તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સરવે:ભારતીય અર્થતંત્રમાં અપેક્ષાથી બહેતર રિકવરી: ઓક્સફોર્ડ ઇકોનોમિકસ

નવી દિલ્હી5 મહિનો પહેલા
ફાઇલ તસવીર

ભારતીય અર્થતંત્રમાં અપેક્ષા કરતા બહેતર રિકવરી જોવા મળી રહી છે. શક્ય છે કે રિઝર્વ બેન્કને હવે વ્યાજદર ઘટાડવાની ફરજ પડશે નહીં. ઓક્સફોર્ડ ઇકોનોમિક્સે પોતાના વૈશ્વિક અનુમાનમાં કહ્યું છે કે ચાલુ નાણાકીય વર્ષના ચોથા ત્રિમાસિક ગાળામાં ફુગાવાનો દર સરેરાશ 6 ટકા રહેવાનું અનુમાન છે. આથી ડિસેમ્બરમાં યોજાનારી બેઠકમાં આરબીઆઈ વ્યાજદરમાં ઘટાડો નહીં કરવાનો નિર્ણય લઈ શકે છે. ભારતીય અર્થતંત્રમાં અત્યારે જે પ્રકારની ગતિવિધિ ચાલે છે તેના પરથી લાગી રહ્યું છે કે ભારત અપેક્ષાથી બહેતર રિકવરી કરશે. ઉલ્લેખનીય છે કે મૂડીઝ દ્વારા પણ ભારતીય જીડીપીનું અનુમાન સુધારીને માઈનસ 8.9 ટકા કરાયું છે. જાન્યુઆરીથી માર્ચના ગાળા દરમિયાન પરિસ્થિતિ વધુ સુધરશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...

  વધુ વાંચો