તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Bharat Biotech Nasal Spray Vaccine For COVID 19 Update | Single COVID 19 Vaccine Dose Boosts Protection

'નેઝલ વેક્સિન' બનશે ગેમ ચેન્જર:ભારત બાયોટેકે કહ્યું- આનો એક ડોઝ પણ સંક્રમણ રોકવામાં સક્ષમ હશે, જેનાથી ટ્રાન્સમિશન ચેઇન તૂટી જશે

2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અત્યારસુધી 175 લોકોને નેઝલ વેક્સિન આપવામાં આવી છે

કોવિડ-19નાં મોટાભાગનાં કેસમાં જોવા મળ્યું હતું કે કોરોનાવાયરસ મ્યૂકોસાનાં માધ્યમથી શરીરમાં પ્રવેશ કરે છે અને મ્યૂકોસલ મેમબ્રેનમાં રહેલી કોશિકાઓ અને અણુઓને ચેપ લગાડે છે. જો નાકનાં માધ્યમથી વેક્સિન આપવામાં આવે તો આ પ્રશ્નનો ઉકેલ આવી શકે છે. જેના કારણેજ આખું વિશ્વ નેઝલ એટલે કે નાકનાં માધ્યમથી આપવામાં આવતી વેક્સિનનો વિકલ્પ શોધવામાં મહેનત કરી રહ્યું છે.

નીતિ આયોગનાં સભ્ય (સ્વાસ્થ્ય) ડૉ.વી.કે.પૉલનાં આધારે, નેઝલ વેક્સિન જો સફળ થઈ જશે, તો આ મહામારીમાં એક 'ગેમ ચેન્જર' સાબિત થશે. જેનું મુખ્ય કારણ એ છે કે આ વેક્સિનને કોઈપણ વ્યક્તિ પોતાની જાતે પણ લઈ શકે છે.

ભારત બાયોટેકનાં એમ.ડી કૃષ્ણા એલ્લાએ કહ્યું કે ઈન્જેક્ટેબલ વેક્સિન માત્ર નીચેના ફેફસાં સુધી જ રક્ષણ પૂરુ પાડી શકે છે, ઉપરનાં નાક અને ફેફસાંનું રક્ષણ નથી કરી શકતી. તેઓએ વધુમાં જણાવ્યું હતું કે જો તમે નેઝલ વેક્સિનનો એક ડોઝ પણ લેશો તો સંક્રમણને રોકી શકો છો. જેના દ્વારા ટ્રાન્સમિશન ચેઈન પણ તૂટશે. આ પણ એક પોલિયોની જેવી જ રસી હશે, જેમાં બંને નાકમાં 2-2 ડ્રોપ એમ કુલ 4 ડ્રોપ લેવાના રહેશે.

નેઝલ વેક્સિનનાં ફાયદા

  • ઈન્જેક્શનથી વેક્સિન લેવાની જરૂરત નહીં પડે
  • આરોગ્યકર્મીઓને તાલિમ આપવાની પણ જરૂર નહીં પડે
  • શ્વાસોચ્છ્વાસથી સંક્રમણ ફેલાવવાનો ભય નહીં રહે
  • વેક્સિન વેસ્ટેજની સંભાવનાઓ ઘટશે
  • સંગ્રહ કરવાનાં પ્રશ્નનો પણ ઉકેલ આવશે

કેવી રીતે નેઝલ વેક્સિન અન્ય વેક્સિન કરતા અલગ હશે?
વેક્સિન લગાવવાની પણ અલગ-અલગ રીત હોય છે. કેટલીક ઈન્જેક્શન મારફતે લેવાય છે, તો કેટલીક ઓરલ જેમકે પોલિયો અને રોટાવાયરસની વેક્સિન. વળીં કેટલીક વેક્સિન નાકનાં માધ્યમથી આપવામાં આવે છે. ઈન્જેક્ટેડ વેક્સિનને નિડલ દ્વારા શરીરની ચામડી પર ઈન્જેક્ટ કરીને લગાવાય છે. વળીં નેઝલ વેક્સિન હાથ અને મોંઢા મારફતે નહીં પરંતુ નાકનાં માધ્યમથી આપવામાં આવે છે. આનાં માધ્યમથી મ્યૂકોસલ મેમ્બ્રેનમાં રહેલા વાયરસને નિશાન બનાવાય છે. ઇન્ટ્રામસ્ક્યુલર વેક્સિન અથવા ઇન્જેક્શન્સને મ્યૂકોસાથી એવી રોગપ્રતિકારક શક્તિ ઉત્પન્ન કરવામાં સફળતા નથી મળતી. જેના કારણે તે શરીરનાં અન્ય ભાગોની રોગપ્રતિકારક શક્તિ ઉપર નિર્ભર કરે છે.

અત્યારસુધી 175 લોકોને નેઝલ વેક્સિન આપવામાં આવી છે
એપ્રિલમાં હૈદરાબાદ સ્થિત ભારત બાયોટેક કંપનીએ ઈન્ટ્રાનેઝલ વેક્સિન, BBV154ની પ્રથમ ચરણમાં ટેસ્ટિંગ કરવાની મંજૂરી મેળવી લીધી હતી. આ મંજૂરી ડ્રગ કંન્ટ્રોલ જનરલ ઓફ ઈન્ડિયાની વિશેષજ્ઞ સમિતિએ આપી હતી. ક્લીનિકલ ટ્રાયલ્સ રજિસ્ટ્રીનાં આધારે, 175 લોકોને આ વેક્સિન આપવામાં આવી છે. આમને 3 ગ્રુપમાં વિભાજિત કરવામાં આવ્યા છે. પહેલા અને બીજા ગ્રુપમાં 70 સ્વયંસેવકો રાખવામાં આવ્યા છે અને ત્રીજા ગ્રુપમાં 35 સ્વયંસેવકો રખાયા છે. પ્રથમ ગ્રુપને સિંગલ ડોઝ વેક્સિન પહેલી મુલાકાતમાં જ આપવામાં આવશે અને પ્લેસીબો 28માં દિવસે અપાશે. વળીં, બીજા ગ્રુપને બે ડોઝ, એક પહેલા દિવસે અને બીજો 28માં દિવસે ઈન્ટ્રાનેઝલ વેક્સિનનાં આપવામાં આવશે. ત્યાંજ, ત્રીજા ગ્રુપને પહેલા દિવસે અને 28માં દિવસે કાં' તો પ્લેસિબો અથવા તો ઈન્ટ્રાનેઝલ વેક્સિન આપવામાં આવશે.

દેશમાં અત્યારસુધી 17.51 કરોડ લોકોને વેક્સિન અપાઈ ચૂકી છે
અત્યારસુધી દેશમાં વેક્સિનશનનું ત્રીજુ ચરણ ચાલી રહ્યું છે. જેમાં 18 વર્ષથી વધુ ઉંમરનાં લોકોને વેક્સિન આપવામાં આવે છે. અત્યારસુધી દેશમાં કુલ 17 કરોડ 51 લાખ 71 હજાર 482થી વધુ લોકોને કોરોનાવાયરસની વેક્સિન આપવામાં આવી છે. જેમાં કુલ 13 કરોડ 65 લાખથી વધુ લોકોને પ્રથમ ડોઝ, જ્યારે 3 કરોડ 85 લાખથી વધુ લોકોને બીજો ડોઝ અપાયો છે. દેશમાં આ સમયે કોરોનાવાયરસની 2 વેક્સિન કોવિશીલ્ડ અને કોવેક્સિન લોકોને લગાવાઈ રહી છે.

અન્ય સમાચારો પણ છે...