તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • India Closed Today, Though Not As Discussed As It Was In January, Peasant Leaders Changed Politics

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઠંડુ પડતુ જઈ રહ્યું છે ખેડૂત આંદોલન:આજે ભારત બંધ, જોકે એવી ચર્ચા નહિ જેવી જાન્યુઆરીમાં હતી, ખેડૂત નેતાઓએ બદલી રણનીતિ

નવી દિલ્હી2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આંદોલન ઠંડુ બિલ્કુલ પડ્યું નથી, સતાધારી ભાજપ આવો પ્રચાર કરી રહી છેઃ BKUના પ્રવક્તા રાકેશ ટિકૈત
  • સરકાર તરફથી અતિમ પ્રસ્તાવ દોઢ વર્ષ સુધી કૃષિ કાયદાઓને હોલ્ડ કરવાનો આપવામાં આવ્યો હતો

ચાર મહિનાથી આંદોલન કરી રહેલા ખેડૂતોએ આજે ભારત બંધની જાહેરાત કરી છે. જોકે જે રીતે જાન્યુઆરી કે ફેબ્રુઆરીની શરૂઆત સુધી ખેડૂતોના મુદ્દાને લઈને લોકોની રુચિ હતી, એવી હવે દેખાઈ રહી નથી. જોકે મીડિયાના ફોકસમાં પણ હવે ખેડૂત નથી.

છેલ્લા ચાર મહિનામાં સરકાર અને ખેડૂતોની વચ્ચે 11 રાઉન્ડની વાત થઈ ચૂકી છે. સરકાર તરફથી અતિમ પ્રસ્તાવ દોઢ વર્ષ સુધી કૃષિ કાયદાઓને હોલ્ડ કરવાનો આપવામાં આવ્યો હતો. જોકે ખેડૂતો તેને સંપૂર્ણ રીતે ખત્મ કરવાની હઠ કરી રહ્યાં છે.

ભારતીય કિસાન યુનિયન(BKU)ના પ્રવક્તા રાકેશ ટિકૈત કહે છે કે આંદોલન ઠંડુ બિલ્કુલ પડ્યું નથી. સતાધારી ભાજપ આવો પ્રચાર કરી રહી છે. મીડિયાએ પણ હવે આંદોલનને થોડું ઓછું બતાવવાનું શરૂ કર્યું છે. જોકે આંદોલન જેવુ શરૂ થયુ હતું એટલા જ જોશથી આગળ વધી રહ્યું છે અને જ્યા સુધી કૃષિ કાયદાઓને પરત નહિ લેવાય ત્યાં સુધી અમે આંદોલન ખત્મ નહિ કરીએ.

BKUના ખેડૂત નેતા ધર્મેન્દ્ર મલિક વાતને આગળ વધારતા કહે છે કે જે લોકો એમ વિચારી રહ્યાં છે કે આંદોલન માત્ર બોર્ડર પર જ ચાલી રહ્યું તેઓ ખોટા છે. હવે આ આંદોલન વિવિધ રાજ્યોમાં જિલ્લાવાર સ્તરે ચાલી રહ્યું છે. જેથી ખેડૂતોની ખેતીનું પણ નુકસાન ન થાય અને આંદોલન પણ આગળ વધતુ રહે. ખેડૂતો કહે છે કે આંદોલન હવે નવી રણનીતીની સાથે આગળ વધી રહ્યું છે. તો શું છે ખેડૂત આંદોલનને આગળ વધારવાની નવી ફોર્મ્યુલા?

બોર્ડર પર એકત્રિત થયેલા ખેડૂતો માટે લંગરની વ્યવસ્થા કરવામાં આવી.
બોર્ડર પર એકત્રિત થયેલા ખેડૂતો માટે લંગરની વ્યવસ્થા કરવામાં આવી.

