તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • Bhaskar Exclusive: How Sachin Vaze's Life Was Saved From NIA Entry; Is The Ex cop Of Mumbai Police Trapped In Its Own Trap?

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભાસ્કર એક્સક્લૂસિવ:NIAની એન્ટ્રીથી કેવી રીતે બચી ગયો સચિન વઝેનો જીવ; શું પોતાની જ જાળમાં ફસાઇ ગયો છે મુંબઈ પોલીસનો એક્સ-કોપ?

મુંબઈએક મહિનો પહેલાલેખક: અજિત સિંહ
  • કૉપી લિંક
  • સ્કોર્પિયોના કેસમાં લગભગ દરરોજ નવા નવા ખુલાસા થઈ રહ્યા
  • સચિન વઝે કહ્યું કે તેને બલિનો બકરો બનાવવામાં આવી રહ્યો

મુંબઈમાં મુકેશ અંબાણીના ઘરની બહાર જિલેટીન ભરેલી સ્ટીકો સાથે મળી આવેલ સ્કોર્પિયોના કેસમાં લગભગ દરરોજ નવા નવા ખુલાસા થઈ રહ્યા છે. આ ઘટનાને 1 મહિનો વીતી ચૂક્યો છે, પણ ન તો નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA),ન તો એન્ટી ટેરરિસ્ટ સ્કવોડ (ATS) અને ન તો મુંબઈ પોલીસ તે વાતનો ખુલાસો કરી શકી છે કે સ્કોર્પિયો પાર્ક કરવા પાછળનો હેતુ શું હતો? આ સાથે તે પણ સવાલ છે કે એક નાના પોલીસ અધિકારીએ આ બધું કેવી રીતે કર્યું?

જ્યારે ભાસ્કરે આ કેસ સાથે જોડાયેલા પાસાઓની તપાસ કરી ત્યારે ઘણી ચોંકાવનારી બાબતો પ્રકાશમાં આવી. ટોચના સૂત્રોના જણાવ્યા અનુસાર, આ કેસમાં ઘણા એંગલ છે. કોઈને ખબર નથી કે તપાસમાં આ એંગલ સામે આવશે કે નહીં. આ એ સવાલોને સામે રાખી રહ્યા છીએ જે આ કેસની તપાસ દરમિયાન સામે આવ્યા...

સચિન વઝે એક માત્ર ચહેરો છે
મુંબઈ પોલીસના ઉચ્ચ સૂત્રોના જણાવ્યા અનુસાર સચિન આ કેસમાં એક માત્ર ચહેરો છે. આવું એટલા માટે કે પોલીસ સહાયક નિરીક્ષક (API) આટલી મોટી ઘટનાને અંજામ આપી શકે નહીં. તેની કેસમાં પડદા પાછળચોક્કસપણે કોઈને કોઈ જરૂર છે, જેના કહેવા પર આવું કરવામાં આવ્યું હતું. ખુદ સચિન વઝે પણ આવી જ વાત કહી રહ્યો છે. બુધવારે NIAની વિશેષ અદાલતમાં સચિન વઝે કહ્યું કે તેમને બલિનો બકરો બનાવવામાં આવી રહ્યો છે.

સચિન વઝે પોતાના બળ પર આ બધું કરી શકે નહીં
મહારાષ્ટ્રના એક અધિકારીના જણાવ્યા અનુસાર, સચિન વઝે પાસે એટલા રૂપિયા કે સોર્સ નથી કે તે આ બધુ કરી શકે. અધિકારીનું માનવું છે કે સચિન વઝે આ મામલે કોઈ પણ એવો ખુલાસો કરશે નહીં, જેથી બીજું કોઈ ફસાય. જો કે, આ માટે 3 એપ્રિલ સુધી રાહ જોવી પડશે.

આ એક મોટું ષડયંત્ર છે
મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવીસ કહે છે કે આ એક મોટું ષડયંત્ર છે. સચિન વઝેને ફસાવી દેવામાં આવ્યો છે. પડદા પાછળના જે અસલી લોકો છે તેનો ખુલાસો થવો જોઈએ. ફડણવીસે ઘણા સમય પહેલા આ મામલે NIA તપાસની માંગ કરી હતી. તેમનું કહેવું છે કે આ ઘટનાને હળવાશથી લેવી જોઈએ નહીં.

સચિન વઝેએ કંઇ પણ સ્વીકાર્યું નથી
ATS અને NIAએ જે તપાસ કરી છે, તેમાં કેસમાં સંડોવણી અંગે સચિન વઝેએ હજી સુધી કંઇપણ સ્વીકાર્યું નથી. NIAએ પણ કોર્ટમાં પણ આવું જ કહ્યું છે. તેથી જ કોર્ટ સચિન વઝેને 3 એપ્રિલ સુધી કસ્ટડીમાં મોકલી આપ્યો હતો. સુત્રોના જણાવ્યા અનુસાર, સચિન વઝે દ્વારા આ કેસમાં પૈસા વસૂલવાનું જ એકમાત્ર કારણ છે. સાથે જ સચિન વઝે પણ એન્કાઉન્ટર જેવી પરિસ્થિતિ બનાવવા માંગતો હતો, જેના કારણે તે હીરો બની જાય. આવું એટલા માટે કે 2004માં યુનુસ ખ્વાજાની મૃત્યુના મામલે સચિન વઝેને સસ્પેન્ડ કરવામાં આવ્યો હતો.

