• Gujarati News
  • National
  • Bhagwat Says Campaign Has Been Going On To Discredit Savarkar Since Independence, Now It's Vivekanandaji's Turn

સંઘ પ્રમુખે ઈશારામાં જ સાધ્યું નિશાન:ભાગવતે કહ્યું- આઝાદી મળી તે પછીથી સાવરકરને બદનામ કરવાનું અભિયાન ચાલી રહ્યું છે, હવે વારો વિવેકાનંદજીનો

નવી દિલ્હી9 દિવસ પહેલા
  • કૉપી લિંક

રાષ્ટ્રીય સ્વંયસેવક સંઘ (RSS)ના પ્રમુખ મોહન ભાગવતે મંગળવારે વાતવાતમાં જ કોંગ્રેસ સહિત તે તમામ લોકો પર પ્રહારો કર્યા જેઓ સાવરકરને બદનામ કરી રહ્યાં છે. સંઘ પ્રમુખે કહ્યું- વીર સાવરકરને લઈને આજના ભારતમાં જાણકારીનો અભાવ છે, સાવરકરને બદનામ કરવાના પ્રયાસો કરવામાં આવ્યા.

ભાગવતે કહ્યું કે સ્વતંત્રતા મળી તે પછીથી વીર સાવરકરને બદનામ કરવાનું ષડયંત્ર ચાલી રહ્યું છે. હવે પછી સ્વામી વિવેકાનંદ, સ્વામી દયાંનદ સરસ્વતી અને યોગી અરવિંદને બદનામ કરવાનો વારો આવશે, કેમકે સાવરકર આ ત્રણેયના વિચારોથી પ્રભાવિત હતા.

અશફાક ઉલ્લાહ ખાન જેવાનું નામ ગુંજવુ જોઈએ
ભાગવતે કહ્યું કે સૈયદ અહમદને મુસ્લિમ અસંતોષના જનક કહેવામાં આવે છે. ઈતિહાસમાં દારા શિકોહ, અકબર થયા અને ઔરંગઝેબ પણ થયો જેને ચક્ર ઊંધુ ફેરવ્યું. અશફાક ઉલ્લાહ ખાને કહ્યું હતું કે મર્યા પછી બીજો જન્મ પણ ભારતમાં જ લઈશ. એવા લોકોના નામ ગુંજવા જોઈએ. ભાગવતે દિલ્હીમાં સાવરકર પર લખાયેલા પુસ્તકના વિમોચન કાર્યક્રમમાં આ કહ્યું હતું.

... તો વિભાજન ન થયું હોત
સંઘ પ્રમુખે કહ્યું, ભારતીય ભાષાની પરંપરાના અર્થમાં ધર્મનો અર્થ જોડવાવાળો છે, ઉઠાવનારો છે, ભાગલા ન પાડનારો છે. સાધારણ શબ્દોમાં સમજવામાં આવે તો ભારતીય ધર્મ માનવતા છે. જે ભારતનો છે, તેની સુરક્ષા, પ્રતિષ્ઠા ભારતની સાથે જ જોડાયેલી છે.

ભાગલા પછી ભારતથી પાકિસ્તાનમાં ઘુસેલા મુસ્લિમોની પ્રતિષ્ઠા પાડોસી દેશમાં પણ નથી. જે ભારતના છે, તે ભારતના જ છે. આટલાં વર્ષો પછી જ્યારે હવે આપણે પરિસ્થિતિઓ જોઈએ છીએ તો ધ્યાનમાં આવે છે કે મોટેથી બોલવાની જરૂરિયાત ત્યારે હતી, બધાં જ બોલ્યા હોત તો કદાચ ભાગલા ન પડ્યા હોત.

રાજનાથ સિંહે કહ્યું- મહાન સ્વતંત્રતા સેનાની હતા સાવરકર
કાર્યક્રમમાં રક્ષા મંત્રી રાજનાથ સિંહ પણ સામેલ થયા. રાજનાથ સિંહે કહ્યું- વીર સાવરકરજી મહાન સ્વતંત્રતા સેનાની હતી, તેમાં કોઈ બે મત નથી. કોઈ પણ વિચારધારાના ચશ્માથી જોઈને રાષ્ટ્ર નિર્માણમાં તેમના યોગદાનને અવગણવો, અપમાનિત કરવાનું એવું કામ છે જેને ક્યારેય માફ ન કરી શકાય.

અન્ય સમાચારો પણ છે...