ખેડૂત આંદોલનની નવી રણનીતિ
ખેડૂત નેતા રાકેશ ટિકૈત આજે દેહરાદૂનના હરબસપુરમાં છે. અહીં સ્થાનિક ખેડૂતોની સાથે પોતાની માંગો અને આંદોલનની આગળની રણનીતી શેર કરશે. બીકેયુના નેતા ધર્મેન્દ્ર મલિક કહે છે કે ખેડૂત આંદોલનું હવે વિકેન્દ્રીકરણ કરવામાં આવ્યું છે. શેરડીની કાપણી અને ઘઉંની વાવણી માટે ખેડૂતોએ પોતાના ગામમાં પણ રહેવાનું છે તો બીજી તરફ આંદોલન પણ ચલાવવાનું છે. આ કારણે વરિષ્ઠ નેતાઓ જિલ્લાઓમાં જઈને બેઠક કરી રહ્યાં છે.

જિલ્લામાં પણ અંતિમ ગામડાઓ સુધી ખેડૂત સંગઠનના કાર્યકર્તાઓ બેઠકો માટે પહોંચી રહ્યાં છે. ઉતરાખંડ ખેડૂત મંચના પ્રદેશ અધ્યક્ષ ભોપાલ સિંહ જણાવે છે કે ગામડાઓમાં અમે ખેડૂતો સુધી પહોંચી રહ્યાં છે. તેમને રોટેશન પ્રક્રિયા અંતર્ગત બોર્ડર પર આવવાની રણનીતી વિશે સમજાવી રહ્યાં છે. જેથી ખેતીનું પણ નુકસાન ન થાય અને આંદોલન પણ ઠંડુ ન પડે.

આંદોલન સ્થળ પર ખાવા-પીવા અને નાસ્તાની સંપૂર્ણ વ્યવસ્થા કરવામાં આવી છે.
આંદોલન સ્થળ પર ખાવા-પીવા અને નાસ્તાની સંપૂર્ણ વ્યવસ્થા કરવામાં આવી છે.

શું છે આંદોલનના રોટેશનની ફોર્મ્યુલા
ગાજીપુર બોર્ડર, ટીકરી બોર્ડર અને સિંધુ બોર્ડરમાં આદોલન કરી રહેલા ખેડૂતોની સંખ્યા ઘટ્યા પછી નવી રણનીતી બનાવવામાં આવી. ખેડૂત નેતાઓ ગામડાઓમાં બેઠક કરી રહ્યાં છે. પંજાબ, હરિયાણા અને પશ્ચિમી યુપીમાં અત્યાર સુધીમાં સંખ્યાબંધ બેઠકો થઈ ચૂકી છે. આ બેઠકોમાં ગામડાના સ્તરે 10-30ના ગ્રુપમાં ખેડૂતોના અલગ-અલગ દળ બનાવવામાં આવી રહ્યાં છે. એક દળ બોર્ડર પર જાય છે તો બીજું ગામડામાં રહે છે. જેથી આંદોલન અને ખેતી સાથે-સાથે ચાલતી રહી.

લોકો ઘરના સ્તર પર પણ આંદોલનમાં રોટેશનની પ્રક્રિયા અંતર્ગત સામેલ થઈ રહ્યાં છે. અમૃતસરથી બાલજીત સિંહ 13 માર્ચે પોતાના ગામે પરત ફર્યા. તેઓ ગાજીપુર બોર્ડર પર આંદોલનમાં 3 ફેબ્રુઆરીથી સક્રિય હતા. જે દિવસે બલજીત સિંહ ઘરે પરત ફર્યા તે દિવસે તેમના પુત્ર તેજેંદર આ આંદોલનમાં સામેલ થયા. તેજેંદર 28 માર્ચે અહીંથી ઘરે પરત ફરશે તો 1 એપ્રિલે બલજીત સિંહ ફરી આંદોલન માટે બોર્ડર પર આવી જશે.

