તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • Between September And December 4, 3,159 Newborns And Infants Were Admitted, Of Whom 641 Lost Their Lives.

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સરકારી હોસ્પિટલમાં બાળકોના જીવ નથી બચતા:સપ્ટેમ્બરથી 4 ડિસેમ્બર વચ્ચે 3,159 નવજાત અને શિશુ દાખલ થયા, જેમાંથી 641એ જીવ ગુમાવ્યા

સાગર4 મહિનો પહેલા
 • કૉપી લિંક
બુંદેલખંડ શિશુ વોર્ડ (ફાઈલ ફોટો) - Divya Bhaskar
બુંદેલખંડ શિશુ વોર્ડ (ફાઈલ ફોટો)
 • BMC જણાવે છે કે ડોકટરની અછતના કારણે રેફર થઈને આવતા બાળકોના મોતનો આંકડો સૌથી વધુ
 • જિલ્લાં છેલ્લાં 15 દિવસમાં જ 12 બાળકોએ જીવ ગુમાવ્યો

સાગર જિલ્લાની સરકારી સંસ્થાઓમાં જન્મ લેનારા 20 ટકા નવજાત શિશુઓ અને પીડિયાટ્રિક્સમાં દાખલ થનારા બાળકોના મોતનો આંકડો રોકાવવાનું નામ નથી લઈ રહ્યો. જિલ્લામાં છેલ્લા 3 મહિનામાં 641 બાળકોના મોત નિપજ્યા છે. આ ત્યારે છે, જ્યારે જિલ્લા મુખ્યાલય પર SNCU, BMCમાં NICU અને PICU કામ કરી રહ્યાં છે. મોટા ભાગના શિશુએ તો જન્મના 20 દિવસમાં જ જીવ ગુમાવ્યો છે. રાષ્ટ્રીય સ્વાસ્થ્ય મિશન અંતર્ગત જિલ્લા હોસ્પિટલ સ્થિત NICU, BMCમાં NICU અને PICU નવજાત શિશુઓ અને ગંભીર બીમારીઓથી પીડિત બાળકોના જીવ બચાવવામાં નિષ્ફળ પુરવાર થઈ રહ્યાં છે. ગત 1લી સપ્ટેમ્બરથી 4 ડિસેમ્બર સુધી આ સંસ્થાઓ સહિત જિલ્લાની સામુદાયિક સ્વાસ્થ્ય સંસ્થાઓમાં 3,159 નવજાત અને એક મહિનાના વધુ બાળકોને દાખલ કરવામાં આવ્યા હતા. જેમાંથી 641 સારવાર દરમિયાન જ મોતને ભેટ્યા છે. માત્ર BMCમાં જ 92 બાળકોએ જીવ ગુમાવ્યો છે, તો સ્વાસ્થ્ય વિભાગના SNCU તેમજ ન્યૂનેટલ કેર સેન્ટરમાં 549 શિશુઓને બચાવવામાં નિષ્ફળ રહ્યાં. શિશુ મૃત્યુદરના મામલામાં સાગર પ્રદેશ વન ઓફ ધ હાઈએસ્ટ જિલ્લાઓમાં સામેલ છે.

SNCUમાં છેલ્લાં 15 દિવસમાં 12 નવજાત બાળકોના મોત
SNCUમાં છેલ્લાં 15 દિવસમાં 12 નવજાત બાળકોના મોત

જિલ્લા હોસ્પિટલમાં 15 દિવસમાં 12નાં મોત
જિલ્લા હોસ્પિટલના SNCUમાં છેલ્લાં 15 દિવસમાં 12 નવજાતના મોત નિપજ્યા છે. જેમાં ડફરીન હોસ્પિટલ સહિત બંડા, ખુરઇ, બાંદરી, જરુવાખેડા, રાહતગઢ, બીન તેમજ એક પ્રાઈવેટ નર્સિગ હોમથી રેફર થઈને આવ્યા હતા.

BMCના PICUમાં મોત

સપ્ટેમ્બરમાં - 10 ઓક્ટોબરમાં- 9 નવેમ્બરમાં- 10

BMCનો મોતને લઈને તર્ક

 • શિશુ રોગ વિભાગમાં ડોકટરની ઉણપ
 • વિભાગના ડોકટરોની કોવિડમાં ડ્યૂટી
 • PGMOનું પદ ખાલી
 • જેઆરના છ પદ ખાલી
 • સંભાગરભરથી ગંભીર બાળકો રેફર થઈને આવે છે
 • મોટા ભાગના બાળકોના વજન ઓછા કે ઈન્ફેક્શનવાળા દાખલ
 • પ્રાઈવેટ નર્સિગ હોમથી અતિગંભીર શિશુ રેફર કરવામાં આવે છે
શિશુ મૃત્યદરના મામલે સાગર પ્રદેશના અગ્રણી જિલ્લાઓમાં સામેલ
શિશુ મૃત્યદરના મામલે સાગર પ્રદેશના અગ્રણી જિલ્લાઓમાં સામેલ

સામાન્યથી વધુ મોત
શિશુરોગ વિભાગના HOD બુલાકર NICU અને PICUમાં મૃત્યુના આંકડા વધવાની જાણકારી મેળવી છે. સ્ટાફ અને ડ્યૂટી ડોકટરોની ઉણપ છે. શાસનને પત્ર પણ લખવામાં આવ્યો છે- ડૉ. આર.એસ.વર્મા, ડીન બીએસમી, સાગર

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

  વધુ વાંચો