• Gujarati News
  • National
  • Bengal CM Hands Over Letter To PM; MGNREGA, PM Sought Funds For Housing And Sadaya Yojana

PM મોદીને મળ્યાં મમતા:બંગાળના CMએ વડાપ્રધાન સાથે મુલાકાત કરી; 45 મિનિટ સુધી થયેલી વાતચીતમાં માગ્યા 1,00,968.44 કરોડ રૂપિયા

નવી દિલ્હી11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • PM આવાસ અને સડક યોજના માટે ફંડ માંગ્યુ

પશ્ચિમ બંગાળના CM મમતા બેનર્જી 4 દિવસની દિલ્હી મુલાકાતે છે. દીદીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે PM નિવાસસ્થાને મુલાકાત કરી. આ દરમિયાન તેમને રાજ્યની GSTની બાકી નીકળતી રકમ સહિતના મુદ્દે વાત કરી. મમતા આજે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સાથે પણ મુલાકાત કરશે.

રાષ્ટ્રપતિ બન્યા બાદ દ્રૌપદી મુર્મુની મમતા બેનર્જી સાથે આ પહેલી મુલાકાત હશે. મમતાની દિલ્હી મુલાકાત એવા સમયે થઈ રહી છે, જ્યારે તેમની પાર્ટીના નેતા પાર્થ ચેટર્જી વિરૂદ્ધ ED સતત કાર્યવાહી કરી રહ્યું છે.

ફંડ અલોટ કરવા માટે PM મોદીને પત્ર સોંપ્યો
મમતા બેનર્જીએ PM મોદીને એક પત્ર સોંપ્યો છે. જેમાં તેમને મનરેગા, PM આવાસ યોજના અને PM ગ્રામીણ સડક યોજના લાગુ કરવા માટે ફંડ રિલીઝ કરવાની અપીલ કરી છે. પત્રમાં તેમને લખ્યું કે આ યોજનાઓને લઈને કેન્દ્ર તરફથી 17,996 કરોડ રૂપિયા રોકાયેલા છે.

મમતાએ પત્રમાં એમ પણ લખ્યું છે કે વિકાસ અને જન કલ્યાણ સાથે જોડાયેલી અનેક યોજનાઓ પર સરકાર તરફથી લગભગ 1,00,968.44 કરોડ રૂપિયા ચુકવવાના બાકી છે. આટલી મોટી રકમ રોકાઈ ગઈ હોવાથી રાજ્યના કામોને પૂરા કરવા અને લોકો માટે સુવિધાઓ આપવામાં મુશ્કેલીઓ થઈ રહી છે.

નીતિ આયોગની બેઠકમાં સામેલ થશે
બંગાળના CM 7 ઓગસ્ટે રાજધાનીમાં મળનારી નીતિ આયોગના કાર્યક્રમમાં ભાગ લેશે. આ સાથે જ તેઓ વિપક્ષી દળના વરિષ્ઠ નેતાઓને પણ મળશે. આજે રાત્રે મમતા TMCના રાજ્યસભાના સભ્યા સુખેન્દુ શેખર રોયના નિવાસસ્થાને પાર્ટીના સાંસદો સાથે મુલાકાત કરી શકે છે. શનિવારે તેઓ બિન કોંગ્રેસી વિપક્ષી નેતાઓની સાથે રાજકીય મુદ્દે ચર્ચા કરી શકે છે.

ઉપરાષ્ટ્રપતિ ચૂંટણી પહેલા મમતાની મુલાકાત મહત્વની
દેશમાં 6 ઓગસ્ટે ઉપરાષ્ટ્રપતિ ચૂંટણી માટે મતદાન છે, ત્યાર આ પહેલાં મમતાની દિલ્હી મુલાકાત મહત્વની માનવામાં આવે છે. મમતા બેનર્જીની પાર્ટીએ ઉપરાષ્ટ્રપતિ ચૂંટણીમાં સામેલ ન થવાનો નિર્ણય લીધો છે. સાથે જ તેમને દરેક સંસદ સત્ર દરમિયાન દિલ્હી આવવાની જાહેરાત કરી છે. મમતા બેનર્જીની દિલ્હી મુલાકાતથી તૃણુમૂલ કોંગ્રેસના સાંસદોનું મનોબળ વધશે.

પાર્ટીના સાંસદ સતત ભાજપ સરકાર વિરૂદ્ધ વિરોધ પ્રદર્શનમાં આગેવાની કરી રહ્યાં છે. રાષ્ટ્રપતિ ચૂંટણીમાં વિપક્ષની એકતામાં ફુટ જોવા મળી હતી, ત્યારે આ વચ્ચે મમતા બેનર્જીની આ મુલાકાત મહત્વની માનવામાં આવે છે. ગત દિવસોમાં કોંગ્રેસ અને તૃણમૂલ કોંગ્રેસ વચ્ચે તણાવ પણ જોવા મળ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...