તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
નીતિશ કુમારની પસંદ વિરુદ્ધ ભાજપ આજે મહત્વનો નિર્ણય લેવા માટે જઈ રહી છે. સુશીલ કુમાર મોદીનું નાયબ મુખ્યમંત્રી નહીં જ બને. ભાજપ તેમને સ્વર્ગસ્થ રામવિલાસ પાસવાનની જગ્યાએ રાજ્યસભા મોકલીને કેન્દ્રમાં મંત્રી બનાવવા માટે જઈ રહ્યાં છે. આ લગભગ નક્કી થઈ ગયું છે. આજે સાંજે આની જાહેરાત થઈ શકે છે. સુશીલ કુમાર મોદીએ પોતાના સોશિયલ મીડિયામાંથી પોતાનું જૂનું પદ હટવી દીધુ છે.
तारकिशोरजी को भाजपा विधानमंडल का नेता सर्वसम्मति से चुने जाने पर कोटिशः बधाई !
— Sushil Kumar Modi (@SushilModi) November 15, 2020
नोनिया समाज से आने वाली बेतिया से चौथी बार विधायक श्रीमति रेणु देवी के भाजपा विधान मण्डल दल के उप नेता सर्वसम्मति से चुने जाने पर हार्दिक बधाई!
— Sushil Kumar Modi (@SushilModi) November 15, 2020
ભાજપે હજુ સુધી મહોર લગાવી નથી
શનિવારે જ સુશીલ મોદી દિલ્હી ભાજપ નેતાઓને મળીને પાછા આવ્યા છે અને રવિવારે રાજનાથ સિંહ ભાજપની બેઠકમાં પણ આની ચર્ચા માટે આવવાના હતા, પરંતુ આ બધાની વચ્ચે નવા સમાચાર સામે આવ્યા છે.આ અંગે હાલ ભાજપે મહોર લગાવી નથી, પરંતુ રાજકીય અને પ્રશાસનિક શેરીઓમાંથી આ માહિતી સામે આવી છે. જો કે, નીતિશ કુમાર એ વાત પર અડેલા છે કે સુશીલ મોદી જ બિહારના નાયબ મુખ્યમંત્રી બને. જો નીતિશ કુમારની આ વાત માની લેવામાં આવે તો ભાજપ તેમના વિધાનસભાઅધ્યક્ષ આપશે.
પાર્ટીના ધારાસભ્યોમાં પણ વિખવાદ
સૂત્રોના જણાવ્યા પ્રમાણે બિહાર ભાજપના ઘણા દિગ્ગજ પણ સુશીલ મોદીને ફરીથી ડેપ્યુટી સીએમ તરીકે જોવા માગતા નથી. સુમો વિરુદ્ધ પાર્ટીના ઘણા ધારાસભ્ય પણ છે. કેન્દ્રીય ટીમ પર દબાણ કરવામાં આવી રહ્યું છે કે સુશીલ મોદીને ફરીથી ડેપ્યુટી સીએમ ન બનાવવામાં આવે. પાર્ટીની અંદર સુશીલ મોદી વિરુદ્ધ બની રહેલી સ્થિતિની જાણ રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા, ગૃહ મંત્રી અમિત શાહ સહિત કેન્દ્રના ઘણા વરિષ્ઠ નેતાઓને થઈ ગઈ છે.
પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.