આંદોનનું થઈ રહ્યું છે વિકેન્દ્રીકરણ
રાકેશ ટિકૈત કહે છે કે અમે મહિનાઓનું નહિ પરંતુ વર્ષોનો પ્રોગ્રામ બનાવ્યો છે, તો રણનીતી પણ એ જ હિસાબથી બનાવી પડશે. બોર્ડર ખાલી ન થાય, તેના માટે રોટેશનની સાથે જ આંદલનને ગામડે-ગામડે સુધી પહોંચાડવા માટે વિકેન્દ્રીકરણની પ્રક્રિયા અપનાવવામાં આવી રહી છે.

અત્યાર સુધીમાં સંખ્યાબંધ મહાપંચાયત ઓછામાં ઓછા 10 રાજ્યોમાં થઈ ચૂકી છે. આગળ પણ મહાપંચાયત ચાલુ રહેશે. અત્યાર સુધીમાં મધ્યપ્રદેશ અને ઉત્તરાખંડમાં 4-4, ઉત્તરાપ્રદેશમાં 12, પંજાબમાં 20થી વધુ, હરિયાણામાં 3-31, રાજસ્થાનમાં 10 કર્ણાટકમાં 3, બિહારમાં 2 ઓરિસ્સામાં એક, બંગાળમાં ત્રણ દિવસ દરમિયાન ડઝન જેટલી મહાપંચાયત કરવામાં આવી. બીકેયુના ખેડૂત નેતા ધર્મેન્દ્ર મલિક કહે છે કે દેશના દરેક રાજ્યમાં આગળ પણ આ પ્રકારની મહાપંચાયત ચાલતી રહેશે.

બાળકોના અભ્યાસ માટે વ્યવસ્થા કરવામાં આવી છે, જેથી તેમના અભ્યાસને નુકસાન ન થાય.
બાળકોના અભ્યાસ માટે વ્યવસ્થા કરવામાં આવી છે, જેથી તેમના અભ્યાસને નુકસાન ન થાય.

ખેડૂત નેતા ગુરુનામ સિંહ ચઢૂનીએ જણાવ્યું કે પંજાબમાં અલગ-અલગ જિલ્લાઓમાં અત્યાર સુધીમાં ડઝન જેટલી બેઠક થઈ છે. ચઢૂની કહે છે કે આંદોલનમાં લોકો ઘટી રહ્યાં નથી પરંતુ એક રણનીતી અંતર્ગત અમે કેટલાક લોકોને ગામમાં અને કેટલાક લોકોને ગામમાં રહેવા માટે પ્રેરિત કરી રહ્યાં છે. જેથી લોકોનો રોજગાર બંધ ન થાય અને આંદોલન પણ ચાલતુ રહે.

મહાપંચાયત દ્વારા ખેડૂતોને આગળ મોટા આંદોલન માટે તૈયાર કરાઈ રહ્યાં છે. જરૂરિયાત પડી તો આ વખતે 26 જાન્યુઆરીથી પણ વધુ લોકો દિલ્હીમાં ભેગા થશે. ખેડૂત મંચના ભોપાલ સિંહ કહે છે કે આ વખતે હજારોની સંખ્યામાં નહિ પરંતુ લાખોની સંખ્યામાં ટ્રેક્ટર દિલ્હીમાં ઘુસશે.

સંસદ તો બંધ હવે કોને ઘેરશે ખેડૂતો?
રાકેશ ટિકૈતે તાજેતરમાં જ ખેડૂતોને કહ્યું હતું કે જો તેમને પાકનું ન્યુનતમ સમર્થન મુલ્ય ન મળે તો તે સંસદમાં જઈને પોતાનો પાક વેચો. કારણ કે સરકાર કહે છે કે તેઓ ઈચ્છે ત્યાં જઈને પાક વેચી શકે છે. જોકે હવે સંસદ ઠપ છે તો ખેડૂત સંસદમાં કઈ રીતે પાક વેચશે કે તેને કઈ રીતે ઘેરશે? તેની પર ધર્મેન્દ્ર મલિક કહે છે કે સંસદ બંધ છે તો શું થયું, સંસદમાં બેસનારાઓના ઘરની આસપાસ ખેડૂતો અડ્ડો જમાવશે. ખેડૂત નેતાઓના ઘરની બહાર અનાજથી ભરેલા ટ્રેક્ટર લઈને પહોંચશે.

