તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • Bharat Biotech Sends 16 Lakh Vaccines To 11 Cities, 100 100 People To Be Vaccinated At Each Center On First Day

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના પર પ્રહાર:ભારત બાયોટેકે 11 શહેરમાં 16 લાખ વેક્સિન મોકલી, પહેલા દિવસે દરેક કેન્દ્ર પર 100-100 લોકોને વેક્સિન અપાશે

નવી દિલ્હી13 દિવસ પહેલા

ભારત બાયોટેકે બુધવારે મુંબઈ એરપોર્ટ પરથી દેશના વિવિધ શહેરોમાં વેક્સિન પહોંચાડી દીધી હતી. ભારત બાયોટેકે જણાવ્યું કે, અમે કોવેક્સિન 11 શહેરોમાં 16.5 લાખ વેક્સિનનો પહેલો જથ્થો પહોંચાડી દીધો છે. અમને ભારત સરકાર પાસેથી 55 લાખ વેક્સિનનો ઓર્ડર મળ્યો છે.

બીજી તરફ, પૂણે સ્થિત સીરમ ઈન્સ્ટિટ્યુટે કહ્યું કે, અમે ભારત સરકાર દ્વારા અપાયેલી કોવિશીલ્ડનો 90% એટલે કે આશરે 1 કરોડ, નવ લાખ ડૉઝ નક્કી સ્થળે પહોંચાડી દીધો છે. હજુ 90 હજાર વેક્સિન મોકલવાની બાકી છે. ગુરુવાર સુધી તે જથ્થો પણ પહોંચાડી દેવાશે. અમે 26 સ્થળે વેક્સિન મોકલી છે, જેમાં રાજકોટ, કુરુક્ષેત્ર, કોચ્ચિ, કોઝિકોડ, તિરુવનંતપુરમ, વારાણસી, પોર્ટ બ્લેર, શ્રીનગર, લેહ, ઈમ્ફાલ અગરતલા જેવા શહેરો સામેલ છે. હવે તે વિવિધ એરપોર્ટ પરથી સુરક્ષા સાથે દેશના અંતરિયાળ વિસ્તારો સુધી પહોંચાડાશે.

વેક્સિનેશનના પહેલા દિવસે દરેક કેન્દ્ર પર 100-100 લોકોને જ વેક્સિન આપવાની તૈયારી કરાઈ રહી છે. 10 દિવસ પછી મોટા કેન્દ્રો પર બે વેક્સિનેટરની વ્યવસ્થા કરાશે. તેનાથી દરેક કેન્દ્ર પર 200 લોકોને વેક્સિન આપી શકાશે. રાજ્યોને ફ્રન્ટલાઈન વર્કર્સનો ડેટા કો-વિન સાઈટ પર 26 જાન્યુ. સુધી અપલોડ કરવાની સૂચના પણ અપાઈ છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- જે કામ માટે તમે છેલ્લાં થોડા સમયથી કોશિશ કરી રહ્યા હતાં, તે કાર્ય માટે કોઇ યોગ્ય સંપર્ક મળી જશે. વાતચીતની મદદથી તમે કોઇ મામલાનું સમાધાન શોધી લેશો. કોઇ જરૂરિયાતમંદ મિત્રની મદદ કરવાથી તમને આત્...

વધુ વાંચો

Open Divya Bhaskar in...
  • Divya Bhaskar App
  • BrowserBrowser