હરિયાણાના કરનાલ પહોંચેલા RSSના વડા મોહન ભાગવતે કહ્યું કે બ્રિટિશ શાસન પહેલા ભારતની 70 ટકા વસ્તી શિક્ષિત હતી. તે સમયે દેશમાં કોઈ બેરોજગારી નહોતી અને તે શિક્ષણના આધારે દરેક વ્યક્તિ પોતાની આજીવિકાનો માર્ગ શોધી લેતો હતો.
મોહન ભાગવતે કહ્યું કે જ્યારે અંગ્રેજો ભારતમાં આવ્યા ત્યારે તેમણે દેશના શિક્ષણ મોડલને તેઓ પોતાના દેશમાં લઈ ગયા હતા. જ્યારે પોતાના દેશના શિક્ષણ મોડલને તેમણે આપણા દેશમાં લાગું કરી દીધું હતું.
ભાગવતે વધુમાં કહ્યું કે આ કારણે થયું એવું કે ભારતનું શિક્ષણ મોડલ ઈંગ્લેન્ડમાં લાગુ થયા બાદ ત્યાંની 70 ટકા વસ્તી શિક્ષિત થઈ ગઈ અને તેમના શિક્ષણ મોડલથી આપણા દેશમાં માત્ર 17 ટકા લોકો જ શિક્ષિત રહી ગયા.
સૌના માટે સસ્તું અને સુલભ હતું આપણું શિક્ષણ
મોહન ભાગવતે જણાવ્યું હતું કે આપણી શિક્ષણ વ્યવસ્થા ન માત્ર રોજગાર માટે ન નહોતી, પણ જ્ઞાનનું માધ્યમ પણ હતી. આપણી શિક્ષણ વ્યવસ્થા સસ્તી અને સુલભ હતી. માટે શિક્ષણનો તમામ ખર્ચ સમાજ ઉઠાવતો હતો અને આ શિક્ષણ મેળવીને બનેલા વિદ્વાનો, કલાકારો અને કારીગરોએ સમગ્ર દુનિયામાં પ્રખ્યાત બન્યા હતા.
મોહન ભાગવતે કહ્યું- આ ઈતિહાસનું સત્ય છે
ભાગવતે પોતાના સંબોધનમાં વધુમાં કહ્યું હતું કે આ ઈતિહાસનું સત્ય છે. આપણે ત્યાં શિક્ષક સૌને શીખવાડે છે, તેમાં વર્ગ કે જાતીનો ભેદભાવ હોતો નથી. દરેકને શિક્ષણ મળતું હતું. ગામડાઓમાં જઈને શિક્ષક ભણાવતા હતા. તેઓ એટલા માટે ભણાવતા નહોતા કે તેમને તેમનું પેટ ભરવાનું હતું. તેઓ એટલા માટે ભણાવતા હતા કે શિક્ષણ આપવું તે તેમનું કામ છે, તેમની ફરજ છે. શિક્ષણ આપવું તે તેમનો ધર્મ છે અને ગામ તેમના ગુજરાનની ચિંતા કરતું હતું. કંઈક આ પ્રકારનું હતું આપણું જુનુ શિક્ષણ મોડલ.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.