તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારી અને મહારાષ્ટ્ર સરકાર વચ્ચે ફરી એકવાર વિવાદ ઊભો થયો છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે, રાજ્ય સરકારે મુંબઈથી ઉત્તરાખંડ જવા માટે રાજ્યપાલને સરકારી વિમાન આપવાની ના પાડી દીધી. જોકે રાજ્યના ડેપ્યુટી સીએમ અજિત પવારે કહ્યું હતું કે તેમને આ અંગે કોઈપણ માહિતી નથી, સાથે જ ભાજપના નેતા રાજ્ય સરકારના આ પગલાની ટિપ્પણી પણ કરી રહ્યા છે.
મળતી માહિતી પ્રમાણે, કોશ્યારી ગુરુવારે સવારે 9 વાગ્યે પ્લેનથી પહેલા દેહરાદૂન અને ત્યાંથી ગાડીમાં મસૂરી જવાના હતા. ત્યાં તેમને લાલબહાદૂર શાસ્ત્રી રાષ્ટ્રીય પ્રશાસન એકેડમીમાં આયોજિત એક સમારોહમાં સામેલ થવાનું હતું. પ્લેનમાં બેઠેલા રાજ્યપાલને જણાવાયું કે રાજ્ય સરકાર તરફથી ઉડાન ભરવા માટે જરૂરી મંજૂરી મળી નથી. રાજ્યપાલ તરફથી જ્યારે કારણ પૂછવામાં આવ્યું તો કોઈએ તેમને કારણ ન જણાવ્યું અને ત્યાર પછી રાજ્યપાલ પ્લેનમાંથી ઊતરી ગયા. ત્યાર પછી તેઓ 12.15 વાગ્યે સ્પાઈસ જેટની ફ્લાઈટથી દેહરાદૂન રવાના થયા.
રાજભવને પાંચ પોઈન્ટમાં રાજ્યપાલના કાર્યક્રમની માહિતી આપી
ભાજપનેતાઓમાં નારાજગી
રાજ્ય સરકારના આ પગલાથી ભાજપનેતાઓમાં નારાજગી છે. પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે કહ્યું હતું કે રાજ્યપાલ મહોદય સાથે બનેલી આ ઘટના દુર્ભાગ્યપૂર્ણ છે. આ મહારાષ્ટ્રના ઈતિહાસમાં કાળો અધ્યાય છે. તેઓ કોઈ સામાન્ય વ્યક્તિ નથી, પરંતુ મહારાષ્ટ્રના રાજ્યપાલ છે. મહાવિકાસ અઘાડી સરકાર અહંકારવાળી સરકાર છે. સરકારને આટલું અભિમાન કેમ છે?
સાથે જ સુધીર મુનગંટીવારે કહ્યું હતું કે રાજ્યપાલને વિમાનમાંથી ઉતારી દેવાયા અને આવનારા સમયમાં લોકો આને(ઉદ્ધવ સરકાર)સત્તામાંથી બહાર કરશે. સરકારના લોકોને રાજ્યપાલ પાસેથી માફી માગવી જોઈએ. સરકાર બદલો લેવા માટે આ બધું કરી રહી છે. મેં આવી સરકાર ક્યારેય નથી જોઈએ. રાજ્યપાલ એક બંધારણીય પદ છે, એનું સન્માન જાળવવું જોઈએ.
શિવસેના સાંસદનો ટોણો
રાજ્યસભામાં શિવસેના સાંસદ સંજય રાઉતે કહ્યું હતું કે 15 મિનિટ વિમાન પર બેસવું પડ્યું તો અપમાન લાગે છે, પણ કેબિનેટમાંથી પ્રસ્તાવિત 12 એમએલસીનાં નામ પર આપ(રાજ્યપાલ) આટલા સમયથી નિર્ણય નથી કરી રહ્યા, એ પણ અપમાન છે.
મંદિર ખોલવા અંગે પણ મતભેદ થયો હતો
રાજ્યપાલ કોશ્યારી અને ઉદ્ધવ ઠાકરે વચ્ચે મતભેદ હોય કે ન હોય, આ પહેલાં મંદિર ખોલવા અંગે રાજ્યપાલે ચિઠ્ઠી લખીને રાજ્યમાં ધાર્મિક સ્થળ ખોલવા અંગે વિચાર કરવા માટે કહ્યું હતું. રાજ્યપાલે લખ્યું હતું કે તમે પોતાને હિન્દુત્વના સમર્થક માનો છો અને મંદિર પહેલાં રાજ્યમાં દારૂની દુકાન ખોલી દીધી. ચિઠ્ઠીના જવાબમાં ઉદ્ધવ ઠાકરેએ રાજ્યપાલને જવાબ આપ્યો હતો કે તેમને કોઈની પાસેથી હિન્દુત્વનું પ્રમાણપત્ર લેવાની જરૂર નથી.
પોઝિટિવઃ- કોઈ ખાસ કામ પૂરું કરવામાં આજે તમારી મહેનત સફળ રહેશે. સમયમાં સકારાત્મક પરિવર્તન આવી રહ્યું છે. ઘર અને સમાજમાં તમારા યોગદાન અને કાર્યની પણ પ્રશંસા થશે. નેગેટિવઃ- નજીકના કોઈ સંબંધીના કારણે પ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.