શું સચિન વઝે આત્મહત્યા કરવાનો હતો?
એ વાતની વધુ સંભાવના હતી કે જો NIA સચિન વઝેની ધરપકડ ન કરી હોત તો તેણે આત્મહત્યા કરી લીધી હોત. ખરેખર, વઝેએ 13 માર્ચની સવારે તેના વોટ્સએપ પર એક સ્ટેટસ મૂક્યું હતું. જેમાં લખવામાં આવ્યું હતું કે '3 માર્ચ, 2004ના રોજ CIDમાં મારા સાથીઓએ ખોટા આરોપસર મારી ધરપકડ કરી હતી. તે કેસ હજી ક્લિયર થયો નથી, પરંતુ હવે ઇતિહાસ પોતાને પુનરાવર્તિત કરી રહ્યો છે. મારા સહકર્મી હવે મારા મમતે ફરીથી જાળ પાથરી રહ્યા છે. ત્યારે અને હવેની સ્થિતિ વચ્ચે થોડો તફાવત છે. તે સમયે મારી પાસે 17 વર્ષનું ધૈર્ય, આશા, જીવન અને સેવા હતી પરંતુ હવે મારી પાસે ન તો 17 વર્ષનું જીવન છે અને ન તો સેવા. અહવે બચવાની કોઈ આશા નથી. હવે દુનિયાને અલવિદા કહેવાનો સમય આવી ગયો છે.'

વઝેનું સ્ટેટસ સામે આવ્યા બાદ NIAએ તેની ધરપકડ કરી હતી
13 માર્ચે સવારે આ સ્ટેટસ વાયરલ થયું હતું અને બપોર સુધીમાં NIAએ સચિન વઝેની ધરપકડ કરી હતી. ખરેખર, NIAને ડર હતો કે જો વઝે આત્મહત્યા કરી લેશે, તો આ કેસ ઉલેકવામાં ઘણી તકલીફ થશે અને તે એક રહસ્ય બનીને જ રહી જશે. એટલું જ નહીં, એવી સંભાવના પણ હતી કે જો તે દિવસે NIAએ તેની ધરપકડ ન કરી હો તો તેની હાલત પણ મારી નાખવામાં આવેલ મનસુખ હિરેન જેવી જ થઈ હોત. તેની પણ મનસુખ હિરેનની જેમ હત્યા કરવામાં આવી હોત. આ અંગે આશંકા પણ હતી કારણ કે સચિન વઝે કહી રહયો છે કે તેને બલિનો બકરો બનાવવામાં આવી રહ્યો છે. એવામાં પડદા પાછળ રહીને કામ કરનારા તેને રસ્તા પરથી હટાવીને પુરાવાઓનો નાશ કરી શકે છે.

શું મનસુખ હિરેનની જેમ વઝેની હત્યા કરવામાં આવી હોત?
મહારાષ્ટ્રના અપક્ષ સાંસદ નવનીત રાણાએ ગત દિવસોમાં એક વીડિયો જાહેર કર્યો છે. આ વીડિયોમાં તેણે કહ્યું હતું કે જો વઝે NIAની કસ્ટડીમાં ન હોત તો તેની હત્યા કરવામાં આવી હોત. તેથી જ તેને મુંબઈની બહાર બીજે ક્યાંય લઈ જવો જોઇએ. જો કે વઝેણે મુંબઈમાં જ NIAની કસ્ટડીમાં રાખવામાં આવ્યો છે. બાદમાં રાણાએ એવો પણ આક્ષેપ કર્યો હતો કે સંસદમાં શિવસેનાના સાંસદ અરવિંદ સાવંતે તેમને આ જ બાબતે જોઈ લેવાની ધમકી પણ આપી હતી.

વધુ પડતાં વિશ્વાસને કારણે સચિન વઝે ફસાઈ ગયો
આ કેસમાં બીજો મોટો સવાલ એ છે કે સચિન વઝે આખરે આ કેસમાં કેવી રીતે ઝડપાયો? ખરેખર, સચિન વઝેણે વધારે પડતો આત્મવિશ્વાસે જ તેમને ફસાવી દીધા. વઝેને વિશ્વાસ હતો કે આખા કેસની તપાસ તેમના હાથમાં જ રહેશે. તેનો સીધો રિપોર્ટ મુંબઈ પોલીસ કમિશનર પરમબીર સિંઘને હતો. તેથી તેમાં જે પણ તપાસ કરવામાં આવશે તે તેઓ પોતે જ કરશે. એટલે કે આ કેસમાં બધું જ તેઓની ઇચ્છા પ્રમાણે હશે. જેવુ તે ઈચ્છે. જો સંજોગો ન બદલાયા હોત, તો આમ જ થવાની અપેક્ષા હતી. મામલો ત્યારે અટવાયો.જ્યારે તેમાં જિલેટીનની સ્ટીકો આવી ગઈ અને વિસ્ફોટકો સાથે જોડાયેલો કેસ હોવાના કારણે તપાસ NIAના હાથમાં ચાલી ગઈ.