ટેન્ટમાં વૃદ્ધો પણ મોટી સંખ્યામાં છે. અહીં તેમના કામની દરેક ચીજ ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે.
ટેન્ટમાં વૃદ્ધો પણ મોટી સંખ્યામાં છે. અહીં તેમના કામની દરેક ચીજ ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે.

બોર્ડર પર ચાલી રહેલુ આંદોલન ફીક્કું પડી રહ્યું, ઘટી રહ્યાં છે ખેડૂત
ખેડૂત નેતા ગુરનામ સિંહ ચઢૂની કહે છે કે ખેડૂત આંદોલન ફીક્કું પણ પડી રહ્યું નથી કે ખેડૂતોની સંખ્યા પણ ઘટી રહી નથી. 10 ખેડૂતો પરત જાય છે તો 20 ખેડૂતો આંદોલનમાં પરત આવે છે. સિંધુ બોર્ડર પર હાલ પણ 40 હજારથી વધુ ખેડૂતો આંદોલન કરી રહ્યાં છે. તેમાંથી કેટલાક લોકો સમગ્ર દિવસ દરમિયાન રહે છે અને રાતે જાય છે. ધર્મેન્દ્ર માલિક પણ કહે છે કે આંદોલન કરનારા લોકોની ચોક્કસ સંખ્યા ન જણાવી શકાય, કારણ કે ખેડૂતો સતત આવતા-જતા રહે છે. એવું કોઈ રજિસ્ટર બનાવવામાં આવ્યું નથી, જોકે ગાજીપુર બોર્ડરમાં ઓછામાં ઓછા 10 હજાર તો સિંધુ અને ટિકરી બોર્ડરમાં 30-30 હજાર ખેડૂતો હાલ અસ્થાઈ રીતે છે.

આંદોલનમાં મતભેદ
પશ્ચિમ બંગાળમાં ખેડૂત નેતાઓના ભાજપ વિરોધી પ્રચાર કરવા સાથે ઘણા ખેડૂત નેતાઓ સહમત નથી. માર્ક્સવાદી કમ્યુનિસ્ટ પાર્ટીના સભ્ય અને ખેડૂત નેતા દર્શનપાલ કહે છે આપણે ભાજપની વિરુદ્ધ પ્રચાર કરવાની જગ્યાએ ખેડૂત આંદોલન અને ખેડૂતોની માંગો વિશે વાત કરવી જોઈએ, કારણ કે ચૂંટણીના પરિણામો જે પણ આવે જોકે તેની અસર આંદોલન પર ન પડવી જોઈએ. બીજી તરફ દર્શનપાલ સિંહ કહે છે કે પશ્ચિમ બંગાળના ચૂંટણી પરિણામ આંદોલનને પ્રભાવિત કરી શકે છે, જોકે તેમને તેની ચિંતા નથી. ભારતીય કિસાન યુનિયન(ઉગરાહાં)ના અધ્યક્ષ જોગિંદર સિંહ ઉગરાહાં પણ ચૂંટણીવાળા રાજ્યોમાં કોઈ પાર્ટી કે પક્ષ કે પછી વિપક્ષમાં ચૂંટણી પ્રચારના પક્ષમાં નથી. તેમનો તર્ક છે કે અમારુ સંગઠન એ ન કહી શકે કે કોને વોટ આપવો જોઈએ અને કોને ન આપવો જોઈએ. આપણે વોટના રાજકારણથી દૂર રહેવું જોઈએ.

અન્ય સમાચારો પણ છે...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

વધુ વાંચો