• Gujarati News
  • National
  • Bhagat Singh Koshyari Controversial Statement; Governor On Gujarati And Rajasthani Maharashtra News Bhaskar Opinion

ભાસ્કર ઓપિનિયનરાજ્યપાલોને વિવાદાસ્પદ નિવેદન આપવાની શી જરૂર છે?:રાજસ્થાની, ગુજરાતી અને મરાઠી વચ્ચે કેમ ફસાઈ ગયા મહારાષ્ટ્રના ગવર્નર કોશ્યારી?

17 દિવસ પહેલા
  • કૉપી લિંક

ભારતના રાજકારણમાં રાજ્યપાલની ભૂમિકા ઘણા લાંબા સમયથી વિવાદાસ્પદ રહી છે. પછી વાત એ ઉત્તરપ્રદેશના પૂર્વ રાજ્યપાલ રોમેશ ભંડારીના વિવાદાસ્પદ નિર્ણય અને તેમના વિરોધમાં અટલજીનાં ધરણાં પર બેસવાની હોય કે કેરળના હાલના રાજ્યપાલ આરિફ મોહમ્મદ દ્વારા આપવામાં આવતાં નિવેદન હોય કે મધ્યપ્રદેશના રાજ્યપાલ રહેલા રામ નરેશ યાદવના પરિવારનું વિવાદમાં નામ આવવાનું હોય...આ બધાએ ક્યાંક ને ક્યાંક પણ આ પદે હતા ત્યારે જ અનેક સવાલો ઊભા થયા છે.

હાલ વિવાદ મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારીના નિવેદનથી થયો છે. એક કાર્યક્રમમાં તેમણે કહ્યું હતું કે મુંબઈમાંથી ગુજરાતીઓ અને રાજસ્થાનીઓને કાઢી મૂકવામાં આવે તો મુંબઈની પાસે પૈસો વધશે જ નહીં. આ સંજોગોમાં પછી મુંબઈને દેશનું આર્થિક પાટનગર પણ કહી શકાશે નહીં.

આ વાતને મહારાષ્ટ્રના લોકોએ અપમાન ગણાવીને દરેક રાજકીય પક્ષ દ્વારા વિરોધ શરૂ કરવામાં આવ્યો હતો. એટલે સુધી કે એક-બે ભાજપના નેતાઓએ પણ રાજ્યપાલના આ નિવેદનનો વિરોધ કર્યો છે. મોડા મોડા પણ ભાજપની મદદથી હમણાં જ મુખ્યમંત્રી બનેલા એકનાથ શિંદેએ પણ રાજ્યપાલના નિવેદન સાથે અસહમતી દર્શાવી છે. જેવું દર વખતે થાય છે એવું આ વખતે પણ થયું અને કોશ્યારીએ તેમનું નિવેદન પાછું લઈ લીધું અને કહ્યું, મારો હેતુ મરાઠી લોકોનું અપમાન કરવાનો નહોતો.

સવાલ એ ઊભો થાય છે કે રાજ્યપાલે આ પ્રમાણેના નિવેદન કરવા જ કેમ જોઈએ? આ માટે રાજ્યમાં ઘણા પક્ષ અને નેતાઓ હાજર છે. તમારું પદ બંધારણીય છે. તો જે યોગ્ય રીત છે એ પ્રમાણે કામ કરો. નિવેદનબાજી કરવા માટે તમારી નિમણૂક નથી થઈ. તમે બધા જ રાજકીય પક્ષ અને નેતાઓ કરતાં પર છો.

બંધારણ પ્રમાણે કોઈ નિષ્પક્ષ વ્યક્તિ, જે કોઈ ખાસ વિષયમાં નિષ્ણાત છે અથવા બંધારણનું જાણકાર છે તેને અનુભવના આધારે રાજ્યપાલ બનાવવામાં આવે છે. જોકે કેન્દ્રમાં કોંગ્રેસની સરકાર હોય, અન્ય પક્ષની કે ભાજપની, મોટા ભાગના રાજ્યપાલ તેમની પાર્ટી અથવા નેતાઓના સમર્થનથી જ આ પદ પર પહોંચે છે.

બંધારણ અંતર્ગત રાષ્ટ્રપતિના પ્રતિનિધિની નિમણૂક માટે કોઈ જાહેર જોગવાઈ નથી અને દરેક પક્ષ એનો જ ફાયદો લે છે. વિપક્ષમાં જ્યારે ભાજપ હતી ત્યારે તેમણે પણ આ સવાલ ઊભો કર્યો હતો કે રાજ્યપાલના પદની જરૂર જ શી છે? એકરોમાં ફેલાયેલા બંગલામાં મોંઘા અને મોટા સ્ટાફ સાથે આ લોકો સરકારના પૈસાનું પાણી કરવા સિવાય બીજું કરે છે શું? જોકે સત્તામાં આવ્યા પછી બધા નિયમો બદલાઈ જાય છે.

રાજ્યપાલની નિમણૂક અને કેન્દ્ર-રાજ્ય સંબંધોમાં શક્તિ સંતુલન વિષય પર જૂન 1983માં એક સમિતિ બનાવવામાં આવી હતી, સરકારિયા સમિતિ. એમાં નિયમોને લગતી ઘણી ભલામણ કરવામાં આવી હતી, પરંતુ એમાંથી એકપણ લાગુ કરવામાં આવી નહોતી.

આ ભલામણોમાં કહેવામાં આવ્યું હતું કે કેન્દ્રમાં જે પક્ષની સરકાર હોય એ પક્ષ સાથે જોડાયેલી વ્યક્તિને કે રાજ્યમાં રાજ્યપાલ ના બનાવવામાં આવે. ત્યાં વિપક્ષ અથવા અન્ય પક્ષના રાજ્યપાલ બનાવવામાં આવે, પણ કોણ સાંભળે? કારણ કે બીજા પક્ષની સરકારવાળા રાજ્યમાં જ રાજ્યપાલને વધારે સાંભળવામાં આવે છે.

બીજી ભલામણ એવી હતી કે- રાજ્યપાલ જીવનના કોઈપણ ક્ષેત્રની મહત્ત્વની વ્યક્તિ હોવી જોઈએ. અહીં કહેવાનો અર્થ એવો હશે કે વ્યક્તિ કોઈપણ વિષયની એક્સપર્ટ હોવી જોઈએ, પણ કોઈ સાંભળે? નેતા હોવો જ આજકાલ સૌથી મોટી પ્રાથમિકતા હોય છે.

ત્રીજી ભલામણ હતી- તે વ્યક્તિ છેલ્લાં પાચ વર્ષથી રાષ્ટ્રીય રાજનીતિમાં સક્રિય ના રહી હોય. આ ભલામણ પણ માનવામાં ના આવી, કારણ કે આ તો કોઈપણ પક્ષને સેટ ના થાય એવી ભલામણ હતી.

અન્ય સમાચારો પણ છે...