા કાઢવામાં આવી. બીજો- 15 હજારથી વધુ લોકોએ સૌથી લાંબો તિરંગાને થામ્યો.

આ માટે ભાસ્કરનું નામ ગોલ્ડન બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નોંધાયું છે. કાર્યક્રમ સમાપ્ત થયા બાદ ગોલ્ડન બુક ઓફ વર્લ્ડ રેકોર્ડના આસિસ્ટન્ટ હેડ ડૉ. મનીષ બિશ્નોઈએ ભાસ્કર જોધપુરના બિઝનેસ હેડ સુચિત ભંડારી, તંત્રી વિભાગના આર-2 હેડ અજય રાવત, યુનિટ હેડ પાલી વિશાલ ગૌડને આ એવોર્ડ આપ્યો.

આ રેલીમાં શહેરવાસીઓએ ભારે ઉત્સાહ સાથે ભાગ લીધો. રેલીમાં અનેક કલાકાર પારંપરિક વેશભૂષા સાથે પહોંચ્યા. રેલીમાં સામેલ લોકો પર અનેક જગ્યાએ ફુલ વરસાવવામાં આવ્યા અને સ્વાગત કરાયું.
આ રેલીમાં શહેરવાસીઓએ ભારે ઉત્સાહ સાથે ભાગ લીધો. રેલીમાં અનેક કલાકાર પારંપરિક વેશભૂષા સાથે પહોંચ્યા. રેલીમાં સામેલ લોકો પર અનેક જગ્યાએ ફુલ વરસાવવામાં આવ્યા અને સ્વાગત કરાયું.
ભાસ્કર દ્વારા આયોજિત કરવામાં આવેલી 6 કિલોમીટર લાંબી તિરંગા રેલીમાં શહેરના હજારો લોકો સામેલ થયા. શહેરવાસી, સ્કૂલના બાળકો, સામાજિક સંગઠનના કાર્યકર્તાઓએ સૂત્રોચ્ચારો કરી આગળ વધ્યા હતા.
ભાસ્કર દ્વારા આયોજિત કરવામાં આવેલી 6 કિલોમીટર લાંબી તિરંગા રેલીમાં શહેરના હજારો લોકો સામેલ થયા. શહેરવાસી, સ્કૂલના બાળકો, સામાજિક સંગઠનના કાર્યકર્તાઓએ સૂત્રોચ્ચારો કરી આગળ વધ્યા હતા.

ફુલોનો વરસાદ કરીને સ્વાગત કરાયું
ભાસ્કરની તિરંગા રેલીને બાંગડ કોલેજથી નગર પરિષદ સભાપતિ રેખા-રાકેશ ભાટી, જિલ્લા કલેક્ટર નમિત મહેતા, ASP બુગલાલ મીણાએ લીલી ઝંડી દેખાડી રવાના કરી હતી. આ દરમિયાન ધારાસભ્ય જ્ઞાનચંદ પારેખ પણ ઉપસ્થિત રહ્યાં હતા. 3 કિલોમીટરથી પણ લાંબા તિરંગાને પકડીને શહેરવાસી, સ્કૂલના બાળકો, સામાજિક સંગઠનોના કાર્યકર્તાઓ સૂત્રોચ્ચાર કરતા આગળ વધ્યા હતા.

શિવાજી સર્કલ સહિત રસ્તામાં અનેક જગ્યાએ ફુલોનો વરસાદ કરીને તિરંગા રેલીનું સ્વાગત કરાયું હતું. દરેક લોકો આ ઐતિહાસિક રેલીને પોતાના કેમેરામાં કેદ કરતા જોવા મળ્યા તો અનેક લોકોએ સૌથી લાંબા તિરંગાની સાથે સેલ્ફી પણ લીધી.

પાલીમાં શનિવારે કાઢવામાં આવી તિરંગા રેલીમાં યુવકોએ પારંપરિક ડ્રેસ પહેરીને સામેલ થયા. અનેક યુવાનોએ આ દરમિયાન પારંપરિક નૃત્ય પણ કર્યું.
પાલીમાં શનિવારે કાઢવામાં આવી તિરંગા રેલીમાં યુવકોએ પારંપરિક ડ્રેસ પહેરીને સામેલ થયા. અનેક યુવાનોએ આ દરમિયાન પારંપરિક નૃત્ય પણ કર્યું.

દેશભક્તિની ધૂને ઝુમતાં ચાલ્યા યુવકો
રેલીમાં ચાર બેન્ડ પણ સામેલ રહ્યાં જે દેશભક્તિની ધૂન પર આગળ ચાલી રહ્યાં હતા. યુવા રાષ્ટ્ર ભક્તિ ગીતો પર ઝૂમતાં નજરે પડ્યા. રેલીનો એક છેડો નહર પુલ પર હતો તો બીજો ગાંધી મૂર્તિ સર્કલ પર. આટલા લાંબો તિરંગો જોઈને દરેક લોકો આશ્ચર્યચકિત હતા.

