તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
 • Gujarati News
 • National
 • Between Korona The Two Leaders Helped The People Of Amethi A Lot; If Smriti Irani Comes Every Month, Rahul Knows The Distance By Phone

એકબીજાને પછાડવા સહાયની હોડ:કોરોના વચ્ચે બંને નેતાઓએ અમેઠીના લોકોની ઘણી મદદ કરી; સ્મૃતિ ઈરાની દર મહિને આવે છે, તો રાહુલ ફોનથી જાણી લે છે ખબરઅંતર

અમેઠી4 દિવસ પહેલા
 • કૉપી લિંક

લાંબા સમય બાદ રાજનીતિમાં એક સારી લડાઈ જોવા મળી રહી છે. આ લડાઈ હાલ કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી અને કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની વચ્ચે અમેઠીમાં લડવામાં આવી રહી છે. બંને વચ્ચે એ વાતની હોડ છે કે કોણ સૌથી વધુ અમેઠીના લોકોની મદદ કરી શકે છે, જેની શરૂઆત ગત વર્ષે માર્ચમાં લોકડાઉનથી થઈ હતી.

સ્મૃતિ લગભગ દર મહિને અમેઠીની જનતાને મળવા પહોંચે છે. કોઈ કોઈ વખતે મહિનામાં બે ટ્રિપ પણ કરે છે. રાહુલ આ વાતે પાછળ ચાલી રહ્યા છે. 2019ની લોકસભા ચૂંટણીમાં મળેલી હાર બાદ તેઓ એક વખત પણ અમેઠી નથી પહોંચ્યા. જોકે તેમના પ્રતિનિધિ જણાવે છે કે રાહુલ દરેક અઠવાડિયે ફોન કરીને લોકોના ખબરઅંતર પૂછે છે.

અમેઠીની સાંસદ અને કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ સ્થાનિક લોકો માટે ઓક્સિજન કોન્સન્ટ્રેર્સ અને અન્ય મદદ પહોંચાડી છે.
અમેઠીની સાંસદ અને કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ સ્થાનિક લોકો માટે ઓક્સિજન કોન્સન્ટ્રેર્સ અને અન્ય મદદ પહોંચાડી છે.

રાહુલે શરૂઆત કરી, સ્મૃતિ આગળ નીકળી ગઈ
કોરોનાની પહેલી લહેરમાં બંને નેતાઓએ લગભગ એકસાથે જ અમેઠીના લોકો વચ્ચે રાશન, માસ્ક અને સેનિટાઈઝરની વહેંચણી કરી, પરંતુ બીજી લહેરમાં રાહુલે બાજી મારી હતી. પહેલાં જ તેમણે 20 જેટલા જરૂરિતમંદોને ઓક્સિજન સિલિન્ડર્સ આપ્યા. આ અંગે જ્યારે સ્મૃતિને જાણ થઈ તો તેમણે 42 ઓક્સિજન કોન્સન્ટ્રેર્સ અમેઠીની જનતાને મોકલ્યાં. આ બાદ મદદની તો હોડ જ લાગી ગઈ. જોકે અત્યારસુધીમાં રાહુલની તુલનાએ સ્મૃતિએ વધુ ને વધુ લોકો સુધી મદદ પહોંચાડી છે.

રાહુલ ગાંધીએ શું કર્યું?

 • 10 હજાર લોકોને રાશન, માસ્ક અને સેનિટાઈઝર વહેંચ્યાં.
 • બીજી લહેરમાં અત્યારસુધીમાં 20 ઓક્સિજન સિલિન્ડર્સ, 20 ઓક્સિજન કોન્સન્ટ્રેર્સ આપ્યાં.
 • 10 હજાર મેડિસિન કિટ આપી
 • 1 સેનિટાઈઝર ટેન્કર મોકલ્યું.
રાહુલ ગાંધી દ્વારા મોકલવામાં આવેલાં ઓક્સિજન કોન્સન્ટ્રેર્સને વહેંચતા કોંગ્રેસના નેતા.
રાહુલ ગાંધી દ્વારા મોકલવામાં આવેલાં ઓક્સિજન કોન્સન્ટ્રેર્સને વહેંચતા કોંગ્રેસના નેતા.

સ્મૃતિ ઈરાનીએ શું કર્યું?
15 હજાર લોકોને રાશન આપ્યું.
42 ઓક્સિજન કોન્સન્ટ્રેર્સ વહેંચ્યાં.
1.85 લાખ N-95 માસ્ક વહેંચ્યાં.
1.85 લાખ સાબુ આપ્યા.
200 હાઈ કોન્સન્ટ્રેર્સ આપ્યાં.
આશા વર્કર્સ માટે 2 હજાર PPE કિટ
એક ઓક્સિજન પ્લાન્ટ પણ લગાડાવ્યો.

સ્મૃતિ ઈરાની દ્વારા મોકલવામાં આવેલા માસ્કને વેચતા પોલીસ અધિકારી.
સ્મૃતિ ઈરાની દ્વારા મોકલવામાં આવેલા માસ્કને વેચતા પોલીસ અધિકારી.

દરેક વર્ગના લોકો સુધી સ્મૃતિએ મદદ પહોંચાડી

 • સ્મૃતિ ઈરાનીના ખાનગી સચિવ વિજય ગુપ્તાના જણાવ્યા મુજબ, તેમણે અમેઠીના દરેક વર્ગને મદદ પહોંચાડવાનો પ્રયાસ કર્યો. ઓક્સિજન સંકટનો સામનો કરી રહેલા લોકોને પહેલા ઓક્સિજન કોન્સન્ટ્રેર્સ આપ્યાં અને હવે ઓક્સિજન પ્લાન્ટ લગડાવી રહ્યા છે. આ ઉપરાંત સફાઈ કર્મચારીઓ માટે 4 હજાર N-95 માસ્ક અને 4 હજાર સાબુ પણ મોકલાવ્યાં.
 • બે હજાર આંગણવાડીના કર્મચારીઓ માટે 8 હજાર N-95 માસ્ક, 8 હજાર સાબુની વ્યવસ્થા કરી. 2 હજાર આશાવર્કર્સને 8 હજાર N-95 માસ્ક, 8 હજાર સાબુ અને 2 હજાર PPE કિટ ઉપલબ્ધ કરાવી.
 • વકીલો, પત્રકારો, અખબારના વિતરકો અને મંદિરના પૂજારીઓમાં 1.50 લાખ N-95 માસ્ક અને 1.50 લાખ સાબુ આપ્યા. હાલ આ મહિને પણ તેમની મુલાકાતનું પ્લાનિંગ ચાલી રહ્યું છે. આગામી એક સપ્તાહમાં તેઓ કોઈપણ સમયે અમેઠી પહોંચીને લોકો સાથે મુલાકાત કરી શકે છે.

રાહુલે દરેક ઘરમાં સેનિટાઈઝેશનનું કામ શરૂ કરાવ્યું
કોંગ્રેસ કમિટીના પ્રવક્તા અરવિંદ ચતુર્વેદીએ જણાવ્યું હતું કે રાહુલે દરેક ઘરમાં સેનિટાઈઝેશન માટે એક ટેન્કર મોકલાવ્યું છે, જેની મદદથી કોંગ્રેસનેતા અને કાર્યકર્તાઓએ ગલી-ગલીમાં ફરીને સેનિટાઈઝેશનનું કામ શરૂ કરાવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...