શું તો વઝે પોતાની જ જાળમાં ફસાઈ ગયો?
એ કહેવું ખોટું નહીં હોય કે એન્ટિલિયા કેસમાં સચિન વઝે પોતાની જ જાળમાં ફસાઈ ગયો છે. ખરેખર, NIA તે જ કેસની તપાસ કરે છે જ્યાં આતંકવાદી ષડયંત્ર અથવા રાજદ્રોહનો કેસ હોય છે. જો કે આ કેસ જિલેટીનની સ્ટીકોનો હતો, તેથી NIAએ આ કેસણે પોતાના હાથમાં લઈ લીધો. સચિન વઝે માટે આ સૌથી મોટો ઝટકો સાબિત થયો. જો NIAની એન્ટ્રી ન થઈ હોત, તો કદાચ આ કેસમાં સચિન વઝે સામે કોઈ કેસ ન બન્યો હોત. પરંતુ જિલેટીનની સ્ટીકો રાખીણે સચિન વઝેએ મોટી ભૂલ કરી દીધી અને તે પોતાની જ જાળમાં ફસાઈ ગયો.

કેસ ઉકેલીને વઝે પોતાની પર લાગેલા ડાઘ દૂર કરવા માંગતો હતો
એ વાતના પણ સંકેત મળી રહ્યા છે કે સચિન આ કેસને હલ કરીને તેમની સામે લગાવવામાં આવેલા જુના આરોપોથી છૂટકારો મેળવવા માગતો હતો. તેના પર 2004માં ખ્વાજા યુનુસની હત્યા કરવાનો આરોપ હતો. યુનુસનું પોલીસ કસ્ટડીમાં મૃત્યુ થયું હતું. ત્યારબાદ તેને પોલીસ વિભાગમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યો હતો.

આ કેસથી મીંબાઈ પોલીસની છબિ પર પણ ડાઘ લાગ્યો
એક સમયે મુંબઇ પોલીસને સ્કોટલેન્ડ યાર્ડની સમકક્ષ માનવામાં આવતી હતી., પરંતુ આ કેસમાં ખુલાસો થયા પછી તેને સ્કેમલેન્ડ પોલીસ કહેવામાં આવી રહી છે. એક સીનિયર IPS અધિકારીના જણાવ્યા મુજબ આ બધું જે રીતે બન્યું છે કે તેનાથી પોલીસની છબી પર ડાઘ લાગ્યો છે. આ તે જ સમય જેવુ છે, જ્યારે અબ્દુલ કરીમ તેલગીના નકલી સ્ટેમ્પ કૌભાંડમાં મુંબઈ પોલીસ કમિશનર આર.એસ.શર્માને નિવૃત્ત થયાના એક દિવસ પછી જ ધરપકડ કરવામાં આવી હતી. તેમની સુબોધ જયસ્વાલની SIT ટીમે ધરપકડ કરી હતી. જયસ્વાલ હાલમાં મહારાષ્ટ્રના DGP રહ્યા હતા અને હવે CISFમાં DG છે.

મુંબઈ પોલીસના એન્કાઉન્ટર પહેલા પણ અનેક સવાલોના ઘેરાવમાં રહ્યા
મુંબઈ પોલીસમાં એવા અનેક અધિકારીઓએ રહ્યા છે, જેના દ્વારા કરવામાં આવેલા એન્કાઉન્ટર સામે સવાલ ઊભા થયા છે. તેમાં સચિન વઝે, દયા નાયક, પ્રદીપ શર્મા, રવિન્દ્ર આંગેના નામ સામેલ છે. તેમાંના તમામ પોલીસે અધિકારીઓ સસ્પેન્ડ કર્યા બાદ પોલીસ ફોર્સમાં ફરી પરત ફર્યા છે. જો કે, ઘણા લોકો હજી પણ કહે છે કે આમાંથી ઘણાં એન્કાઉન્ટર નકલી હતા. જો કે આ કેસની વિશેષ વાત એ છે કે જ્યારે મુંબઈ પોલીસ કમિશનરની નિવૃત્તિ પછી ધરપકડ થઈ હતી તે સમયે પણ રાજ્યમાં NCPની સરકાર હતી. છગન ભુજબલ તે સમયે રાજ્યના ગૃહ મંત્રી હતા.

અન્ય સમાચારો પણ છે...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- દિવસ સામાન્ય જ પસાર થશે. કોઇપણ કામ કરતા પહેલાં તેના અંગે ઊંડાણપૂર્વક જાણકારી લો. મુશ્કેલ સમયમાં કોઇ પ્રભાવશાળી વ્યક્તિની સલાહ તથા સહયોગ પણ મળી શકે છે. સમાજ સેવી સંસ્થાઓ પ્રત્યે પણ સહયોગની ભા...

વધુ વાંચો