સ્કેટિંગ કરી રહેલા બાળકોએ લોકોના મન મોહી લીધા

ભાસ્કરની તિરંગા રેલીમાં સ્કેટિંગ કરતા બાળકો આકર્ષણનું કેન્દ્ર રહ્યાં.
ભાસ્કરની તિરંગા રેલીમાં સ્કેટિંગ કરતા બાળકો આકર્ષણનું કેન્દ્ર રહ્યાં.

રેલીમાં રાજસ્થાની ડ્રેસમાં સજ્જ યુવકો અલગ જ નજરે પડી રહ્યાં હતા. તેમને નહર પુલ શિવાજી સર્કિલ નજીક મનમોહક ગૈર નૃત્ય કર્યું. લોકોએ ફુલોની વર્ષ કરીને તેમનો જુસ્સો વધાર્યો. આ સાથે જ રેલીમાં સ્કેટિંગ કરતા બાળકોએ લોકોના મન મોહી લીધા હતા.

ભાસ્કરની તિરંગા રેલીમાં રાજશ્રી સ્કૂલના ટીચર્સે પણ તિરંગા સાફા પહેરીને પહોંચ્યા હતા.
ભાસ્કરની તિરંગા રેલીમાં રાજશ્રી સ્કૂલના ટીચર્સે પણ તિરંગા સાફા પહેરીને પહોંચ્યા હતા.
આ કાર્યક્રમમાં 100થી વધુ સંગઠન અને વિભિન્ન સરકારી તેમજ પ્રાઈવેટ સ્કૂલના સ્ટૂડન્ટે ભાગ લીધો.
આ કાર્યક્રમમાં 100થી વધુ સંગઠન અને વિભિન્ન સરકારી તેમજ પ્રાઈવેટ સ્કૂલના સ્ટૂડન્ટે ભાગ લીધો.
ભાસ્કર ગ્રુપની તિરંગા રેલીમાં સામેલ ધારાસભ્ય જ્ઞાનચંદ પારેખ, પૂર્વ સભાપતિ મહેન્દ્ર બોહરા, કોર્પોરેટર સુરેશ ચૌધરી, પૂર્વ કોર્પોરેટર અશોક બાફના તેમજ અન્ય.
ભાસ્કર ગ્રુપની તિરંગા રેલીમાં સામેલ ધારાસભ્ય જ્ઞાનચંદ પારેખ, પૂર્વ સભાપતિ મહેન્દ્ર બોહરા, કોર્પોરેટર સુરેશ ચૌધરી, પૂર્વ કોર્પોરેટર અશોક બાફના તેમજ અન્ય.
પાલી શહેરના સૂરજપોલ ચોકમાં જ્યારે રેલી પહોંચી તો શહેરવાસીઓએ જોરદાર સ્વાગત કર્યું.
પાલી શહેરના સૂરજપોલ ચોકમાં જ્યારે રેલી પહોંચી તો શહેરવાસીઓએ જોરદાર સ્વાગત કર્યું.
રેલીમાં ચાર બેન્ડ પણ સામેલ રહ્યાં જેને દેશભક્તિના ગીત વગાડ્યા હતા. યુવા રાષ્ટ્ર ભક્તિ ગીત પર ઝુમતા જોવા મળ્યા.
રેલીમાં ચાર બેન્ડ પણ સામેલ રહ્યાં જેને દેશભક્તિના ગીત વગાડ્યા હતા. યુવા રાષ્ટ્ર ભક્તિ ગીત પર ઝુમતા જોવા મળ્યા.
સવારે રેલી બાંગડ કોલેજથી રવાના થઈને નહર પુલ, લોઢા સ્કૂલ રોડ, સૂરજપોલ, આંબેડકર સર્કર થઈને ગાંધી મૂર્તિ પહોંચી હતી.
સવારે રેલી બાંગડ કોલેજથી રવાના થઈને નહર પુલ, લોઢા સ્કૂલ રોડ, સૂરજપોલ, આંબેડકર સર્કર થઈને ગાંધી મૂર્તિ પહોંચી હતી.
પાલી શહેરના લોકોએ શિવાજી સર્કર પાસે ફુલોનો વરસાદ કરીને રેલીનું સ્વાગત કર્યું.
પાલી શહેરના લોકોએ શિવાજી સર્કર પાસે ફુલોનો વરસાદ કરીને રેલીનું સ્વાગત કર્યું.
ગોલ્ડન બુક ઓફ વર્લ્ડ રેકોર્ડના આસિસ્ટન્ટ હેડ ડૉ. મનીષ બિશ્નોઈ દ્વારા ભાસ્કર ટીમને બંને એવોર્ડ આપ્યા હતા.
ગોલ્ડન બુક ઓફ વર્લ્ડ રેકોર્ડના આસિસ્ટન્ટ હેડ ડૉ. મનીષ બિશ્નોઈ દ્વારા ભાસ્કર ટીમને બંને એવોર્ડ આપ્યા હતા.
અન્ય સમાચારો પણ છે...