• Gujarati News
  • National
  • Bharat Biotech Says Don't Give Pain Killers After Dose Of Covexin, It Is Not Necessary

બાળકોના વેક્સિનેશન પર સલાહ:ભારત બાયોટેકે કહ્યું- કોવેક્સિનના ડોઝ પછી પેઈન કિલર્સ ન આપો, તેની જરૂરિયાત નથી

15 દિવસ પહેલા
  • કૉપી લિંક

કોવેક્સિન બનાવનાર ભારત બાયોટેકે બુધવારે તે વાત સ્પષ્ટ કરી છે કે 15થી 18 વર્ષના યંગસ્ટર્સને વેક્સિન આપ્યા બાદ પેઈન કિલર્સ આપવાની જરૂર નથી. કંપનીએ કહ્યું કે તેની કોઈ જ જરૂરિયાત નથી. દેશમાં 3 જાન્યુઆરીથી આ ઉંમરના લોકોને વેક્સિન આપવાની શરૂઆત થઈ છે.

ભારત બાયોટેકે ટ્વીટમાં લખ્યું કે અમને જાણકારી મળી છે કે કેટલાંક વેક્સિનેશન સેન્ટર્સ પર કોવેક્સિનનો ડોઝ આપ્યા પછી પેરાસિટામોલની 500mgની 3 ટેબલેટ્સ આપવાની સલાહ આપવામાં આવી રહી છે. આવા કોઈ જ પગલાંની જરૂરિયાત નથી.

કોવેક્સિન પછી કોઈ પેઈન કિલર કે પેરાસિટામોલની જરૂર નથી. પેરાસિટામોલ કોવિડની બીજી વેક્સિનની સાથે આપવાની સલાહ અપાય છે, પરંતુ કોવેક્સિનની સાથે આવું નથી.

ક્લીનિકલ ટ્રાયલમાં ડોકટરી ઉપચારની કોઈ જરૂર નહીં પડે
કંપનીએ કહ્યું કે 30 હજાર લોકો પર કરવામાં આવેલા ક્લીનિકલ ટ્રાયલ દરમિયાન અમને માત્ર 10-20% લોકોમાં જ સાઈડ ઈફેક્ટ જોવા મળી હતી. જેમાંથી મોટાભાગના લોકોમાં એકદમ સામાન્ય લક્ષ્ણો જ હતા, જે 1-2 દિવસની અંદર જ ઠીક થઈ ગયા. તેમના માટે કોઈ જ પ્રકારની તબીબી સારવારની જરૂર પડી ન હતી. ફિઝિશિયનની સલાહ પછી જ મેડિકેશન લેવી જોઈએ.

1.25 કરોડ બાળકોના વેક્સિન થયા
ગત મહિને ડ્રગ કંટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયા (DCGI)એ 12 વર્ષથી ઉપરના બાળકોને જરૂરી શરતોની સાથે કોવેક્સિનનો ઈમરજન્સી ડોઝ આપવાની મંજૂરી અપાઈ હતી. જે બાદ વડાપ્રધાન મોદીએ 25 ડિસેમ્બરે જાહેરાત કરી હતી કે 15થી 18 વર્ષના બાળકોને 3 જાન્યુઆરીથી કોરોના વેક્સિન આપવામાં આવશે.

અત્યાર સુધી દેશમાં 1.25 કરોડ બાળકોને વેક્સિનેશન કરવામાં આવ્યા છે. તો 1.40 કરોડ બાળકોને વેક્સિનેશન માટે રજિસ્ટ્રેશન કરાયું છે. કેન્દ્ર સરકારે જણાવ્યા મુજબ દેશભરમાં આ એજ ગ્રુપના 7.40 કરોડ બાળકો છે, જેને વેક્સિનેટ કરવાના છે.

તો 10 જાન્યુઆરીથી હેલ્થકેર, ફ્રંટ લાઈન વર્કર્સ અને કોર્મોબિડિટિઝ એટલે કે ગંભીર બીમારીનો સામનો કરી રહેલા 60 વર્ષથી વધુની ઉંમરના લોકોને પ્રોકૉશન ડોઝ આપવામાં આવશે. તેઓએ જે રીતે વેક્સિનનો પહેલો અને બીજો ડોઝ આપવામાં આવ્યો તેવી જ રીતે આ ત્રીજો ડોઝ પણ આપવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...