તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Bharat Biotech COVID 19 Vaccine Covaxin Supplying Update; Maharashtra, Madhya Pradesh UP Bihar West Bengal

કોવેક્સિનની ડાયરેક્ટ સપ્લાઈ:ભારત બાયોટેક 1 મેથી 18 રાજ્યોને સીધો વેક્સિનનો પુરવઠો પહોંચાડશે; કંપનીએ કહ્યું- કેટલાક રાજ્ય અમારા પર સવાલ ઉઠાવે છે, જે યોગ્ય નથી

2 મહિનો પહેલા

દેશમાં ઘણા રાજ્યની અંદર વેક્સિનની અછત સર્જાઈ રહી છે, જેના પગલે ભારત બાયોટેકે મંગળવારે કેટલાક રાજ્યને સીધો વેક્સિનનો પુરવઠો પહોંચાડવાની જાહેરાત કરી હતી. કંપનીએ જણાવ્યું હતું કે તે કોવેક્સિનનો નિયમિત સપ્લાઈ તો ચાલુ જ રાખશે. આને ધ્યાનમાં રાખીને 1 મેથી તેઓ 18 રાજ્યોમાં પુરવઠો પહોંચાડી રહ્યા છે. કંપનીએ આન્ધ્ર પ્રદેશ, બિહાર, દિલ્હી, ગુજરાત, હરિયાણા, ઉત્તર પ્રદેશ અને પશ્ચિમ બંગાળ જેવા રાજ્યોમાં વેક્સિનનો પુરવઠો પહોંચાડ્યો છે.

ભારત બોયટેકે સોશિયલ મીડિયામાં પોસ્ટ કરીને જણાવ્યું હતું કે અમે સતત વેક્સિનનો જથ્થો પહોંચાડી રહ્યા છીએ, તેમ છતાં કેટલાક લોકો અમારા પર સવાલો ઉઠાવી રહ્યા છે. આ અત્યંત દુઃખદ છે. અમારા 50 ટકા કર્મચારીઓ કોરોનાને કારણે કાર્ય કરી શકતા નથી, તેમ છતાં અમે લોકડાઉનમાં પણ 24 કલાક કાર્ય કરી રહ્યા છીએ.

કેન્દ્રની ફાળવણી બાદ સપ્લાય શરૂ થઈ હતી
કંપનીની જોઈન્ટ મેનેજિંગ ડાયરેક્ટર સુચિત્રાએ કહ્યું હતું કે કેન્દ્ર સરકારની ફાળવણીથી અમે 1 મેથી વિવિધ રાજ્યોની અંદર સીધો વેક્સિનનો પુરવઠો પહોંચાડી રહ્યા છીએ. આની પહેલાં હેલ્થ મિનિસ્ટ્રીએ જણાવ્યું હતું કે ત્રીજા ફેઝનાં ટોટલ પ્રોડક્શનનાં 50 ટકા કેન્દ્ર સરકાર રાખશે, જ્યારે બાકીનાં 50 ટકા રાજ્ય સરકાર અને ઓપન માર્કેટમાં વેચાણ માટે રાખવામાં આવશે.

અત્યારે વેક્સિન મોંઘી છે
ભારત બાયોટેકે કેન્દ્ર સરકારને 150 રૂપિયા પ્રતિ ડોઝ અને રાજ્યોને 600 રૂપિયા પ્રતિ ડોઝનાં ભાવે વેક્સિન વેચવાની જાહેરાત કરી હતી. ઘણા વાદ વિવાદને પગલે કંપનીએ ભાવ ઘટાડીને 400 રૂપિયા કર્યો હતો. પ્રાઈવેટ હોસ્પિટલને તો આ 1200 રૂપિયા પ્રતિડોઝનાં હિસાબે જ આપવામાં આવે છે.

કોવેક્સિન દુનિયાની સૌથી સફળ વેક્સિનની યાદીમાં સામેલ
ભારત બાયોટેક અને ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચનાં પ્રયત્નોથી બનેલી પ્રથમ સ્વદેશી વેક્સિન 'કોવેક્સિન' દુનિયાની સફળ વેક્સિનની યાદીમાં સામેલ છે. કંપનીનાં ફેઝ-3 ક્લીનીકલ ટ્રાયલનાં બીજા ચરણનાં નિર્ણયોને આધારે દાવો કરાયો હતો કે આ વેક્સિનની ક્લિનિકલ એફિકેસી 78 ટકા છે. મહત્ત્વની વાત એ હતી કે ટ્રાયલમાં જેમને પણ વેક્સિનનો ડોઝ અપાયો હતો, એમનામાં કોઈપણ પ્રકારનાં ગંભીર લક્ષણો જણાયા નહોતા. જેથી ગંભીર લક્ષણોને રોકવા માટે આ વેક્સિન 100 ટકા ઈફેક્ટિવ છે.

અન્ય સમાચારો પણ છે...