તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Bengal CM Says People Are Coming Forward For Help, So Tax On Medicines And Medical Equipment Should Be Abolished

5 દિવસમાં મમતાનો મોદીને બીજો પત્ર:બંગાળના CMએ કહ્યું- લોકો મદદ માટે આગળ આવી રહ્યા છે, માટે દવાઓ અને મેડિકલ સાધનો પરનો ટેક્સ દૂર કરવો જોઈએ

કોલકાતા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મમતાએ વડાપ્રધાનને પત્ર લખીને અપીલ કરી
  • દવાઓ, મેડિકલ સાધનોને GST , કસ્ટમ ડ્યુટી અને અન્ય ટેક્સમાંથી મુક્તિ આપવામાં આવે

પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ રવિવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને બીજો એક પત્ર લખ્યો હતો. આમાં તેમણે કોરોના સામેની લડતમાં તમામ મહત્વપૂર્ણ મેડિકલ સાધનો અને દવાઓ પરના દરેક પ્રકારના ટેક્સ અને કસ્ટમ ડ્યુટીમાંથી મુક્તિ આપવા જણાવ્યું છે. આ સાથે, મમતાએ મોદીને આરોગ્ય સબંધિત માળખાને મજબૂત કરવા અને કોરોનાના દર્દીઓની સારવાર માટેના સાધનો, દવાઓ અને ઓક્સિજનનો પુરવઠો વધારવા અપીલ કરી છે. છેલ્લા 5 દિવસમાં આ બીજી વખત છે જ્યારે મમતાએ મોદીને પત્ર લખ્યો છે.

મમતાએ પત્રમાં લખ્યું છે કે, 'મોટી સંખ્યામાં સંસ્થાઓ, લોકો અને પરોપકારી એજન્સીઓ ઓક્સિજન કન્સન્ટ્રેટર, સિલિન્ડર, કન્ટેનર અને કોરોના સંબંધિત દવાઓ દાન આપવા આગળ આવી રહી છે. આ રીતે, ઘણા લોકોએ રાજ્ય સરકારનો કસ્ટમ ડ્યુટી, SGST, CGST, IGST માંથી મુક્તિ આપવાની વિચારણા કરવા સંપર્ક કર્યો છે.

GST અથવા કસ્ટમ ડ્યુટીમાંથી મુક્તિ આપવામે આવે : મમતા
મમતાએ લખ્યું, ' તેની કિંમતો કેન્દ્ર સરકારના અધિકારક્ષેત્ર હેઠળ આવે છે, તો હું અપીલ કરું છું કે આ માલને GST અથવા કસ્ટમ ડ્યુટી અને અન્ય ટેક્સમાંથી મુક્તિ આપવામાં આવે, જેથી કોવિડ મેનેજમેન્ટમાં જીવનરક્ષક દવાઓ અને સાધનોનો સપ્લાય વધારવામાં મદદ મળી શકે.'

મુખ્યમંત્રી બનતાની સાથે જ મમતાએ મોદીને પત્ર લખ્યો હતો આ પહેલા 5 મેના રોજ પશ્ચિમ બંગાળમાં સતત ત્રીજી વાર કમાન સંભાળતાં જ મમતાએ વડાપ્રધાન મોદીને કોવિડ મેનેજમેન્ટ અંગે પત્ર લખ્યો હતો. રાજ્યમાં મફત વેક્સિનેશન માટે કેન્દ્ર સરકારને વેક્સિન પૂરી પાડવા અપીલ કરી હતી. આ ઉપરાંત તેમણે વડાપ્રધાનને વિનંતી કરી હતી કે રાજ્યમાં પૂરતી વેક્સિનની સાથે સાથે ઓક્સિજન સપ્લાય, હોસ્પિટલ બેડ્સ, આવશ્યક દવાઓની વ્યવસ્થા પણ કરવી જોઈએ.

બંગાળમાં ગઇકાલે 19,436 કેસ હતા
શનિવારે બંગાળમાં રેકોર્ડ 19,436 નવા કેસ નોંધાયા હતા. આ દરમિયાન, 18,243 લોકો સાજા થયા અને 127 લોકોના મૃત્યુ થયા. અત્યાર સુધીમાં 9.73 હજાર લોકો કોરોનાની ઝપેટમાં આવી ચૂક્યા છે. આ દરમિયાન, 8.36 લાખ લોકો સાજા થયા હતા અને 12,203 લોકો મૃત્યુ પામ્યા હતા. હાલમાં, 1.25 લાખ દર્દીઓ સારવાર લઈ રહ્યા છે.